બીજી ટી-20 : 7 વર્ષ પછી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારત સામે સતત બે ટી-20 જીતી, શ્રેણીમાં 2-0થી લીડ મેળવી

India vs West Indies 2nd T20 : નિકોલસ પૂરનના 40 બોલમાં 6 ફોર, 4 સિક્સર સાથે 67 રન, બીજી ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝનો 2 વિકેટે વિજય

Written by Ashish Goyal
Updated : August 07, 2023 00:06 IST
બીજી ટી-20 : 7 વર્ષ પછી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારત સામે સતત બે ટી-20 જીતી,  શ્રેણીમાં 2-0થી લીડ મેળવી
India vs West Indies : ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ બીજી ટી-20

India vs West Indies 2nd T20 Score: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ નિકોલસ પૂરનની અડધી સદીની(67) મદદથી વેસ્ટ ઇન્ડીઝે ભારત સામેની બીજી ટી-20માં 2 વિકેટે વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે 18.5 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવી લીધા હતા. આ જીત સાથે વેસ્ટ ઇન્ડીઝે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે. 7 વર્ષ પછી વેસ્ટ ઇન્ડીઝની ટીમ ભારત સામે સતત બે ટી-20 જીતવા સફળ રહ્યું છે. આ પહેલા 2016માં આવું બન્યું હતું.

વેસ્ટ ઇન્ડીઝે 32 રનમાં 3 વિકેટ ગુમાવી

153 રનના પડકાર સામે વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત ખરાબ રહી હતી અને પ્રથમ બોલે જ હાર્દિક પંડ્યાએ બ્રેન્ડોન કિંગને આઉટ કર્યો હતો. જ્હોન્સન ચાર્લ્સ (2) હાર્દિક પંડ્યાનો બીજો શિકાર બન્યો હતો. કાયલ મેયર્સ (15)અર્શદીપ સિંહની ઓવરમાં આઉટ થતા વેસ્ટ ઇન્ડીઝે 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નિકોલસ પૂરને 40 બોલમાં 6 ફોર, 4 સિક્સર સાથે 67 રને મુકેશ કુમારનો શિકાર બન્યો હતો. આ પછી પોવેલે 21 અને હેટમાયરે 22 રન બનાવી જીતમાં યોગદાન આપ્યું હતું.

ટીમ ઇન્ડિયાની ખરાબ શરૂઆત

ભારતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શુભમન ગિલ (7) અને સૂર્યકુમાર યાદવ (1) સસ્તામાં આઉટ થતા ભારતે 18 રને 2 વિકેટ ગુમાવી દીધી હતી. ઇશાન કિશન અને તિલક વર્માએ બાજી સંભાળી ટીમનો સ્કોર 50 રનને પાર પહોંચાડ્યો હતો. આ સમયે ઇશાન કિશન 23 બોલમાં 2 ફોર, 2 સિક્સર સાથે 27 રન બનાવી બોલ્ડ થયો હતો.

આ પણ વાંચો – એશિઝ 2023 : પાંચ વર્ષ જૂના બોલને કારણે ઓસ્ટ્રેલિયાનો થયો પરાજય? કંપનીના માલિક પોતે આ મામલે તપાસ કરશે

તિલક વર્માની અડધી સદી

તિલક વર્માએ શાનદાર બેટિંગ કરતા 41 બોલમાં 5 ફોર, 1 સિક્સર સાથે 51 રન બનાવ્યા હતા. સંજુ સેમસને નિરાશ કરતા 7 રને આઉટ થયો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ આક્રમક બેટિંગ કરતા 18 બોલમાં 2 સિક્સર સાથે 24 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 14 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી હોસિન, અલઝારી જોસેફ અને રોમારિયો શેફર્ડે 2-2 વિકેટ ઝડપી હતી.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારતીય ટીમ : ઇશાન કિશન, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), સંજુ સેમસન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, રવિ બિશ્નોઈ

વેસ્ટ ઇન્ડીઝ ટીમ – બ્રેન્ડોન કિંગ, કાયલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ (કેપ્ટન), શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકેલ હોસિન, અલઝારી જોસેફ, ઓબેડ મેકકોય.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ