KL Rahul Hundred : ભારતીય ઓપનર કેએલ રાહુલે વેસ્ટ ઈન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. ભારતમાં ટેસ્ટ ક્રિકેટમાં 9 વર્ષ બાદ આ સદીના આધારે રાહુલે વિરાટ કોહલી, રોહિત શર્મા અને ગૌતમ ગંભીરનો આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.
કેએલ રાહુલે રોહિત-ગંભીરનો રેકોર્ડ તોડ્યો
વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ઈનિંગમાં રાહુલે 197 બોલમાં 12 ફોરની મદદથી 100 રન ફટકાર્યા હતા. ઓપનર તરીકે તેણે ભારત માટે 10મી સદી ફટકારી હતી. આ સાથે તે ટેસ્ટમાં ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે પહોંચી ગયો છે. તેણે 9-9 સદી ફટકારનારા રોહિત અને ગંભીરને પાછળ છોડી દીધા છે.
ભારતીય ઓપનર દ્વારા ટેસ્ટમાં સૌથી વધુ સદી
- 33 – સુનીલ ગાવસ્કર
- 22 – વીરેન્દ્ર સહેવાગ
- 12 – મુરલી વિજય
- 10 – કેએલ રાહુલ
- 9 – રોહિત શર્મા
- 9 – ગૌતમ ગંભીર
કેએલ રાહુલે કોહલીને પાછળ છોડી દીધો
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કેએલ રાહુલની આ છઠ્ઠી સદી હતી અને તે ડબલ્યુટીસીમાં કુલ 5 સદી ફટકારનાર વિરાટ કોહલીથી આગળ નીકળી ગયો હતો. રાહુલે 6-6 સદી ફટકારનારા યશસ્વી જયસ્વાલ અને રિષભ પંતની પણ બરોબરી કરી લીધી હતી. આ યાદીમાં રોહિત અને શુભમન ગિલ 9-9 સદી સાથે પ્રથમ સ્થાને છે.
આ પણ વાંચો – બુમરાહે અમદાવાદ ટેસ્ટમાં પુરી કરી ખાસ ‘અડધી સદી’, જવાગલ શ્રીનાથના રેકોર્ડની બરાબરી કરી
WTC માં ભારત માટે સૌથી વધુ સદી
- 9 -રોહિત શર્મા
- 9 – શુભમન ગિલ
- 6 – ઋષભ પંત
- 6 – યશસ્વી જયસ્વાલ
- 6 – કેએલ રાહુલ
- 5 – વિરાટ કોહલી
- 4 – મયંક અગ્રવાલ
- 4 – રવિન્દ્ર જાડેજા
ટેસ્ટમાં ઓપનર તરીકે 26મી વખત 50 પ્લસ ઇનિંગ્સ રમ્યો
કેએલ રાહુલ ભારત માટે ઓપનર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 26 મી વખત 50 થી વધુ રનની ઇનિંગ્સ રમ્યો છે. તે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ 50 થી વધુ રનની ઇનિંગ્સ રમનારા બેટ્સમેનોની યાદીમાં પાંચમા ક્રમે આવી ગયો છે. ટેસ્ટમાં ઓપનર તરીકે સુનીલ ગાવસ્કરે સૌથી વધુ વખત 50 પ્લસની ઇનિંગ્સ રમી છે. તેમણે 75 વખત આવી સિદ્ધિ મેળવેલી છે.
ટેસ્ટમાં ભારતીય ઓપનર દ્વારા સૌથી વધુ 50+ રનનો સ્કોર
- 75 – સુનીલ ગાવસ્કર
- 51 – વીરેન્દ્ર સહેવાગ
- 31 – ગૌતમ ગંભીર
- 27 – મુરલી વિજય
- 26 – કેએલ રાહુલ