T20 World Cup 2024: ટી20 વર્લ્ડ કપ જીતી ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ટી20 વર્લ્ડ કપ 2024ની સમાપ્તિ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ સાથે થઇ હતી. આ મેચમાં ભારતે પ્રોટીઝને 7 રને હરાવીને રોહિત શર્માની કેપ્ટનશીપમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. આ સીરીઝમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરીએ તો રોહિત શર્મા પ્રથમ નંબર પર હતો અને તેણે કેપ્ટન તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિઝનમાં રોહિત શર્મા એ પોતાનો રન ફિગર 250 રને પહોંચ્યો હતો, તો આ લિસ્ટમાં સૂર્યકુમાર યાદવ બીજા અને રિષભ પંત ત્રીજા સ્થાને હતો.
રોહિત શર્મા સૌથી વધુ રન બનાવ્યા
આ વર્લ્ડ કપમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 8 મેચની 8 ઇનિંગ્સમાં 36.71ની એવરેજ અને 156.70ની સ્ટ્રાઇક રેટ સાથે કુલ 257 રન નોંધાવ્યા હતા. રોહિત શર્માએ આ સિઝનમાં 3 અડધી સદી ફટકારી હતી અને તેનો શ્રેષ્ઠ સ્કોર 92 રન છે. આ દરમિયાન તેણે 24 ચોગ્ગા અને 15 સિક્સ ફટકાર્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો હતો, જ્યારે ઓવરઓલ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે બીજા ક્રમે રહ્યો હતો.
ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સૂર્યકુમાર યાદવ બીજા ક્રમે રહ્યો હતો અને તેણે 8 મેચની 8 ઇનિંગ્સમાં 28.42ની એવરેજ સાથે 199 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે આ સમયગાળા દરમિયાન 2 અડધી સદી ફટકારી હતી અને આ દરમિયાન તેનો બેસ્ટ સ્કોર 53 રન હતો અને આ દરમિયાન તેણે 15 ચોગ્ગા અને 10 સિક્સકર ફટકારી છે. રિષભ પંત આ યાદીમાં ત્રીજા ક્રમે હતો અને તેણે 8 મેચમાં 127.61ની એવરેજ સાથે 171 રન પણ ફટકાર્યા હતા અને તેનો શ્રેષ્ઠ સ્કોર 42 રન હતો. આ દરમિયાન તેણે 19 ચોગ્ગા અને 6 સિક્સર ફટકારી છે.

ભારત માટે ટી-20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન
319 રન – વિરાટ કોહલી (2014)296 રન – વિરાટ કોહલી (2022)273 રન – વિરાટ કોહલી (2016)257 રન – રોહિત શર્મા (2024)239 રન – સૂર્યકુમાર (2022)227 રન – ગૌતમ ગંભીર (2007)219 રન – સુરેશ રૈના (2010)200 રન – રોહિત શર્મા (2014)
રોહિત શર્મા એ કેપ્ટન તરીકે જીતી 50 ટી20આઈ
રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું હતુ અને આ સાથે તે 50 ટી20આઈ મેચો જીતનારો દુનિયાનો સૌપ્રથમ કેપ્ટન પણ બન્યો. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 48 જીત સાથે બીજા નંબર પર છે.

આ પણ વાંચો | આઈસીસી પ્રાઇઝ મની : ટી 20 વર્લ્ડ કપ 2024 જીતનાર ટીમ ઇન્ડિયા માલામાલ, જાણો કઇ ટીમને કેટલા રૂપિયા મળશે
ટી20 ઈન્ટરનેશનલ મેચમાં કેપ્ટન તરીકે સૌથી વધુ જીત
50 – રોહિત શર્મા (ભારત)48 – બાબર આઝમ (પાકિસ્તાન)45 – બ્રાયન મસાબા (ઉગા)44 – ઇયોન મોર્ગન (ઇંગ્લેન્ડ)





