Ind vs SA 5th T20I : અમદાવાદમાં ભારતનો વિજય, 3-1થી શ્રેણી જીતી

IND vs SA Cricket Score, 5th T20I : તિલક વર્માના 42 બોલમાં 10 ફોર અને 1 સિક્સર સાથે 73 રન. હાર્દિક પંડ્યાના 25 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે 63 રન. પાંચમી ટી 20માં ભારતનો 30 રને વિજય

IND vs SA Cricket Score, 5th T20I : તિલક વર્માના 42 બોલમાં 10 ફોર અને 1 સિક્સર સાથે 73 રન. હાર્દિક પંડ્યાના 25 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે 63 રન. પાંચમી ટી 20માં ભારતનો 30 રને વિજય

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs South Africa 5th T20I Match Live Score Updates

IND vs SA Live Score Updates, 5th T20I: ભારત વિ દક્ષિણ આફ્રિકા પાંચમી ટી 20 મેચ અપડેટ્સ

India vs South Africa 5th T20I Score : તિલક વર્મા (73) અને હાર્દિક પંડ્યાની (63) અડધી સદી બાદ વરુણ ચક્રવર્તીની શાનદાર બોલિંગ (4 વિકેટ)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની પાંચમી ટી 20માં 30 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 231 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટે 201 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-1થી જીત મેળવી છે. ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. બુમરાહે 2, અર્શદીપ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

Advertisment

ભારત વિ દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન

ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા , શિવમ દુબે, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ , અર્શદીપ સિંહ.

દક્ષિણ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક, રિઝા હેન્ડ્રીક્સ, એઇડન માર્કરામ (કેપ્ટન), ડેવિડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસ, ડોનોવન ફરિરા, માર્કો જાન્સેન, જોર્જ લિન્ડે, કોર્બિન બોશ, લુંગી એનગીડી, ઓટ્ટનેલ બાર્ટમેન.

  • Dec 19, 2025 23:09 IST

    IND vs SA 5th T20I Live : પાંચમી ટી 20માં ભારતનો 30 રને વિજય

    તિલક વર્મા (73) અને હાર્દિક પંડ્યાની (63) અડધી સદી બાદ વરુણ ચક્રવર્તીની શાનદાર બોલિંગ (4 વિકેટ)ની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામેની પાંચમી ટી 20માં 30 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 231 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા 20 ઓવરમાં 8 વિકેટે 201 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-1થી જીત મેળવી છે.



  • Dec 19, 2025 22:59 IST

    IND vs SA 5th T20I Live : આફ્રિકાએ 177 રને આઠમી વિકેટ ગુમાવી

    માર્કરામ 6, ડેવિડ મિલર 18, જોર્જ લિન્ડે, 16, માર્કો જાન્સેન 14 રને આઉટ થયા. દક્ષિણ આફ્રિકાએ 177 રને આઠમી વિકેટ ગુમાવી.



  • Advertisment
  • Dec 19, 2025 22:15 IST

    IND vs SA 5th T20I Live : ડી કોક 65 રને આઉટ

    ડી કોક 35 બોલમાં 9 ફોર અને 3 સિક્સર સાથે 65 રન બનાવી બુમરાહની ઓવરમાં કેચ આઉટ થયો. ડેવાલ્ડ બ્રેવિસ 17 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 31 રને હાર્દિક પંડ્યાની ઓવરમાં કેચ આઉટ થયો. દક્ષિણ આફ્રિકાએ 122 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Dec 19, 2025 21:51 IST

    IND vs SA 5th T20I Live : ડી કોકની અડધી સદી

    ક્વિન્ટોન ડી કોકે 30 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી.



  • Dec 19, 2025 21:44 IST

    IND vs SA 5th T20I Live : રિઝા હેન્ડ્રીક્સ આઉટ

    રિઝા હેન્ડ્રીક્સ 12 બોલમાં 1 ફોર સાથે 13 રને વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો. દક્ષિણ આફ્રિકાએ 69 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Dec 19, 2025 20:59 IST

    IND vs SA 5th T20I Live : દક્ષિણ આફ્રિકાને 232 રનનો પડકાર

    પાંચમી ટી 20 મેચમાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 231 રન બનાવી લીધા છે. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 232 રનનો પડકાર મળ્યો છે. શિવમ દુબે 3 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 10 રને અણનમ રહ્યો.



  • Dec 19, 2025 20:54 IST

    IND vs SA 5th T20I Live : તિલક વર્મા 73 રને રન આઉટ

    હાર્દિક પંડ્યા 25 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે 63 રન બનાવી બાર્ટમેનની ઓવરમાં કેચ આઉટ થયો. તિલક વર્મા 42 બોલમાં 10 ફોર અને 1 સિક્સર સાથે 73 રન બનાવી રન આઉટ થયો. ભારતે 227 રને પાંચમી વિકેટ ગુમાવી.



  • Dec 19, 2025 20:38 IST

    IND vs SA 5th T20I Live : હાર્દિક પંડ્યાની 16 બોલમાં અડધી સદી

    હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 4 ફોર અને 5 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 17.4 ઓવરમાં 200 રન પુરા કર્યા.



  • Dec 19, 2025 20:31 IST

    IND vs SA 5th T20I Live : તિલક વર્માની અડધી સદી

    તિલક વર્માએ 30 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 13.5 ઓવરમાં 150 રન પુરા કર્યા.



  • Dec 19, 2025 20:13 IST

    IND vs SA 5th T20I Live : સૂર્યકુમાર યાદવ ફરી ફ્લોપ

    સૂર્યકુમાર યાદવ ફરી એક વખત ફ્લોપ રહ્યો છે. તે 7 બોલમાં 5 રન બનાવી કોર્બિન બોશની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 115 રને ત્રીજી વિકેટ ગુમાવી.



  • Dec 19, 2025 19:54 IST

    IND vs SA 5th T20I Live : સંજુ સેમસન બોલ્ડ

    સંજુ સેમસન 22 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 37 રન બનાવી જોર્જ લિન્ડેની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 97 રને બીજી વિકેટ ગુમાવી.



  • Dec 19, 2025 19:34 IST

    IND vs SA 5th T20I Live : અભિષેક શર્મા આઉટ

    અભિષેક શર્મા 21 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 34 રને કોર્બિન બોશની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 63 રને પ્રથમ વિકેટ ગુમાવી.



  • Dec 19, 2025 19:27 IST

    IND vs SA 5th T20I Live : ભારતના 50 રન

    અભિષેક શર્મા અને સંજુ સેમસન ઓપનિંગમાં ઉતર્યા. ભારતે 4.4 ઓવરમાં 50 રન પુરા કરી લીધા છે.



  • Dec 19, 2025 18:48 IST

    IND vs SA 5th T20I Live : ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા

    ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. ઇજાને કારણે શુભમન ગિલ બહાર થઇ ગયો છે. તેના સ્થાને સંજુ સેમસનની વાપસી થઇ છે. કુલદીપ યાદવના સ્થાને વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાના સ્થાને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે.



  • Dec 19, 2025 18:40 IST

    IND vs SA 5th T20I Live : દક્ષિણ આફ્રિકા પ્લેઇંગ ઇલેવન

    ક્વિન્ટન ડી કોક, રિઝા હેન્ડ્રીક્સ, એઇડન માર્કરામ (કેપ્ટન), ડેવિડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસ, ડોનોવન ફરિરા, માર્કો જાન્સેન, જોર્જ લિન્ડે, કોર્બિન બોશ, લુંગી એનગીડી, ઓટ્ટનેલ બાર્ટમેન.



  • Dec 19, 2025 18:38 IST

    IND vs SA 5th T20I Live : ભારત પ્લેઇંગ ઇલેવન

    અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા , શિવમ દુબે, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ , અર્શદીપ સિંહ.



  • Dec 19, 2025 18:36 IST

    IND vs SA 5th T20I Live : દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય

    ભારત સામેની પાંચમી ટી 20 મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એઇડન માર્કરામે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.



  • Dec 19, 2025 18:14 IST

    IND vs SA 5th T20I Live : શુભમન ગિલ ઈજાને કારણે પાંચમી ટી 20માંથી બહાર

    પાંચમી ટી 20 મેચની ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાઈસ કેપ્ટન શુભમન ગિલ અંગૂઠાની ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી ટી 20 મેચ રમી શકશે નહીં. તેના સ્થાને સંજુ સેમસન ઇનિંગ્સની શરુઆત કરે તેવી અપેક્ષા છે.



  • Dec 19, 2025 16:54 IST

    IND vs SA 5th T20I Live : ભારત વિ દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચમી ટી 20 મેચ

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પાંચમી અને અંતિમ ટી 20 મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારત પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. ટીમ ઇન્ડિયા શ્રેણી જીતવા પ્રયત્ન કરશે. જ્યારે દક્ષિણ આફ્રિકા શ્રેણી બરાબરી કરવાનો પ્રયત્ન કરશે.



ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સૂર્યકુમાર યાદવ ક્રિકેટ સ્પોર્ટ્સ