શુભમન ગિલ 13 ઇનિંગ્સમાં એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી, ક્યાં સુધી સેમસનને બેન્ચ પર બેસાડી રખાશે?

Shubman Gill Struggle : ટી 20 ટીમમાં વાઇસ કેપ્ટન શુભમન ગિલ રન બનાવવામાં સતત સંઘર્ષ કરી રહ્યો છે . 26 વર્ષીય ગિલને સંજુ સેમસનના સ્થાને સતત તકો મળી રહી છે પણ તે કોઈ ખાસ પ્રભાવ બતાવી શકતો નથી

Written by Ashish Goyal
December 10, 2025 14:49 IST
શુભમન ગિલ 13 ઇનિંગ્સમાં એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી, ક્યાં સુધી સેમસનને બેન્ચ પર બેસાડી રખાશે?
શુભમન ગિલ ટી 20માં રન બનાવવા સતત સંઘર્ષ કરી રહ્યો છે (તસવીર - શુભમન ગિલ ટ્વિટર)

Shubman Gill Struggle : ટી 20 વર્લ્ડ કપ 2026 પહેલા વાઇસ કેપ્ટન શુભમન ગિલની બેટિંગ ભારતીય ટીમ માટે માથાનો દુખાવો બની રહી છે. 26 વર્ષીય ગિલને સંજુ સેમસનના સ્થાને સતત તકો મળી રહી છે પણ તે કોઈ ખાસ પ્રભાવ બતાવી શકતો નથી. મંગળવારે કટકમાં સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી-20માં ગિલ બીજા બોલ પર માત્ર 4 રન બનાવીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો.

ભારતને ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું. અભિષેક શર્માએ પહેલા બોલ પર 1 રન બનાવીને ખાતું ખોલાવ્યું હતું. ગિલે બીજા બોલ પર લુંગી એનગિડીને ફોર ફટકારીને ઈનિંગની શરુઆત કરી હતી, પણ તે પછીના બોલ પર ખરાબ શોટ રમ્યો હતો અને મિડ ઓફમાં કેચ આઉટ થયો હતો. વર્ષ 2025માં ગિલ 13 ઈનિંગ્સ રમી ચૂક્યો છે પણ એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે સેમસનના સ્થાને ગિલને ક્યાં સુધી તક મળતી રહેશે?

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ ગિલને સંઘર્ષ કરવો પડયો હતો

શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જોકે ત્રણ ઇનિંગ્સમાં તેણે સારી બેટિંગ કરી હતી. તેણે કેનબેરામાં 20 બોલમાં અણનમ 47 રન ફટકાર્યા હતા. મેલબોર્નમાં 10 બોલમાં 5, હોબાર્ટમાં 12 બોલમાં 15, કેરારામાં 39 બોલમાં 46 અને બ્રિસબેનમાં 16 બોલમાં 29 રન બનાવી અણનમ રહ્યો હતો. ગિલ ભારતમાં સારી બેટિંગ કરશે તેવી અપેક્ષા હતી, પરંતુ તે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં નિષ્ફળ ગયો હતો.

આ પણ વાંચો – ગર્લફ્રેન્ડ મહિકા શર્માનો Video વાયરલ થવા પર હાર્દિક પંડ્યા પાપારાઝી પર થયો ગુસ્સે, કહી આવી વાત

સંજુ સેમસન પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર

શુભમન ગિલે 2025માં 13 મેચની 13 ઇનિંગ્સમાં 26.30ની એવરેજ અને 143.71ની સ્ટ્રાઇક રેટથી 263 રન બનાવ્યા છે. 47 રન તેનો બેસ્ટ સ્કોર છે. તેણે 33 ફોર અને 4 સિક્સર ફટકારી છે. ગિલને આગામી કેટલીક મેચોમાં તક મળવાની છે, પણ તેણે સારી બેટિંગ કરવી પડશે. જો રન નહીં બનાવે તો ભારતીય ટીમ મેનેજમેન્ટને સેમસન તરફ નજર કરવાની ફરજ પડશે, જે ગિલના પુનરાગમન બાદ પહેલા મિડલ ઓર્ડરમાં શિફ્ટ થયો હતો અને હવે તે પ્લેઈંગ 11માંથી બહાર થઈ ગયો છે. જીતેશ શર્માને પ્લેઇંગ 11માં વિકેટકીપર તરીકે સ્થાન મળી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ