IND vs SL 3rd ODI Match Updates, ભારત વિ. શ્રીલંકા ત્રીજી વન-ડે સ્કોર : અવિષ્કા ફર્નાન્ડો (96) અને કુશલ મેન્ડિસની અડધી સદી (59) પછી દુનિથ વેલાલેજના તરખાટ (5 વિકેટ)ની મદદથી શ્રીલંકાએ ત્રીજી વન-ડેમાં ભારત સામે 110 રને વિજય મેળવ્યો છે. શ્રીલંકાએ 50 ઓવરમાં 7 વિકેટે 248 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીન 26.1 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ સાથે શ્રીલંકાએ ત્રણ મેચની વન-ડે શ્રેણી 2-0થી જીતી લીધી છે.
27 વર્ષ પછી શ્રીલંકાની ટીમ ભારત સામે પોતાની ધરતી પર દ્વિપક્ષીય વન-ડે શ્રેણી જીતવા સફળ રહી છે. આ પહેલા 1997માં જીત મેળવી હતી.
ભારત ઇનિંગ્સ
-શ્રીલંકા તરફથી વેલાવેજે 5 વિકેટ, જ્યારે વાન્ડેરસ, મહેશ તિક્ષાણાએ2-2 વિકેટ અને ફર્નાન્ડોએ 1 વિકેટ ઝડપી.
-કુલદીપ યાદવ 30 બોલમાં 6 રન બનાવી એલબી આઉટ થયો.
-વોશિંગ્ટન સુંદર 25 બોલમાં 2 ફોર 3 સિક્સર સાથે 30 રન બનાવી કેચ આઉટ થયો.
-શિવમ દુબે 14 બોલમાં 1 ફોર સાથે 9 રન બનાવી વાન્ડેરસની ઓવરમાં એલબી આઉટ થયો.
-રિયાન પરાગ 13 બોલમાં 2 ફોર સાથે 14 રન બનાવી વાન્ડેરસની ઓવરમાં બોલ્ડ થયો.
-ભારતે 15.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-શ્રેયસ ઐયર 7 બોલમાં 2 ફોર સાથે 8 રન બનાવી વેલાવેજની ઓવરમાં એલબી આઉટ થયો.
-અક્ષર પટેલ 7 બોલમાં 2 રન બનાવી વેલાવેજની ઓવરમાં બોલ્ડ થયો.
-વિરાટ કોહલી 18 બોલમાં 4 ફોર સાથે 20 રન બનાવી વેલાવેજની ઓવરમાં એલબી થયો.
-ઋષભ પંત 9 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી મહેશ તિક્ષાણાની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ.
-રોહિત શર્મા 20 બોલમાં 6 ફોર 1 સિક્સર સાથે 35 રન બનાવી વેલાવેજની ઓવરમાં કેચ આઉટ.
-ભારતે 7 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-શુભમન ગિલ 14 બોલમાં 6 રન બનાવી ફર્નાન્ડોની ઓવરમાં બોલ્ડ થયો.
આ પણ વાંચો – જ્યારે મેરિકોમે 4 કલાકમાં ઘટાડ્યું હતું 2 કિલો વજન, કેવી રીતે મિનિટોમાં વજન ઓછું કરે છે એથ્લેટ્સ?
શ્રીલંકા ઇનિંગ્સ
-ભારત તરફથી રિયાન પરાગે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. જ્યારે સિરાજ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવને 1-1 વિકેટ મળી.
-કામિન્દુ મેન્ડિસના 19 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 23 રન.
-કુશલ મેન્ડિસ 82 બોલમાં 4 ફોર સાથે 59 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો.
-કુશલ મેન્ડિસે 77 બોલમાં 3 ફોર સાથે અડધી સદી ફટકારી.
-શ્રીલંકાએ 43.5 ઓવરમાં 200 રન પુરા કર્યા.
-દુનિથ વેલાલેજ 3 બોલમાં 2 રન બનાવી રિયાન પરાગની ઓવરમાં બોલ્ડ થયો.
-જેનિથ લિયાનાગે 12 બોલમાં 1 ફોર સાથે 8 રન બવાવી વોશિંગ્ટન સુંદરની ઓવરમાં બોલ્ડ થયો.
-સમરવિક્રમા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના સિરાજનો શિકાર બન્યો.
-ચારિથ અસલંકા 12 બોલમાં 1 સિક્સર સાથે 10 રન બનાવી રિયાન પરાગની ઓવરમાં એલબી.
-અવિષ્કા ફર્નાન્ડો 102 બોલમાં 9 ફોર 2 સિક્સર સાથે 96 રન બનાવી રિયાન પરાગની ઓવરમાં એલબી આઉટ.
-અવિષ્કા ફર્નાન્ડોએ 65 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી
-શ્રીલંકાએ 23.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-પથુમ નિસાંકા 65 બોલમાં 5 ફોર 2 સિક્સર સાથે 45 રન બનાવી અક્ષર પટેલનો શિકાર બન્યો.
-શ્રીલંકાએ 10.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-રિયાન પરાગે વન-ડે ડેબ્યૂ કર્યું છે. જ્યારે પંતે 20 મહિના પછી વન-ડેમાં વાપસી કરી.
-ભારતીય ટીમમાં કેએલ રાહુલ અને અર્શદીપના સ્થાને ઋષભ પંત અને રિયાન પરાગને તક આપવામાં આવી છે.
-ત્રીજી અને અંતિમ વન-ડેમાં શ્રીલંકાના કેપ્ટન ચારિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત, શ્રેયસ ઐયર, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા : પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, સદીરા સમરવિક્રમા, ચારિથ અસલંકા (કેપ્ટન), જેનિથ લિયાનાગે, કામિન્દુ મેન્ડિસ, દુનિથ વેલાલેજ, મહેશ તિક્ષાણા, જેફ્રી વાન્ડેરસ, અસિથા ફર્નાન્ડો.