IND vs SA T20: ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી 20, સંજુ સેમસનની સદી, ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય

India vs South Africa 1st T20I, ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી 20 મેચ ભારત જીતી ગયું. સંજુ સેમસનના 50 બોલમાં 7 ફોર 10 સિક્સર સાથે 107 રન સાથે સદી ફટકારી. પ્રથમ ટી 20 માં ભારતનો 61 રને વિજય થયો.

India vs South Africa 1st T20I, ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી 20 મેચ ભારત જીતી ગયું. સંજુ સેમસનના 50 બોલમાં 7 ફોર 10 સિક્સર સાથે 107 રન સાથે સદી ફટકારી. પ્રથમ ટી 20 માં ભારતનો 61 રને વિજય થયો.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Ind vs SA 1st T20I LIVE, Ind vs SA 1st T20I, Ind vs SA

Ind vs SA 1st T20I : ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્રથમ ટી 20 મેચ

India vs South Africa 1st T20I Score : સંજુ સેમસનની સદી (107) બાદ વરુણ ચક્રવર્તી (3 વિકેટ)અને રવિ બિશ્નોઇ (3 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટી-20માં 61 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 17.5 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારત તરફથી સંજુ સેમસને સૌથી વધારે 107 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી હેનરિચ ક્લાસેને સૌથી વધારે 25 રન બનાવ્યા હતા.

Advertisment

મેચમાં સદી ફટકારનાર સંજુ સેમસનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ જીત સાથે ભારતે ચાર મેચની ટી 20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી ટી 20 મેચ 10 નવેમ્બરને રવિવારનો રોજ રમાશે.

IND vs SA T20: દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ

  • ભારત તરફથી રવિ બિશ્નોઇ અને વરુણ ચક્રવર્તીએ સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી. અવેશ ખાનને 2 અને અર્શદીપ સિંહને 1 વિકેટ મળી.
  • દક્ષિણ આફ્રિકા 17.5 ઓવરમાં 141 રનમાં ઓલઆઉટ
  • માર્કો જેન્સેન 8 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 12 રન બનાવી રવિ બિશ્નોઇની ત્રીજો શિકાર બન્યો.
  • દક્ષિણ આફ્રિકાએ 13.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
  • એન્ડિલ સિમેલેન 2 બોલમાં 1 સિક્સર સાથે 6 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં એલબી આઉટ થયો.
  • પેટ્રિક ક્રુગર 2 બોલમાં 1 રન બનાવી રવિ બિશ્નોઇનો શિકાર બન્યો.
  • ડેવિડ મિલર 22 બોલમાં 1 ફોર1 સિક્સર સાથે 18 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.
  • હેનરિચ ક્લાસેન 22 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 25 રન બનાવી વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો.
  • દક્ષિણ આફ્રિકાએ 6.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
  • રેયાન રિકલ્ટન 11 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 21 રન વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો.
  • ટ્રિસ્ટન સ્ટબ્સ 11 બોલમાં 1 સિક્સર સાથે 11 રન બનાવી અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો.
  • એડન માર્કરામ 4 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી અર્શદીપનો શિકાર બન્યો.

આ પણ વાંચો - ગાંગુલીથી લઇને ધોની સુધી, આ 6 દિગ્ગજ ભારતીયોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી અંતિમ ટેસ્ટ શ્રેણી બની

Advertisment

ind vs sa t20: ભારત ઇનિંગ્સ

  • દક્ષિણ આફ્રિકા તરફથી કોએત્ઝે સૌથી વધારે 3 વિકેટ ઝડપી છે.
  • ભારતના 20 ઓવરમાં 8 વિકેટે 202 રન. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 203 રનનો પડકાર મળ્યો છે.
  • ભારતે 19.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.
  • અક્ષર પટેલ 7 બોલમાં 1 ફોર સાથે 7 રન બનાવી જેન્સેનનો શિકાર બન્યો.
  • રિંકુ સિંહ 10 બોલમાં 2 ફોર સાથે 11 રન બનાવી કોએત્ઝીનો શિકાર બન્યો.
  • હાર્દિક પંડ્યા 6 બોલમાં 2 રન બનાવી કોએત્ઝેનો શિકાર બન્યો.
  • સંજુ સેમસન 50 બોલમાં 7 ફોર 10 સિક્સર સાથે 107 રન બનાવી પીટરની ઓવરમાં કેચ આઉટ થયો.
  • તિલક વર્મા 18 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 33 રન બનાવી કેશવ મહારાજનો શિકાર બન્યો.
  • સંજુ સેમસને 47 બોલમાં 7 ફોર 9 સિક્સર સાથે સદી ફટકારી
  • ભારતે 13.3 ઓવરમાં 150 રન પુરા કર્યા.
  • ભારતે 10.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
  • સૂર્યકુમાર યાદવ 17 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 21 રન બનાવી ક્રુગરની ઓવરમાં આઉટ થયો.
  • સંજુ સેમસને 27 બોલમાં 3 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
  • ભારતે 5.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
  • અભિષેક શર્મા 8 બોલમાં 1 ફોર સાથે 7 રન કોએત્ઝેની ઓવરમાં કેચ આઉટ.
  • દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : સંજુ સેમસન, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, 5 હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, વરુણ ચક્રવર્તી.

સાઉથ આફ્રિકા : રેયાન રિકલ્ટન (wk), એઇડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, પેટ્રિક ક્રુગર, માર્કો જેન્સેન, એન્ડિલ સિમેલેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, નકામયોમઝી પીટર.

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવ ક્રિકેટ સ્પોર્ટ્સ