વેસ્ટ ઇન્ડીઝ સામે 2-0થી જીત પછી શુભમન ગિલે કહ્યું – ક્યારેક-ક્યારેક સાહસિક નિર્ણય લેવા પડે છે

IND vs WI 2nd Test : ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. મેચ પછી ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે તે તેના ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ મેળવવા માટે બોલ્ડ નિર્ણયો લેવામાં અચકાતો નથી

Written by Ashish Goyal
October 14, 2025 14:44 IST
વેસ્ટ ઇન્ડીઝ સામે 2-0થી જીત પછી શુભમન ગિલે કહ્યું – ક્યારેક-ક્યારેક સાહસિક નિર્ણય લેવા પડે છે
વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતે બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી હતી (તસવીર - @BCCI)

IND vs WI 2nd Test : ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટમાં 7 વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. મેચ પછી ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે કહ્યું હતું કે તે તેના ખેલાડીઓ પાસેથી શ્રેષ્ઠ મેળવવા માટે બોલ્ડ નિર્ણયો લેવામાં અચકાતો નથી. તે આ આકરી પરીક્ષાવાળી ભૂમિકાની આદત પડી ગઇ છે.

કેપ્ટન તરીકેની ગિલની સૌપ્રથમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણી હતી, જે 2-2થી ડ્રો રહી હતી. આ પછી શુભમન ગિલની આગેવાનીમાં ભારતે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી બીજી મેચમાં વિન્ડિઝ સામે 2-0થી ક્લિન સ્વિપ કરતાં સાત વિકેટથી જીત મેળવી હતી.

કેટલાક સાહસિક નિર્ણયો લેવા પડે છે

મેચ બાદ શુભમન ગિલે કહ્યું કે જ્યારે અમે મેચમાં હોઈએ ત્યારે હું તે પરિસ્થિતિમાં સૌથી વધુ સંભવિત નિર્ણય લેવાનો પ્રયાસ કરું છું. કેટલીકવાર તમારે કેટલાક સાહસિક નિર્ણયો લેવા પડે છે અને તે એક્સ ફેક્ટર તેના પર નિર્ભર કરે છે કે કયો ખેલાડી તમને રન અથવા વિકેટ આપી શકે છે.

કેપ્ટન તરીકે તેની પ્રગતિ વિશે પૂછવામાં આવતા 26 વર્ષીય શુભમન ગિલે કહ્યું કે હું કહીશ કે મને આ ટીમના તમામ ખેલાડીઓને સંભાળવાની આદત પડી રહી છે. શુભમન ગિલે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના ફોલોઓન રમવા માટે બોલરો પર વધારાનું શારીરિક દબાણ લાવ્યું હોવાની ટીકાને ફગાવી દીધી હતી.

ફોલોઓન આપવાના નિર્ણયનો બચાવ કર્યો

શુભમન ગિલે કહ્યું કે પરિસ્થિતિ એવી જ હતી. મને જવાબદારી ગમે છે. મને મેદાન પર ઉતરવું ગમે છે. હું તે મારી રીતે કરું છું. મને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયોમાં સામેલ થવું ગમે છે. મને લાગે છે કે તેનાથી મારું સર્વશ્રેષ્ઠ સામે આવે છે. મને લાગે છે કે મારા જીવનમાં આવું જ થઈ રહ્યું છે.

ગિલે કહ્યું કે અમે લગભગ 300 રન આગળ હતા અને વિકેટ એકદમ સૂકી હતી, તેથી અમે વિચાર્યું કે જો અમે 500 રન બનાવીએ અને પાંચમા દિવસે અમારે 6-7 વિકેટ લેવી હોય તો પણ તે અમારા માટે મુશ્કેલ દિવસ હોઈ શકે છે, તેથી તે અમારી વિચાર હતો.

કેપ્ટન્સી અને બેટિંગની જવાબદારીઓ અલગ હોય છે

શુભમન ગિલે શ્રેણી દરમિયાન બેટથી શાનદાર દેખાવ કર્યો હતો અને બંને મેચમાં સદી અને અડધી સદી ફટકારી હતી. તેણે કહ્યું કે તેણે તેની બેટિંગ અને કેપ્ટન્સીની ભૂમિકાઓને અલગ કરવી પડશે. ચોક્કસપણે, જ્યારે હું બેટિંગ કરવા જાઉં છું, ત્યારે તમારે બંનેને અલગ કરવા પડશે.

શુભમન ગિલે કહ્યું કે બેટિંગ એક એવી વસ્તુ છે જે હું 3 કે 4 વર્ષની ઉંમરથી કરું છું, તેથી જ્યારે હું બેટિંગ કરવા જાઉં છું, ત્યારે હું ફક્ત બેટ્સમેન તરીકે નિર્ણયો લેવા માંગુ છું. એક વસ્તુ કે જેના માટે તમે હંમેશા સંઘર્ષ કરો છો તે એ છે કે તમે તમારી ટીમ માટે મેચ કેવી રીતે જીતી શકો છો. એક બેટ્સમેન તરીકે જ્યારે હું મેદાન પર પગ મૂકું છું ત્યારે મારા મનમાં આ જ વિચાર આવે છે.

આ પણ વાંચો – શુભમન ગિલે તોડ્યો બ્રેડમેનનો રેકોર્ડ, બન્યો વર્લ્ડ નંબર 1, કોહલીના આ રેકોર્ડની બરાબરી કરી

ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડીને બેટિંગ ક્રમમાં નંબર 5 પર મોકલવા અંગે શુભમન ગિલે કહ્યું કે તેને મેચમાં એક ઓવર ફેંકવાની તક મળી નથી, પરંતુ અમે નથી ઈચ્છતા કે ખેલાડીઓ માત્ર વિદેશની ધરતી પર મેચ રમે. તેનાથી ખેલાડીઓ પર ઘણું દબાણ પડે છે. અમે એવા ખેલાડીઓ તૈયાર કરવા માંગીએ છીએ જેમને અમને લાગે છે કે વિદેશની ભૂમિ પર મેચો જીતવામાં અમને મદદ કરી શકે. તે અમારા માટે પડકાર રહ્યો છે.

રોહિત-વિરાટ કોહલીની કેપ્ટનશિપ કરવા માટે ગિલ ઉત્સુક

ઓસ્ટ્રેલિયામાં રવિવારથી શરુ થઈ રહેલી 3 મેચોની વન-ડે સિરીઝમાં શુભમન ગિલ સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માનું નેતૃત્વ કરશે. તેણે કહ્યું કે હું તેના માટે ઉત્સુક છું. મને લાગે છે કે છેલ્લા 2-3 વર્ષમાં અમે વન-ડેમાં અમારી શ્રેષ્ઠ ટીમોમાંની એક સામે રમી રહ્યા છીએ. અમારા માટે કંઇ બદલાયું નથી. અમે જે ટીમ સાથે રમી રહ્યા છીએ તે જ ટીમ સાથે અમે વધુ કે ઓછા રમી રહ્યા છીએ.

રોહિત-વિરાટનો જાદુ જોવાની ઇચ્છા

શુભમન ગિલે કહ્યું કે, તેઓ (વિરાટ અને રોહિત) ભૂતકાળમાં અમારા માટે ઘણી મેચ જીતી ચૂક્યા છે. તે છેલ્લા 10-15 વર્ષથી ભારત માટે રમી રહ્યી છે. અમારા માટે, મેચ જીતવી એ એક અનુભવ છે જે અમે અમારી સાથે લાવીએ છીએ. તે એવી વસ્તુ છે જે દરેક ટીમના કેપ્ટન ઇચ્છે છે. અમે ફક્ત ઇચ્છીએ છીએ કે તેઓ મેદાન પર આવે અને તેમનો જાદુ બતાવે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ