India vs South Africa 4th T20I Cricket Score : તિલક વર્મા (અણનમ 120) અને સંજુ સેમસન (અણનમ 109)ની સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની ચોથી ટી-20માં 135 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 1 વિકેટે 283 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 18.2 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે ચાર મેચની શ્રેણીમાં 3-1થી વિજય મેળવ્યો છે.
દક્ષિણ આફ્રિકા ઇનિંગ્સ
-ભારત તરફથી અર્શદીપ સિંહે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને 2-2 વિકેટ મળી.
-દક્ષિણ આફ્રિકા 18.2 ઓવરમાં 148 રનમાં ઓલઆઉટ.
-સિપામાલા 4 બોલમાં 3 રન બનાવી રમનદીપ સિંહનો શિકાર બન્યો.
-કેશવ મહારાજ 8 બોલમાં 6 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ.
-ગેરાલ્ડ કોત્ઝે 8 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે 12 રન બનાવી અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ.
-સિમેલેન 5 બોલમાં 2 રન બનાવી વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો.
-દક્ષિણ આફ્રિકાએ 13 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ટ્રિસ્ટન સ્ટબ્સ 29 બોલમાં 3 ફોર 2 સિક્સર સાથે 43 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં એલબી
-ડેવિડ મિલર 27 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે 36 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો.
-દક્ષિણ આફ્રિકાએ 8.3 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-હેનરિચ ક્લાસેન પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના અર્શદીપની ઓવરમાં એલબી આઉટ થયો.
-એડન માર્કરામ 8 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી અર્શદીપ સિંહનો શિકાર બન્યો.
-રેયાન 6 બોલમાં 1 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો.
-રેઝા હેન્ડ્રિંક્સ 2 બોલમાં ખાતું ખોલાયા વિના અર્શદીપ સિંહની ઓવરમાં બોલ્ડ થયો.
આ પણ વાંચો – તિલક વર્મા અને સંજુ સેમસનની ઝંઝાવાતી સદી, રેકોર્ડની વણઝાર સર્જી
ભારત ઇનિગ્સ
-ભારતના 20 ઓવરમાં 1 વિકેટે 283 રન.
-સંજુ સેમસનના 56 બોલમાં 6 ફોર 9 સિક્સર સાથે અણનમ 109 રન.
-તિલક વર્માના 69 બોલમાં 9 ફોર 10 સિક્સર સાથે અણનમ 120 રન.
-તિલક વર્માએ 41 બોલમાં 6 ફોર 9 સિક્સર સાથે સદી ફટકારી.
-સંજુ સેમસને 51 બોલમાં 6 ફોર 8 સિક્સર સાથે સદી ફટકારી.
-ભારતે 17.5ઓવરમાં 250 રન પુરા કર્યા.
-ભારતે 12.1 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-તિલક વર્માએ 22 બોલમાં 4 ફોર 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ભારતે 11.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-સંજુ સેમસને 28 બોલમાં 5 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-ભારતે 8.3 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-અભિષેક શર્મા 18 બોલમાં 2 ફોર 4 સિક્સર સાથે 36 રન બનાવી સિપામલાની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે 4.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
-ચાર મેચની ટી 20 શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે.
-ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 29 ટી-20 મેચો રમાઇ છે. જેમાં ભારતે 16 મેચમાં જીત મેળવી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાનો 12 મેચમાં વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : સંજુ સેમસન, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી.
સાઉથ આફ્રિકા : રેયાન રિકલ્ટન, એડન માર્કરામ (કેપ્ટન), રેઝા હેન્ડ્રિંક્સ, ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, એન્ડિલ સિમેલેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, લુથો સિપામલા.