IND vs SL 1st ODI Match, ભારત વિ. શ્રીલંકા પ્રથમ વન-ડે સ્કોર : ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વન-ડે ભારે રોમાંચક પછી ટાઇમાં પરિણમી હતી. શ્રીલંકાએ 50 ઓવરમાં 8 વિકેટે 230 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 47.5 ઓવરમાં 230 રનમાં ઓલઆઉટ થતા મેચ ટાઇમાં પરિણમી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વન-ડે 4 ઓગસ્ટના રોજ રમાશે.
ભારત અને શ્રીલંકા વચ્ચે આ બીજી વન-ડે મેચ ટાઇ પડી હતી. આ પહેલા 14 ફેબ્રુઆરી 2012ના રોજ બન્ને ટીમો વચ્ચે મેચ ટાઇ રહી હતી. ભારતને જીતવા માટે 1 રનની જરૂર હતી અને 2 વિકેટો બાકી હતી. જોકે અસલંકાએ બે બોલમાં શિવમ દુબે અને અર્શદીપ સિંહને આઉટ કરી મેચને ટાઇ કરાવી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
શ્રીલંકા : પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, સદીરા સમરવિક્રમા, ચારિથ અસલંકા (કેપ્ટન), જેનિથ લિયાનાગે, વાનિન્દુ હસરંગા, દુનિથ વેલાલેજ, અકિલા ધનંજયા, અસિથા ફર્નાન્ડો, મોહમ્મદ શિરાઝ.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.