/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/IND-U19-vs-PAK-U19-Cricket-Match-Final-LIVE-Score.jpg)
IND U19 vs PAK U19 Asia Cup 2025 Cricket Match Final LIVE Score : ભારત વિ પાકિસ્તાન અંડર 19 એશિયા કપ 2025 ફાઈનલ મેચ લાઇવ સ્કોર અપડેટ.
IND U19 vs PAK U19, Under 19 Asia Cup 2025 Final: પાકિસ્તાને ફાઇનલમાં ભારતને 191 રનથી હરાવીને પુરુષોના અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો. પાકિસ્તાને બીજી વખત ટ્રોફી જીતી છે. બીજી તરફ ભારતીય ટીમનું સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે. છેલ્લી વખત બાંગ્લાદેશે ફાઇનલ જીતી હતી. અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારત સામે આઠ વિકેટે 347 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 26 ઓવરમાં બધી વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 150 રન જ બનાવી શકી.
બંને ટીમોના સ્ક્વાડ
ભારતીય ટીમ : આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હનિલ પટેલ, દિપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંઘ, યુવરાજ ગોહિલ, ઉદ્ધવ મોહન, નમન પુષ્પક, હરવંશ પંગલિયા.
પાકિસ્તાન ટીમ : ફરહાન યુસુફ (કેપ્ટન), ઉસ્માન ખાન, સમીર મિન્હાસ, અબ્દુલ સુભાન, અહમદ હુસૈન, અલી રઝા, મોમિન કમર, અલી હસન બલોચ, ડેનિયલ અલી ખાન, હમઝા ઝહૂર, હુઝૈફા અહેસાન, મોહમ્મદ હુઝૈફા, મોહમ્મદ સય્યામ, મોહમ્મદ શયાન, નકાબ શફીક.
- Dec 21, 2025 17:13 IST
પાકિસ્તાને U19 એશિયા કપનો ખિતાબ જીત્યો
પાકિસ્તાને ફાઇનલમાં ભારતને 191 રનથી હરાવીને પુરુષોના અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો. પાકિસ્તાને બીજી વખત ટ્રોફી જીતી છે. બીજી તરફ ભારતીય ટીમનું સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું છે. છેલ્લી વખત બાંગ્લાદેશે ફાઇનલ જીતી હતી. અંડર-19 એશિયા કપ ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારત સામે આઠ વિકેટે 347 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 26 ઓવરમાં બધી વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 150 રન જ બનાવી શકી.
- Dec 21, 2025 14:36 IST
પાકિસ્તાન સામે જીત સામે ભારતને મળ્યો 348 રનનો ટાર્ગેટ
અંડર 19 એશિયા કપ ફાઇનલ મેચમાં પાકિસ્તાને 348 રન બનાવી ભારત સામે આ જીત માટે 349 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાકિસ્તાનના ક્રિકેટર સમીર મિન્હાસે સૌથી વધુ 172 રન બનાવ્યા છે. આ મેચમાં પાકિસ્તાન ટીમની છેલ્લી 5 વિકેટ બહુ ઝડપથી પડી અને છેલ્લા 43 બોલમાં 45 રન બનાવી શકી. ભારત તરફથી દીપેશ દેવેન્દ્રે 3 વિકેટ ઝડપી છે.
- Dec 21, 2025 13:49 IST
સમીર મિન્હાસ 172 રન બનાવી આઉટ, પાકિસ્તાન લાઇવ સ્કોર 302/4
સમીર મિન્હાસ આઉટ થતા પાકિસ્તાન ટીમને ચોથો ફટકો લાગ્યો છે. સમીર મિન્હાસે 113 બોલમાં 172 રન બનાવ્યા છે. તેણે 17 ચોક્કા અને 9 સિક્સર ફટકારી છે. દીપેશ દેવેન્દ્રનની પીટાઇ બાદ વિકેટ ઝડપી છે.
- Dec 21, 2025 12:21 IST
સમીહ મહિન્હાસની ધુરંધર બેટિંગ, પાકિસ્તાન લાઇવ સ્કોર 153/2
પાકિસ્તાન ટીમના બેટ્સમેન સમીર મિન્હાસે 56 બોલમાં 79 રન બનાવ્યા છે. 23 ઓવરમાં પાકિસ્તાનનો લાઇવ સ્કોર 150 રનને વટાવી ગયો છે. અહમદ હૂસૈને 15 રન બનાવ્યા છે. 23 ઓવરમાં પાકિસ્તાનનો લાઇવ સ્કોર 153/2
- Dec 21, 2025 12:06 IST
ઉસ્માન ખાન આઉટ થતા પાકિસ્તાનને બીજો ફટકો, લાઈવ સ્કોર 123/2
ખિનલ પટેલે પાકિસ્તાનના ઉસ્માન ખાનને આઉટ કર્યો છે. આ સાથે પાકિસ્તાનનો લાઇવ સ્કોર 2 વિકટની નુકસાનની પર 123 રન છે.
- Dec 21, 2025 11:51 IST
સમીર મિન્હાસની હાફ સેન્ચ્યુરી, પાકિસ્તાન કુલ સ્કોર 111/1
ટુર્નામેન્ટ ટોપ સ્કોરર સમીર મિન્હાસે 29 બોલમાં હાફ સેન્ચ્યુરી લગાવી છે. આ સાથે પાકિસ્તાનનો કુલ સ્કોર 13 ઓવરમાં 111 રનથી વધુ થઇ ગયો છે અને 1 વિકટ ગુમાવી છે.
- Dec 21, 2025 11:33 IST
પાકિસ્તાને 1 વિકટ ગુમાવી, 10 ઓવરમાં 79 રન
આજની મેચમાં પાકિસ્તાન ટીમે 1 વિકટના નુકસાન પર 10 ઓવરમાં 79 રન બનાવ્યા છે. સમીર મિન્હાસ 21 બોલ પર 34 રન અને ઉસ્માન ખાને 25 બોલમાં 22 રન બનાવ્યા છે. ભારતીય બોલર હેનિલ પટેલે પાકિસ્તાની ક્રિકેટ હમજા જહૂરને આઉટ કર્યો હતો. હમજા એ 18 રન બનાવ્યા હતા.
- Dec 21, 2025 10:48 IST
IND U19 vs PAK U19 LIVE : એરોન જોર્જે કેચ છોડ્યો
એરોન જોર્જે પાકિસ્તાનના બેટ્સમેન હમજા જહૂરનો કેચ બીજી ઓવરમાં છોડ્યો છે. તેણે 6 રન બનાવ્યા છે. ભારતને આ તક બહુ ભારે પડવાની છે.
- Dec 21, 2025 10:42 IST
IND U19 vs PAK U19 LIVE: ભારતે ટોસ જીત્યો, પાકિસ્તાનને બેટિંગ આપી
ભારતીય કેપ્ટન આયુષ મહાત્રેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરશે.
- Dec 21, 2025 10:42 IST
IND U19 vs PAK U19 Final LIVE Score : પાકિસ્તાન અંડર 19 ક્રિકેટ ટીમના ખેલાડી
ફરહાન યુસુફ (કેપ્ટન), ઉસ્માન ખાન, સમીર મિન્હાસ, અબ્દુલ સુભાન, અહમદ હુસૈન, અલી રઝા, મોમિન કમર, અલી હસન બલોચ, ડેનિયલ અલી ખાન, હમઝા ઝહૂર, હુઝૈફા અહેસાન, મોહમ્મદ હુઝૈફા, મોહમ્મદ સય્યામ, મોહમ્મદ શયાન, નકાબ શફીક.
- Dec 21, 2025 10:41 IST
IND U19 vs PAK U19 Final LIVE Score : ભારત અંડર 19 ક્રિકેટ ટીમના ખેલાડી
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હનિલ પટેલ, દિપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંઘ, યુવરાજ ગોહિલ, ઉદ્ધવ મોહન, નમન પુષ્પક, હરવંશ પંગલિયા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us