ભારત માટે કરો યા મરો મેચમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? કેવી છે પ્રેમદાસા સ્ટેડિયમની પિચ અને કોલંબોનું હવામાન

IND vs SL 3rd ODI Weather and Pitch report : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી -ડે બુધવારે (6 ઓગસ્ટ) કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડિયા 3 મેચની શ્રેણીમાં 1-0થી પાછળ છે

Written by Ashish Goyal
August 06, 2024 18:36 IST
ભારત માટે કરો યા મરો મેચમાં વરસાદ વિઘ્નરૂપ બનશે? કેવી છે પ્રેમદાસા સ્ટેડિયમની પિચ અને કોલંબોનું હવામાન
IND vs SL 3rd ODI Weather and Pitch report : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન-ડે બુધવારે (6 ઓગસ્ટ) કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે

IND vs SL 3rd ODI Weather and Pitch report : ભારત-શ્રીલંકા વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની ત્રીજી મેચ બુધવારે (6 ઓગસ્ટ) કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની ટીમ માટે કરો યા મરોનો મુકાબલો બનશે. સિરીઝ બચાવવા માટે ભારતે આ મેચ જીતવી જરૂરી છે. હાલ ભારતીય ટીમ 1-0થી પાછળ છે. બીજી વન-ડેમાં ભારતનો પરાજય થયો હતો. જ્યારે પ્રથમ વન-ડે ટાઇ પડી હતી.

આ મેચ પર વરસાદ વિધ્નરૂપ થાય તેવી સંભાવના ઓછી છે. શરુઆતની બે વન ડે પર વરસાદની આગાહી હતી છતા વરસાદ વરસ્યો ન હતો. ભારતીય ટીમ ઇચ્છે છે કે હવામાન પ્રથમ બે વન-ડે જેવું જ રહે. જેથી મેચ પુરી રમાઇ શકે.

કોલંબોની પિચ કેવી છે

કોલંબોની પિચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરનારી ટીમને ચોક્કસ ફાયદો મળશે. કોલંબોની પિચ પછી ધીમી પડી જાય છે. બીજી ઇનિંગ્સમાં બેટિંગ કરવી આસાન નથી. આવી સ્થિતિમાં ટોસ પણ ઘણો મહત્વનો બની રહેશે. શ્રીલંકાએ પ્રથમ બે વન-ડેમાં ટોસ જીત્યો હતો. આ લો સ્કોરિંગ મેચ બની રહેશે તેમ મનાય છે. 240-250નો સ્કોર પડકારજનક સાબિત થશે. સ્પિનરોને રમવું આસાન નહી રહે. છેલ્લી બે મેચમાં ભારતીય મિડલ ઓર્ડર શ્રીલંકાના સ્પિનરોની સામે લાચાર જોવા મળ્યું છે.

આ પણ વાંચો – 53 વર્ષમાં રમાઇ 4752 વન-ડે મેચ, ટાઇ થયેલી મેચોની સંખ્યા 1 % પણ નથી, આ રહ્યું ટાઇ મેચનું લિસ્ટ

કોલંબોમાં ત્રીજી વનડે દરમિયાન હવામાન કેવું રહેશે?

ભારત અને શ્રીલંકા વચ્ચેની નિર્ણાયક મેચ દરમિયાન કોલંબોમાં આકાશ વાદળછાયું રહેશે. વરસાદની 18 ટકા શક્યતા છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. રાત્રે તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. ભેજનું પ્રમાણ 80થી 87 ટકા વચ્ચે રહેવાની શક્યતા છે, જ્યારે 10થી 15 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ભારતની સંભવિત પ્લેઇંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ/ઋષભ પંત, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

શ્રીલંકાની સંભવિત પ્લેઈંગ 11

પથુમ નિસાંકા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલાંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાનાજે, ડુનિથ વેલાલગ, અકિલા ધનંજયા, અસિથા ફર્નાન્ડો, જેફરી વાન્ડરસે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ