મોહમ્મદ શમીએ રચ્યો ઈતિહાસ, વન-ડે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

Mohammad Shami : મોહમ્મદ શમીએ શ્રીલંકા સામે 5 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ ઝડપી. ભારતે સતત સાતમાં વિજય સાથે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો

Written by Ashish Goyal
November 02, 2023 21:45 IST
મોહમ્મદ શમીએ રચ્યો ઈતિહાસ, વન-ડે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
મોહમ્મદ શમીએ શ્રીલંકા સામે 5 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ ઝડપી (Photo: BCCI/Twitter)

World Cup 2023, Ind vs SL: ભારતીય ક્રિકેટ ટીમે શ્રીલંકા સામે વન-ડે વર્લ્ડકપ 2023ની લીગ મેચમાં 302 રનથી મોટી જીત મેળવી છે. શ્રીલંકાને જીતવા માટે 358 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ ભારતીય બોલિંગ સામે આ ટીમ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી અને 19.4 ઓવરમાં 55 રન પર સમેટાઈ ગઈ હતી.

આ જીત સાથે જ ભારતીય ટીમે આ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ મેચમાં ભારત તરફથી 5 વિકેટ ઝડપનાર મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ વર્લ્ડ કપની ત્રણ મેચમાં શમીએ બીજી વખત કમાલ કરી હતી. શમી હવે શ્રીલંકા સામે ફિફ્ટી ફટકારીને વન-ડે વર્લ્ડકપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે. શમીએ આ વર્લ્ડ કપની 3 મેચમાં 14 વિકેટ ઝડપી છે.

મોહમ્મદ શમીએ બનાવ્યો રેકોર્ડ

શમીએ શ્રીલંકા સામે 5 ઓવરમાં 18 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જેમાં એક ઓવર મેડન પણ સામેલ હતી. આ 5 વિકેટ સાથે શમી હવે ભારત તરફથી વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે. તેણે ઝહીર ખાન અને જનાગલ શ્રીનાથનો રેકોર્ડ તોડ્યો હતો. શમીના નામે હવે વર્લ્ડ કપમાં 14 મેચમાં 45 વિકેટ છે. વર્લ્ડ કપમાં ભારત તરફથી ઝહિર ખાન (23 મેચ)અને શ્રીનાથે (34 મેચ) 44-44 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો –  ભારતનો શ્રીલંકા સામે 302 રને વિજય, ટીમ ઇન્ડિયાની સતત ચોથી વખત વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં એન્ટ્રી

શમીએ મિશેલ સ્ટાર્કની બરાબરી કરી

શમીએ વન-ડે વર્લ્ડ કપમાં ત્રીજી વખત એક મેચમાં 5 વિકેટ ઝડપી છે અને આવું કરનાર તે પ્રથમ ભારતીય બોલર બન્યો હતો. આ સાથે જ તેણે કાંગારુ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની બરાબરી કરી લીધી છે. સ્ટાર્કે અત્યાર સુધી વન-ડે વર્લ્ડ કપમાં ત્રણ વખત એક મેચમાં 5 વિકેટ ઝડપી છે.

ભારતનો 302 રને વિજય

શુભમન ગિલ (92), વિરાટ કોહલી (88) અને શ્રૈયસ ઐયરની (82) અડધી સદી પછી મોહમ્મદ શમી (5 વિકેટ) અને મોહમ્મદ સિરાજ (3 વિકેટ)ની ચુસ્ત બોલિંગની મદદથી ભારતે વર્લ્ડ કપ 2023માં શ્રીલંકા સામે 302 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 357 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. ભારતે સતત સાતમાં વિજય સાથે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત માટે શમીએ આ મેચમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. સિરાજને 3 જ્યારે જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને એક-એક સફળતા મળી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ