ભારત વિ. દક્ષિણ આફ્રિકા ત્રીજી ટી-20 : તિલક વર્માની સદી, ટીમ ઇન્ડિયાનો વિજય

Ind vs SA 3rd T20I : તિલક વર્માના 56 બોલમાં 8 ફોર 7 સિક્સર સાથે અણનમ 107 રન. ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-1થી સરસાઇ મેળવી, 15 નવેમ્બરે ચોથી ટી 20 મેચ રમાશે

Ind vs SA 3rd T20I : તિલક વર્માના 56 બોલમાં 8 ફોર 7 સિક્સર સાથે અણનમ 107 રન. ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-1થી સરસાઇ મેળવી, 15 નવેમ્બરે ચોથી ટી 20 મેચ રમાશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Team India

ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં 11 રને વિજય મેળવ્યો (તસવીર - બીસીસીઆઈ)

India vs South Africa 3rd T20I Cricket Score : તિલક વર્માની અણનમ સદી (107) અને અભિષેક શર્માની અડધી સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં 11 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 7 વિકેટે 208 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે ચાર મેચની શ્રેણીમાં 2-1થી સરસાઇ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી અને અંતિમ ટી-20 મેચ 15 નવેમ્બરે રમાશે.

Advertisment

દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ

-ભારત તરફથી અર્શદીપે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. વરુણ ચક્રવર્તીએ 2, જ્યારે હાર્દિક અને અક્ષરને 1-1 વિકેટ મળી હતી.

-માર્કો જેન્સેને 17 બોલમાં 4 ફોર 5 સિક્સરની મદદથી 54 રને અર્શદીપની ઓવરમાં એલબી આઉટ

-માર્કો જેન્સેને 16 બોલમાં 4 ફોર 5 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી.

-દક્ષિણ આફ્રિકાએ 19.2 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-હેનરિચ ક્લાસેન 22 બોલમાં 1 ફોર 4 સિક્સર સાથે 41 રને અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ.

Advertisment

-ડેવિડ મિલર 18 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 18 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો.

-દક્ષિણ આફ્રિકાએ 12.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-એડન માર્કરામ 18 બોલમાં 2 સિક્સર સાથે 29 રને વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.

-ટ્રિસ્ટન સ્ટબ્સ 12 બોલમાં 2 ફોર સાથે 12 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં એલબી આઉટ થયો.

-દક્ષિણ આફ્રિકાએ 5.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-રેના હેન્ડ્રિંક્સ 13 બોલમાં 4 ફોર સાથે 21 રન બનાવી વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો.

-રેયાન રિકલ્ટન 15 બોલમાં 2 ફોર 1 સિક્સર સાથે 20 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં બોલ્ડ થયો.

આ પણ વાંચો - પાર્થિવ પટેલ ગુજરાત ટાઇટન્સ ટીમનો બન્યો ભાગ, ફ્રેન્ચાઇઝીએ આપી આ મોટી જવાબદારી

0

0

ભારત ઇનિંગ્સ

-દક્ષિણ આફ્રિકા તરફથી સિમેલેન અને કેશવ મહારાજને 2-2 વિકેટ મળી.

-ભારતના 20 ઓવરમાં 6 વિકેટે 219 રન.

-તિલક વર્માના 56 બોલમાં 8 ફોર 7 સિક્સર સાથે અણનમ 107 રન.

-રમનદીપ સિંહ 6 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 15 રને રન આઉટ.

-તિલક વર્માએ 51 બોલમાં 8 ફોર 6 સિક્સર સાથે સદી ફટકારી.

-ભારતે 18.3 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-રિંકુ સિંહ 13 બોલમાં 8 રન બનાવી સિમેલેનની ઓવરમાં બોલ્ડ થયો.

-ભારતે 14.5 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-હાર્દિક પંડ્યા 16 બોલમાં 3 ફોર સાથે 18 રન બનાવી કેશવ મહારાજની ઓવરમાં એલબી આઉટ થયો.

-તિલક વર્માએ 32 બોલમાં 3 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.

-સૂર્યકુમાર યાદવ 4 બોલમાં 1 રને સિમેલેનની ઓવરમાં કેચ આઉટ થયો.

-અભિષેક શર્મા 25 બોલમાં 3 ફોર 5 સિક્સર સાથે 50 રન બનાવી કેશવ મહારાજનો શિકાર બન્યો.

-ભારતે 8.1 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-ભારતે 4.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-સંજુ સેમસન 2 બોલમાં ખાતું ખોલ્યા વિના જાન્સેનની ઓવરમાં બોલ્ડ થયો.

-ભારતીય ટીમમાં રમનદીપ સિંહને ડેબ્યૂ કેપ મળી છે

-ભારત સામેની ત્રીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એઇડન માર્કરામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા ટીમ

ભારત : સંજુ સેમસન, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી.

સાઉથ આફ્રિકા : રેયાન રિકલ્ટન, એઇડન માર્કરામ (કેપ્ટન), રેઝા હેન્ડ્રિંક્સ, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, એન્ડિલ સિમેલેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, લુથો સિપામલા.

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ સૂર્યકુમાર યાદવ ક્રિકેટ સ્પોર્ટ્સ