/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/Rohit-Sharma-.jpg)
Rohit Sharma : રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં 20 હજાર રન પુરા કર્યા (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)
Rohit Sharma : રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કરી લીધા છે. તે સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને રાહુલ દ્રવિડ બાદ આવી સિદ્ધિ મેળવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી વિશાખાપટ્ટનમ વન ડે માં 27 રન ફટકાર્યા બાદ આ સિદ્ધિ મેળવી હતી.
અગાઉ રોહિત શર્માએ આ શ્રેણીની પ્રથમ વન ડે મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે શાહિદ આફ્રિદી (351)ને પાછળ છોડીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. હવે તે ભારત માટે 20,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનારો ચોથો ખેલાડી બની ગયો છે.
ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન
- સચિન તેંડુલકર - 34357 રન
- વિરાટ કોહલી - 27910 રન*
- રાહુલ દ્રવિડ - 24208 રન
- રોહિત શર્મા - 20000* રન
- સૌરવ ગાંગુલી - 18575 રન
- (* એક્ટિવ પ્લેયર)
રોહિત શર્માનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ શું છે?
રોહિત શર્માએ ટેસ્ટ અને ટી-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઇ લીધી છે. હવે તે માત્ર વન-ડે રમે છે. તેણે ટી-20 ઇન્ટરનેશનલમાં રેકોર્ડ 5 સદી અને 32 અડધી સદી સાથે 159 મેચમાં 4231 રન બનાવ્યા હતા. જ્યારે હિટમેને ટેસ્ટમાં 67 મેચની 116 ઇનિંગ્સમાં 4301 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટમાં 12 સદી અને 18 અડધી સદી ફટકારી હતી. વન ડેમાં અત્યાર સુધી રોહિત શર્માએ 279 મેચની 271 ઈનિંગ્સમાં 33 સદી અને 61 અડધી સદી સહિત 11516 રન ફટકાર્યા છે.
આ પણ વાંચો - ત્રીજી વન ડેમાં ભારતનો વિજય, શ્રેણી 2-1થી જીતી, યશસ્વીની શાનદાર સદી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિશ્વમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
| ખેલાડી | મેચ | રન | સરેરાશ |
| સચિન તેંડુલકર | 664 | 34,357 | 48.52 |
| કુમાર સંગાકારા | 594 | 28,016 | 46.77 |
| વિરાટ કોહલી * | 555 | 27,910* | 52.46 |
| રિકી પોન્ટિંગ | 560 | 27,483 | 45.95 |
| મહેલા જયવર્દને | 652 | 25,957 | 39.15 |
| જેક્સ કાલિસ | 519 | 25,534 | 49.10 |
| રાહુલ દ્રવિડ | 509 | 24,208 | 45.41 |
| બ્રાયન લારા | 430 | 22,358 | 46.28 |
| જૉ રુટ | 377 | 21,774 | 49.26 |
| સનથ જયસૂર્યા | 586 | 21,032 | 34.14 |
| શિવનારાયણ ચંદ્રપોલ | 454 | 20,988 | 45.72 |
| ઇન્ઝમામ-ઉલ-હક | 499 | 20,580 | 43.32 |
| એબી ડી વિલિયર્સ | 420 | 20,014 | 48.11 |
| રોહિત શર્મા * | 505 | 20,000* | 42.43 |
| ક્રિસ ગેલ | 483 | 19,593 | 37.97 |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us