Ind vs SA 1st T20I : પ્રથમ ટી 20માં ભારતનો 101 રને વિજય, બોલરો ઝળક્યા

India vs South Africa 1st T20I Match Updates : હાર્દિક પંડ્યાના 28 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 59 રન. ભારતને પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

India vs South Africa 1st T20I Match Updates : હાર્દિક પંડ્યાના 28 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 59 રન. ભારતને પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
IND vs SA 1st T20I Cricket Match Live Score, India vs South Africa T20 Series 2025 LIVE Updates in Gujarati

IND vs SA Live Score Updates, 1st T20I : ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી 20 મેચ અપડેટ્સ

India vs South Africa Score, 1st T20I : હાર્દિક પંડ્યાની અણનમ અડધી સદી (59) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી 20માં 101 રને ભવ્ય જીત મેળવી છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 12.3 ઓવરમાં 74 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. શ્રેણીની બીજી ટી 20 મેચ 11 ડિસેમ્બરે રમાશે.

Advertisment

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : અભિષેક શર્મા , શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા , શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ , અર્શદીપ સિંહ.

દક્ષિણ આફ્રિકા: એઇડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસ, ડોનોવન ફરિરા, માર્કો જાન્સેન, કેશવ મહારાજ, લુથો સિમ્પલા, એનરિક નોર્ટજે, લુંગી એનગીડી.

  • Dec 09, 2025 22:15 IST

    IND vs SA 1st T20I Live : પ્રથમ ટી 20માં ભારતનો 101 રને ભવ્ય વિજય

    હાર્દિક પંડ્યાની અણનમ અડધી સદી (59) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટી 20માં 101 રને ભવ્ય જીત મેળવી છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 12.3 ઓવરમાં 74 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી છે. શ્રેણીની બીજી ટી 20 મેચ 11 ડિસેમ્બરે રમાશે.



  • Dec 09, 2025 22:06 IST

    IND vs SA 1st T20I Live : . દક્ષિણ આફ્રિકાએ 72 રને નવમી વિકેટ ગુમાવી

    માર્કો જાન્સેન 12 રને વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો. ડેવાલ્ડ બ્રેવિસ 14 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 22 રને બુમરાહનો શિકાર બન્યો. એનરિક નોર્ટજે 1 રને અક્ષરનો શિકાર બન્યો. દક્ષિણ આફ્રિકાએ 72 રને નવમી વિકેટ ગુમાવી.



  • Advertisment
  • Dec 09, 2025 21:46 IST

    IND vs SA 1st T20I Live : ડોનોવન ફરિરા આઉટ

    ડોનોવન ફરિરા 7 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો. દક્ષિણ આફ્રિકાએ 50 રનમાં 5 વિકેટ ગુમાવી.



  • Dec 09, 2025 21:30 IST

    IND vs SA 1st T20I Live : માર્કરામ આઉટ

    એઇડન માર્કરામ 14 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 14 રને અક્ષર પટેલની ઓવરમાં બોલ્ડ થયો. ડેવિડ મિલર 3 બોલમાં 1 રને હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો. દક્ષિણ આફ્રિકાએ 45 રને ચોથી વિકેટ ગુમાવી.



  • Dec 09, 2025 21:28 IST

    IND vs SA 1st T20I Live : ટ્રિસ્ટન સ્ટબ્સ 14 રને આઉટ

    ડી કોક 2 બોલમાં ખાતું ખોલાયા વિના અને ટ્રિસ્ટન સ્ટબ્સ 9 બોલમાં 2 ફોર સાથે 14 રને અર્શદીપ સિંહની ઓવરમાં આઉટ થયા. દક્ષિણ આફ્રિકાએ 16 રને 2 વિકેટ ગુમાવી.



  • Dec 09, 2025 20:48 IST

    IND vs SA 1st T20I Live : ભારતના 20 ઓવરમાં 6 વિકેટે 175 રન

    પ્રથમ ટી 20માં ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 175 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 176 રનનો પડકાર મળ્યો છે. આફ્રિકા તરફથી લુંગી એનગીડીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.



  • Dec 09, 2025 20:47 IST

    IND vs SA 1st T20I Live : હાર્દિક પંડ્યાના અણનમ 59 રન

    હાર્દિક પંડ્યાના 28 બોલમાં 6 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 59 રન. જીતેશ શર્માના 5 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 10 રન.



  • Dec 09, 2025 20:36 IST

    IND vs SA 1st T20I Live : શિવમ દુબે આઉટ

    શિવમ દુબે 9 બોલમાં 2 ફોર સાથે 11 રને ડોનોવન ફરિરાની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 137 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.



  • Dec 09, 2025 20:14 IST

    IND vs SA 1st T20I Live : તિલક વર્મા 26 રને આઉટ

    તિલક વર્મા 32 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 26 રને અને અક્ષર પટેલ 21 બોલમાં 1 સિક્સર સાથે 23 રને આઉટ થયા. ભારતે 104 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Dec 09, 2025 19:46 IST

    IND vs SA 1st T20I Live : અભિષેક શર્મા આઉટ

    અભિષેક શર્મા 12 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 17 રન બનાવી લુથો સિમ્પલાનો શિકાર બન્યો. ભારતે 48 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Dec 09, 2025 19:20 IST

    IND vs SA 1st T20I Live : સૂર્યકુમાર યાદવ 12 રને આઉટ

    સૂર્યકુમાર યાદવ 11 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 12 રન બનાવી એનગીડીની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 17 રને બીજી વિકેટ ગુમાવી.



  • Dec 09, 2025 19:13 IST

    IND vs SA 1st T20I Live : શુભમન ગિલ આઉટ

    શુભમન ગિલ 2 બોલમાં 4 રન બનાવી લુંગી એનગીડીની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 5 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Dec 09, 2025 18:43 IST

    IND vs SA 1st T20I Live : દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન

    એઇડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસ, ડોનોવન ફરિરા, માર્કો જાન્સેન, કેશવ મહારાજ, લુથો સિમ્પલા, એનરિક નોર્ટજે, લુંગી એનગીડી.



  • Dec 09, 2025 18:42 IST

    IND vs SA 1st T20I Live : ભારત પ્લેઇંગ ઇલેવન

    અભિષેક શર્મા , શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા , શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ , અર્શદીપ સિંહ.



  • Dec 09, 2025 18:33 IST

    IND vs SA 1st T20I Live : આફ્રિકાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગનો નિર્ણય કર્યો

    ભારત સામેની પ્રથમ ટી 20માં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એઇડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.



  • Dec 09, 2025 18:31 IST

    IND vs SA 1st T20I Live : ભારત વિ દક્ષિણ આફ્રિકા ટી 20 હેડ ટુ હેડ

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કુલ 31 ટી 20 મેચ રમાઇ છે. જેમાં 18 મેચમાં ભારતનો વિજય થયો છે. જ્યારે 12 મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે. 1 મેચ અનિર્ણિત રહી હતી.



  • Dec 09, 2025 18:31 IST

    IND vs SA 1st T20I Live : ભારત અને દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી 20

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી પ્રથમ ટી 20 મેચનો પ્રારંભ થશે. આ મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે.



ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવ ક્રિકેટ સ્પોર્ટ્સ