/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Lucknow.jpg)
IND vs SA 4th T20I: ભારત વિ દક્ષિણ આફ્રિકા ચોથી ટી 20 મેચ ફોગના કારણે રદ જાહેર
India vs South Africa Score, 4th T20I : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનઉમાં રમાઇ રહેલી ચોથી ટી 20 મેચ ફોગના કારણે રદ જાહેર કરવામાં આવી છે. ફોગના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ 19 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે.
- Dec 17, 2025 21:43 IST
Ind vs SA 4th T20I Live : ચોથી ટી 20 મેચ ફોગના કારણે રદ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે લખનઉમાં રમાઇ રહેલી ચોથી ટી 20 મેચ ફોગના કારણે રદ જાહેર કરવામાં આવી. ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. શ્રેણીની પાંચમી અને અંતિમ ટી 20 મેચ 19 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં રમાશે.
- Dec 17, 2025 20:14 IST
Ind vs SA 4th T20I Live : 8.30 કલાકે ચોથું ઇન્સ્પેક્શન કરાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી ટી 20 મેચમાં ફોગના કારણે હજુ ટોસ થઇ શક્યો નથી. ટોસનો ટાઇમ સાંજે 6.30 નો હતો અને આ પછી ત્રણ ઇન્સ્પેક્શન કરાયા હતા પણ નિર્ણય થઇ શક્યો નથી. હવે રાત્રે 8.30 કલાકે ફરી ઇન્સ્પેક્શન કરાશે.
- Dec 17, 2025 19:41 IST
Ind vs SA 4th T20I Live : 8.00 કલાકે ત્રીજુ ઇન્સપેક્શન કરાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી ટી 20 મેચમાં ફોગના કારણે ટોસમાં વિલંબ થયો છે. હવે ત્રીજુ ઇન્સપેક્શન 8.00 કલાકે કરાશે. આ પહેલા 6.50 કલાકે અને 7.00 કલાકે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પણ ટોસને લઇને કોઇ નિર્ણય કરાયો ન હતો.
- Dec 17, 2025 19:32 IST
Ind vs SA 4th T20I Live : ફોગના કારણે લખનઉ મેદાનનો નજારો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Lucknow.jpg)
- Dec 17, 2025 19:28 IST
Ind vs SA 4th T20I Live : 7.30 કલાકે બીજુ ઇન્સપેક્શન કરાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી ટી 20 મેચમાં ફોગના કારણે ટોસમાં વિલંબ થયો છે. હવે બીજુ ઇન્સપેક્શન 7.30 કલાકે કરાશે. આ પહેલા સાંજે 6.50 કલાકે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પણ ટોસને લઇને કોઇ નિર્ણય કરાયો ન હતો.
- Dec 17, 2025 18:35 IST
Ind vs SA 4th T20I Live : ફોગના કારણે ટોસમાં વિલંબ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી ટી 20 મેચમાં ફોગના કારણે ટોસમાં વિલંબ થયો છે. સાંજે 6.50 કલાકે નિરીક્ષણ કરાશે અને પછી નિર્ણય કરાશે.
- Dec 17, 2025 18:11 IST
Ind vs SA 4th T20I Live : ભારત વિ દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી ટી 20 મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ચોથી ટી 20 મેચ રમાશે. આ મેચ લખનઉમાં રમાશે. ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-1થી લીડ બનાવી છે. ટીમ ઇન્ડિયા શ્રેણી જીતવા પ્રયત્ન કરશે. જ્યારે દક્ષિણ આફ્રિકા શ્રેણી બરાબરી કરવાનો પ્રયત્ન કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us