Mohammed Siraj Takes 4 Wickets of sri lanka Team In Asia cup 2023 Final : એશિયા કપ 2023ની ફાઇનલ મેચમાં શ્રીલંકાની ટીમે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કેપ્ટન દાસુન શનાકાના આ નિર્ણયને ભારતીય બોલર મોહમ્મદે સિરાજે સંપૂર્ણપણ ખોટો સાબિત કર્યો છે. સિરાજે મેચની ચોથી ઓવરમાં એટલી ખતરનાક બોલિંગ કરી કે શ્રીલંકા ટીમની એક પછી એક 5 વિકેટ પડી ગઇ.
ભારતીય બોલર સિરાજ આ મેચમાં હેટ્રિક લઈ શક્યો ન હતો, પરંતુ એક જ ઓવરમાં 4 બેટ્સમેનોને આઉટ કરીને તેણે વિરોધી ટીમને બેકફુટ પર લાવી દીધી હતી. આ સાથે જ સિરાજ એશિયા કપ ફાઇનલમાં 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર પણ બન્યો હતો. સિરાજે ભારત તરફથી એક ઓવરમાં 4 વિકેટ લેનાર પ્રથમ બોલર બનવાનો રેકોર્ડ બનાવ્યો છે.
મોહમ્મદ સિરાજે એક ઓવરમાં 4 વિકેટ ઝડપી
મોહમ્મદ સિરાજે પ્રથમ ઇનિંગની ચોથી ઓવરની તોફાની તોફાની રીતે કરી અને પહેલા જ બોલ પર તેણે નિસાનકાને 2 રનના સ્કોર પર જાડેજાના હાથે કેચ આઉટ કરાવી દીધી. ત્યારબાદ તેણે ત્રીજા બોલ પર શૂન્ય રને સમારાવિક્રમાને LBW આઉટ કર્યો હતો. ચોથા બોલ પર તેણે અસલંકાને શૂન્ય રને ઈશાન કિશનથી કેચ આઉટ કરાવીને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો. ત્યારબાદ ઓવરના છેલ્લા બોલ પર તેણે ધનંજય ડીસિલ્વાને 4 રને કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવીને શ્રીલંકાની ટીમની કમર ભાંગી નાંખી હતી.
મોહમ્મદ સિરાજની ઓવરનો રોમાંચ
પ્રથમ બોલ : નિકાvકા 2 રન બનાવીને આઉટ થયો હતો.બીજો બોલ : કોઈ રન નહીંત્રીજો બોલ : સમારાવિક્રમા શૂન્ય રને LBW આઉટ થયો હતો.ચોથો બોલ : અસલંકા શૂન્ય રને કેચ આઉટ થયો હતો.પાંચમો બોલ : ધનંજય ડીસિલ્વાએ ચોગ્ગો ફટકાર્યોછઠ્ઠા બોલ : ધનંજય ડીસિલ્વા કેચ આઉટ થયો.
મોહમ્મદ સિરાજે ઈતિહાસ રચ્યો, સૌથી ઓછા બોલમાં 5 વિકેટ ઝડપી
એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે ઈતિહાસ રચ્યો છે. સિરાજે વનડે ક્રિકેટ મેચમાં સૌથી બોલમાં 5 વિકેટ ઝડપી લેવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે માત્ર 16 બોલમાં 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો અને આ પહેલા કોઈ ભારતીય બોલરે ODI ક્રિકેટમાં આટલા ઓછા બોલમાં વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો ન હતો.
મોહમ્મદ સિરાજે શમીની બરાબરી કરી
વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી ઝડપી 50 વિકેટ લેવાના મામલે મોહમ્મદ સિરાજ એ મોહમ્મદ શમીની બરાબરી કરી છે. સિરાજે તેની 29મી વનડે મેચમાં 50 વિકેટ પૂરી કરી હતી જ્યારે આની પહેલા શમીએ પણ 29 મેચમાં 50 વિકેટ લીધી હતી. અજિત અગરકરે ભારત માટે 23 મેચમાં ODIમાં સૌથી ઝડપી 50 વિકેટ લીધી છે અને તે પ્રથમ સ્થાને છે જ્યારે સિરાજ હવે આ મામલે શમી સાથે સંયુક્ત રીતે ચોથા સ્થાને આવી ગયો છે.
આ પણ વાંચો | વર્લ્ડ કપ 2023માં કયો ખેલાડી ટીમ ઇન્ડિયા માટે એક્સ ફેક્ટર સાબિત થશે? સ્ટીવ સ્મિથે કર્યો નામનો ખુલાસો
ટીમ ઇન્ડિયા માટે સૌથી ઝડપી 50 વનડે ક્રિકેટમાં વિકેટ લેનાર ખેલાડી
- 23 મેચ – અજીત અગરકર
- 24 મેચ – કુલદીપ યાદવ
- 28 મેચ – જસપ્રીત બુમરાહ
- 29 મેચ – મોહમ્મદ સિરાજ
- 29 મેચ – મોહમ્મદ શમી