/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Virat-Kohli-Hundred-.jpg)
દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વન-ડે મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
Virat Kohli ODI Century Record : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાંચીમાં રમાયેલી શ્રેણીની પ્રથમ વન-ડે મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. વન-ડે ક્રિકેટમાં કારકિર્દીની આ 52મી સદી ફટકારી છે. જ્યારે આ તેની 83 મી આંતરરાષ્ટ્રીય સદી છે. આ સાથે તેણે ક્રિકેટના કોઈ પણ એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સચિને ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી ફટકારી હતી.
વિરાટ કોહલીએ 102 બોલમાં સદી પૂરી કરી હતી. આ ઇનિંગ્સમાં તે શરુઆતથી જ આક્રમક અભિગમ સાથે રમ્યો હતો. તેણે બીજી વિકેટ માટે રોહિત શર્મા સાથે 136 રનની ભાગીદારી કરી હતી. સદી સુધી પહોંચવા માટે વિરાટે પોતાની ઇનિંગ્સમાં 7 ફોર અને પાંચ સિક્સર ફટકારી હતી. વિરાટે આ ઇનિંગ્સમાં 120 બોલમાં 135 રન બનાવ્યા હતા, જેમાં 11 ફોર અને 7 સિક્સર હતી. આ વર્ષે તેની આ બીજી સદી છે. અગાઉ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેણે સદી ફટકારી હતી.
રાંચીમાં વિરાટ કોહલીનો ડંકો
રાંચીના મેદાન પર વિરાટ કોહલીની આ પાંચમી વન-ડે મેચ છે. જેમાં તેણે ત્રીજી વખત સદી ફટકારી છે. ઝારખંડ ક્રિકેટ એસોસિએશનનું આ મેદાન વિરાટને ખૂબ પસંદ છે. આ મેચ પહેલા વિરાટે રાંચી મેદાન પર ચાર ઇનિંગ્સમાં 96ની સરેરાશથી 384 રન બનાવ્યા હતા. જેમાં બે સદી અને અડધી સદીનો સમાવેશ થાય છે. હવે અહી ત્રીજી સદી ફટકારી છે.
A leap of joy ❤️💯
A thoroughly entertaining innings from Virat Kohli 🍿
Updates ▶️ https://t.co/MdXtGgRkPo#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohlipic.twitter.com/llLByyGHe5— BCCI (@BCCI) November 30, 2025
વિરાટ વિ સચિન ના આંકડા પર એક નજર
વિરાટ કોહલીની નજર સચિન તેંડુલકરના 100 સદીના રેકોર્ડ પર છે. અગાઉ વન ડે વર્લ્ડ કપમાં તેણે સચિનનો 49 વન ડે સદીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. હવે તે એક ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનારો ખેલાડી બની ગયો છે. સચિને ટેસ્ટમાં 81 અને વન ડેમાં 49 સદી ફટકારી હતી. વિરાટની વન-ડેમાં આ 52મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 83મી સદી છે.
આ પણ વાંચો - રોહિત શર્મા વન ડે નો નવો સિક્સર કિંગ બન્યો, શાહિદી આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
હવે જ્યારે વિરાટ ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, ત્યારે તેની પાસે વન ડે છે જ્યાં તે સચિનનો 100 સદીનો રેકોર્ડ તોડી શકે છે અથવા તેની નજીક આવી શકે છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 622 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 83 સદી ફટકારી છે. તેના નામે 27800થી વધુ રન છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us