/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/IND-vs-SA-Live-Score-Updates-2nd-T20I.jpg)
IND vs SA Live Score Updates, 2nd T20I: ભારત વિ દક્ષિણ આફ્રિકા બીજી ટી 20 મેચ અપડેટ્સ
India vs South Africa Score, 2nd T20I : ક્વિટોન ડી કોકના 90 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની બીજી ટી 20માં 51 રને વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 19.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ સાથે પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબરી પર આવી ગઇ છે. શ્રેણીની ત્રીજી ટી 20 મેચ 14 ડિસેમ્બરે રમાશે.
ભારત-દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન
ભારત : અભિષેક શર્મા , શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા , શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ , અર્શદીપ સિંહ.
દક્ષિણ આફ્રિકા : એઇડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રિઝા હેન્ડ્રીક્સ, ડેવિડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસ, ડોનોવન ફરિરા, માર્કો જાન્સેન, જોર્જ લિન્ડે લુથો સિમ્પલા, લુંગી એનગીડી, બાર્ટમેન.
- Dec 11, 2025 23:19 IST
IND vs SA 2nd T20I Live : દક્ષિણ આફ્રિકાનો 51 રને વિજય
ક્વિટોન ડી કોકના 90 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની બીજી ટી 20માં 51 રને વિજય મેળવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 19.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ સાથે પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબરી પર આવી ગઇ છે. શ્રેણીની ત્રીજી ટી 20 મેચ 14 ડિસેમ્બરે રમાશે.
- Dec 11, 2025 23:16 IST
IND vs SA 2nd T20I Live : તિલક વર્મા 62 રને આઉટ
તિલક વર્મા 34 બોલમાં 2 ફોર અને 5 સિક્સર સાથે 62 રને. જીતેશ શર્મા 17 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 27 રને આઉટ થયા. આ પછી ભારતે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી.
- Dec 11, 2025 22:25 IST
IND vs SA 2nd T20I Live : હાર્દિક પંડ્યા આઉટ
હાર્દિક પંડ્યા 23 બોલમાં 1 સિક્સર સાથે 20 રન બનાવી કેચ આઉટ થયો. ભારતે 118 રને પાંચમી વિકેટ ગુમાવી.
- Dec 11, 2025 22:15 IST
IND vs SA 2nd T20I Live : તિલક વર્માની અડધી સદી
તિલક વર્માએ 27 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 12.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.
- Dec 11, 2025 21:52 IST
IND vs SA 2nd T20I Live : અક્ષર પટેલ 21 રને આઉટ
અક્ષર પટેલ 21 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 21 રન બાર્ટમેનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 67 રને ચોથી વિકેટ ગુમાવી.
- Dec 11, 2025 21:27 IST
IND vs SA 2nd T20I Live : સૂર્યકુમાર યાદવ આઉટ
સૂર્યકુમાર યાદવ 4 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી જાન્સેનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 32 રને ત્રીજી વિકેટ ગુમાવી.
- Dec 11, 2025 21:13 IST
IND vs SA 2nd T20I Live : બન્ને ઓપનર આઉટ
શુભમન ગિલનું ખરાબ ફોર્મ યથાવત્ રહેતા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના એનગિડીનો શિકાર બન્યો હતો. ભારતે 9 રને પ્રથમ વિકેટ ગુમાવી. અભિષેક શર્મા 8 બોલમાં 2 સિક્સર સાથે 17 રને જાન્સેનનો શિકાર બન્યો હતા. 19 રને બીજી વિકેટ ગુમાવી.
- Dec 11, 2025 20:54 IST
IND vs SA 2nd T20I Live : ભારતને 214 રનનો પડકાર
બીજી ટી 20માં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 4 વિકેટે 213 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે 214 રનનો પડકાર મળ્યો છે. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ 2 અને અક્ષર પટેલે 1 વિકેટ ઝડપી હતી.
- Dec 11, 2025 20:52 IST
IND vs SA 2nd T20I Live : ડોનોવનના અણનમ 30 રન
ડેવિડ મિલરના 12 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 20 રન અને ડોનોવન ફરિરાના 16 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 30 રન.
- Dec 11, 2025 20:50 IST
IND vs SA 2nd T20I Live : ડી કોક 90 રને આઉટ
ડી કોક 46 બોલમાં 5 ફોર અને 7 સિક્સર સાથે 90 રન બનાવી રન આઉટ થયો. ડેવાલ્ડ બ્રેવિસ 10 બોલમાં 14 રને અક્ષર પટેલનો શિકાર બન્યો. દક્ષિણ આફ્રિકાએ 160 રને ચોથી વિકેટ ગુમાવી.
- Dec 11, 2025 20:17 IST
IND vs SA 2nd T20I Live : માર્કરામ આઉટ
માર્કરામ 26 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 29 રને વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો. દક્ષિણ આફ્રિકાએ 121 રને બીજી વિકેટ ગુમાવી.
- Dec 11, 2025 20:03 IST
IND vs SA 2nd T20I Live : અર્શદીપ સિંહે એક ઓવરમાં 7 વાઇડ બોલ ફેંક્યા
અર્શદીપ સિંહે ખરાબ બોલિંગ કરતા 11મી ઓવરમાં કુલ 7 વાઇડ બોલ ફેંક્યા હતા. આ ઓવરમાં તેણે કુલ 18 રન આપ્યા હતા. તેણે કુલ 13 બોલની ઓવર ફેંકી હતી.
- Dec 11, 2025 19:48 IST
IND vs SA 2nd T20I Live : ડી કોકની અડધી સદી
ડી કોકની આક્રમક બેટિંગ. 26 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. દક્ષિણ આફ્રિકાએ 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
- Dec 11, 2025 19:32 IST
IND vs SA 2nd T20I Live : રિઝા હેન્ડ્રીક્સ આઉટ
રિઝા હેન્ડ્રીક્સ 10 બોલમાં 1 સિક્સર સાથે 8 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો. દક્ષિણ આફ્રિકાએ 38 રને પ્રથમ વિકેટ ગુમાવી.
- Dec 11, 2025 18:42 IST
IND vs SA 2nd T20I Live : દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન
એઇડન માર્કરામ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રિઝા હેન્ડ્રીક્સ, ડેવિડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસ, ડોનોવન ફરિરા, માર્કો જાન્સેન, જોર્જ લિન્ડે લુથો સિમ્પલા, લુંગી એનગીડી, બાર્ટમેન.
- Dec 11, 2025 18:36 IST
IND vs SA 2nd T20I Live : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા , શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા , શિવમ દુબે, જીતેશ શર્મા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ , અર્શદીપ સિંહ.
- Dec 11, 2025 18:35 IST
IND vs SA 2nd T20I Live : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી 20 મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.
- Dec 11, 2025 17:41 IST
IND vs SA 2nd T20I Live : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી 20 મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજી ટી 20 મેચ રમાશે. ભારતે પ્રથમ ટી 20 મેચમાં શાનદાર જીત મેળવી પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ બનાવી છે. બીજી ટી 20 મેચ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us