Suryakumar Yadav Team Indian Captian : ભારતીય ક્રિકેટમાં 30 વર્ષની ઉંમર બાદ ખેલાડીને વૃદ્ધ માનવામાં આવે છે. ટીમમાં રહેવાના તેના દિવસો ગણવાના શરૂ કરી દેવામાં આવે છે. 30 વર્ષની ઉંમરથી આ શરૂ થાય છે અને 33 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધીમાં તે વધુ મજબૂત બને છે. 35 વર્ષ બાદ ટીમમાં બહુ ઓછા ક્રિકેટરો રહે છે, પરંતુ સૂર્યકુમાર યાદવના કહાનીમાં વાર્તા થોડી અલગ છે.
ટી 20 ક્રિકેટના દિગ્ગજ સૂર્યકુમાર યાદવે 30 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. 33 વર્ષની ઉંમરે તે કેપ્ટન બન્યો હતો. આગામી ટી-20 વર્લ્ડ કપ 2026માં યોજાવાનો છે. ત્યારે તેની ઉંમર 35 વર્ષની હશે. જો બધુ યોગ્ય રહેશે તો તે ભારતીય ટીમની કેપ્ટનશિપ પણ કરતો જોવા મળશે. એક સમય હતો જ્યારે સૂર્યકુમાર યાદવ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરતા હતા. તે આઈપીએલમાં જોરદાર બેટિંગ કરતો હતો. આ પછી પણ તેની ટીમમાં પસંદગી થતી ન હતી. ટીમમાં નામ ના આવવાના કારણે ખેલાડીના પરિવારથી લઈને પ્રશંસકો સુધી બધા જ આશ્ચર્યમાં પડી જતા હતા.
પિતાજી વેબસાઇટ ચેક કરતા હતા
એક ઇન્ટરવ્યુમાં સૂર્યાએ કહ્યું હતું કે જ્યારે પણ ઇન્ડિયા-એ ટીમની જાહેરાત કરવામાં આવતી હતી છે ત્યારે મારા પિતા વેબસાઇટ ચેક કરતા હતા. તે મને ફોન કરતા હતા અને કહેતા હતા કે તારું નામ તેમાં નથી. હું તેમને કહેતો હતો કે કોઈ સમસ્યા નથી. સૂર્યાએ 30 વર્ષની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે પાછું વળીને જોયું નથી. માત્ર 3 વર્ષમાં જ તે શિખર પર પહોંચી ગયો છે.
આ પણ વાંચો – શ્રીલંકા સામે ટી 20 અને વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, સૂર્યકુમાર યાદવ ટી-20 ટીમનો કેપ્ટન
સૂર્યકુમાર યાદવની ટી-20 કારકિર્દીની 7 મોટી વાતો
- 30 વર્ષ – ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ.
- 31 વર્ષ – પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય સદી.
- 32 વર્ષ – આંતરરાષ્ટ્રીય ટી-20માં નંબર 1 બેટ્સમેન.
- 32 વર્ષ – ટી-20 ઈન્ટરનેશનલમાં 900 રેટિંગ પોઈન્ટ્સ સુધી પહોંચનારો પ્રથમ એશિયન ક્રિકેટર.
- 32 વર્ષ – આઈસીસી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર (પ્રથમ વખત).
- 33 વર્ષ – આઈસીસી ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર (બીજી વખત).
- 33 વર્ષ – આંતરરાષ્ટ્રીય ટી 20માં ભારતીય ટીમનો કેપ્ટન.
સૂર્યકુમાર યાદવ ટી 20 કારકિર્દી
સૂર્યકુમાર યાદવ 68 ટી 20 મેચ રમ્યો છે. જેમાં 43.33ની એવરેજથી 2340 રન બનાવ્યા છે. 4 સદી અને 19 અડધી સદી ફટકારી છે. 167.14ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે.