ભારત શ્રીલંકા ટી 20 શ્રેણી પર ભારતે 2-0 સાથે કબ્જો જમાવી લીધો છે. કેપ્ટન સૂર્યકુમાર ની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ અગાઉની બંને મેચ જીતી છે. ટી 20 ત્રણ મેચની સિરીઝમાં ભારત વિ શ્રીલંકા વચ્ચે આજે અંતિમ 3જી ટી 20 મેચ રમાશે. ભારત આજે શ્રીલંકાને હરાવી ક્લિન સ્વીપ કરવા માટે આતુર છે.
ભારત વિ શ્રીલંકા વચ્ચેની ટી 20 સિરીઝમાં મહત્વની વાત એ છે કે બંને ટીમ યુવા કેપ્ટનની આગેવાનીમાં રમી રહી છે. ટીમ ઇન્ડિયા કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શ્રીલંકા ટીમ કેપ્ટન ચરિત અસાલંકાની આગેવાનીમાં આજની ત્રીજી અને અંતિમ મેચ જીતવા મરણીયો પ્રયાસ કરશે. ભારત સિરીઝ તો જીતી ગયું છે પરંતુ શ્રીલંકા આજની મેચ જીતી ક્લિન સ્વીપથી બચવા પ્રયાસ કરશે.
ભારત વિ શ્રીલંકા 3જી ટી 20 મેચ લાઇવ સ્ટ્રિમીંગ
ભારત શ્રીલંકા વચ્ચેની આખરી અને 3જી ટી 20 મેચ આજે સાંજે ભારતીય સમયનુસાર 6.30 સાંજે કેન્ડી સ્થિત પલ્લીકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચનું લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઇ શકાશે. સોની લિવ એપ અને સોની લિવ વેબસાઇટ પર પણ તમે ભારત વિ શ્રીલંકા મેચ લાઇવ જોઇ શકશો.
પેરિસ ઓલિમ્પિક 2024 અંગે લેટેસ્ટ સમાચાર જાણવા અહીં ક્લિક કરો
IND vs SL 3rd T20 મેચ પીચ રિપોર્ટ
ભારત વિ શ્રીલંકા 3જી ટી 20 મેચ કેન્ડી સ્થિત પલ્લીકેલે સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકથી મેચ શરુ થશે. પ્રથમ બે મેચમાં પલ્લીકેલે સ્ટેડિયમની વિકેટ બેટિંગ માટે સારી રહી છે. પીચ પર બોલને સારો ઉછાળ મળતો હોવાથી બેટ્સમેન બોલને સારી રીતે સમજી શોટ્સ ફટકારી શકે છે. જોકે બીજી ઇનિંગની વાત કરીએ તો વિકેટ સ્પિનર્સ માટે કેટલેક અંશે ફાયદેરુપ થઇ શકે છે. બીજી ઇનિંગમાં બોલ ફરે છે અને બેટ્સમેનને મુશ્કેલીમાં મુકી શકે છે.
કેન્ડી આજનું હવામાન અપડેટ
ભારત શ્રીલંકા વચ્ચે ટી 20 મેચ જ્યાં રમાવાની છે એ કેન્ડીના આજના હવામાનની વાત કરીએ તો અહીં વરસાદની સંભાવના છે. વરસાદને પગલે મેચમાં રુકાવટ આવી શકે છે. દિવસ દરમિયાન અહીંનું વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે. અહીંનું તાપમાન 22 ડિગ્રી સે. આસપાસ રહેવાની સંભાવના છે.
ભારત વિ શ્રીલંકા ટી 20 હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત શ્રીલંકા વચ્ચે ટી 20 ઇન્ટરનેશનલ 31 મેચ રમાઇ છે. શ્રીલંકા સામે ભારત મજબૂત સ્થિતિમાં છે. ભારત 21 મેચ જીત્યું છે. જ્યારે શ્રીલંકા માત્ર 9 મેચ જ જીતી શક્યું છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે. આ સિરીઝની વાત કરીએ તો ત્રણ મેચની આ શ્રેણીમાં પ્રથમ બંને મેચ ભારત જીત્યું છે. શ્રીલંકા એક પણ મેચ જીતી શક્યું નથી.