IND vs SA 2nd ODI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રાંચીમાં રમાયેલી પ્રથમ વન ડે ખુબ જ રોમાંચક બની હતી. વિરાટ કોહલીની શાનદાર સદી અને કુલદીપ યાદવની ધારદાર બોલિંગને લીધે ભાર રસાકસીના અંતે ભારતે 17 રનથી જીત મેળવી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકા પણ જોરદાર રમ્યું હતું અને આ ટીમ લગભગ જીતની નજીક પહોંચી ગઈ હતી. પ્રથમ વન ડે ખુબ જ રસપ્રદ રહી હતી અને હવે બંને ટીમો વચ્ચે તારીખ 3 ડિસેમ્બરે બીજી વન ડે રમાશે.
રોહિત શર્મા અને ઋતુરાજ ઓપનિંગ જોડી
બીજી વન ડેમાં સાઉથ આફ્રિકા પુનરાગમન કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે, જ્યારે ભારતને આ મેચ જીતીને શ્રેણી જીતવાની શાનદાર તક મળશે. ભારતે પ્રથમ વન ડેમાં વિજય મેળવ્યો હતો, પણ ટીમની કેટલીક ખામીઓ સામે આવી હતી. ભારતે યશસ્વી સાથે રોહિત સાથે ઓપનિંગ કરી હતી, પણ તે ખાસ કંઈ કરી શક્યો નહતો અને ઋતુરાજ ગાયકવાડને ચોથા ક્રમે મોકલવામાં આવ્યો હતો, જે ફ્લોપ રહ્યો હતો. જે જોતાં બીજી વન ડેમાં યશસ્વી જયસ્વાલને સ્થાને ગાયકવાડ રોહિત સાથે ઓપનિંગ કરી શકે છે.
તિલક વર્માને ચોથા ક્રમે તક મળી શકે
ઋતુરાજ ગાયકવાડ ઓપનર છે અને તે મીડલ ઓર્ડરમાં ખુબ જ ઓછી બેટીંગ કરે છે, તેથી તેની સાથેનો આ પ્રયોગ કમ સે કમ પ્રથમ મેચમાં સફળ થઈ શક્યો નથી. તે જ સમયે, યશસ્વીએ હજુ વન ડે માટે વધુ મહેનત કરવાની જરુર છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા બીજી વન ડેમાં રોહિત અને ઋતુરાજની સાથે ઓપનિંગ કરે તો આ જોડી વધુ કમાલ સર્જી શકે છે. તે જ સમયે, તિલક વર્માને ચોથા નંબર પર અજમાવી શકાય છે, જે મીડલ ઓર્ડરમાં જોરદાર બેટીંગ કરી શકે છે.
વિરાટ કોહલીએ સદી ફટકારી મેળવી ખાસ સિદ્ધિ, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
પંત-નીતીશને રાહ જોવી પડશે
પ્રથમ મેચમાં ભારતીય બોલરોનો દેખાવ ખુબ જ સારો રહ્યો હતો અને ખાસ કરીને કુલદીપ યાદવ અને હર્ષિત રાણાએ ખૂબ જ સારો દેખાવ કર્યો હતો. આ બંને ખેલાડીઓ ચોક્કસપણે બીજી મેચની પ્લેઈંગ ઈલેવનમાં હશે, પણ હર્ષિત રાણાએ 8માં નંબર પર થોડી વધુ જવાબદારી સાથે રમવાની જરુર છે. બીજી મેચમાં ભારત ફરી એક વખત ત્રણ સ્પિન ઓપ્શન અને ત્રણ પેસરો સાથે મેદાન પર ઉતરી શકે છે. નીતિશ રેડ્ડી અને રિષભ પંત હાલ ટીમમાં સ્થાન બનાવી રહ્યા હોય તેમ લાગતું નથી.
વિરાટ કોહલીની શાનદાર સદી
વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા સામેની રાંચીમાં રમાયેલી પ્રથમ વન ડેમાં આક્રમક મૂડમાં હતો. તેણે શાનદાર સદી ફટકારી આગામી વિશ્વકપ માટેની ટીમમાં સ્થાન મેળવવા માટે ટીકા કરી રહેલા ટીકાકારોને જોરદાર જવાબ આપ્યો છે. વિરાટે 120 બોલ રમીને 135 રન બનાવ્યા હતા.
રોહિત શર્મા વન ડે નો નવો સિક્સર કિંગ બન્યો, શાહિદી આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
બીજી વન ડે માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, તિલક વર્મા, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.





