IND vs WI 2nd Test Match : શુભમન ગિલની કેપ્ટનશિપમાં ભારતીય ક્રિકેટ ટીમ 10 ઓક્ટોબરથી વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટ મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડ પર રમાશે, જેમાં ભારતીય ટીમ જીતની દાવેદાર મનાય છે. બે ટેસ્ટની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે.
ટેસ્ટ કેપ્ટન તરીકે ગિલ પાસે 1000 રન પુરા કરવાની તક
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન શુભમન ગિલને મોટો રેકોર્ડ બનાવવાની શાનદાર તક મળશે, જેના માટે તેને 196 રનની જરુર છે. શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટન તરીકે 1000 રન પૂરા કરવાની તક છે. આમ તો ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી ટૂંકી ઈનિંગમાં 1000 રન પુરા કરવાનો રેકોર્ડ ડોન બ્રેડમેનના નામે નોંધાયેલો છે પણ ગિલ આ રેકોર્ડને તોડી શકશે નહીં, પણ તે ચોક્કસ તેની નજીક પહોંચશે.
શુભમન ગિલે ટેસ્ટ કેપ્ટન બન્યા બાદ પ્રથમ 10 ઈનિંગમાં 754 રન ફટકાર્યા હતા અને તે પછી તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં વધુ 50 રન ફટકાર્યા હતા અને ટેસ્ટ કેપ્ટન તરીકે તેણે તેની પ્રથમ 11 ઇનિંગ્સમાં કુલ મળીને 805 રન ફટકાર્યા છે. ગિલને કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પુરા કરવા માટે 196 રનની જરુર છે અને તે આ સિદ્ધિ વિન્ડિઝ સામે કરી શકે છે. ભારતીય કેપ્ટન તરીકે ગિલને ટેસ્ટમાં ફાસ્ટેસ્ટ 1000 રન પુરા કરવાની તક મળશે અને તે બહુ અઘરું લાગતું નથી.
આ પણ વાંચો – શું રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પછી જાહેર કરશે નિવૃત્તિ?
સૌથી ઓછી ઈનિંગમાં 1000 રન પુરા કરવાનો રેકોર્ડ બ્રેડમેનના નામે
ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી ઓછી ઈનિંગમાં 1000 રન પુરા કરવાનો રેકોર્ડ બ્રેડમેનના નામે નોંધાયેલો છે, જેમણે 11 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ગિલ બ્રેડમેનનો રેકોર્ડ તોડી શકશે નહીં, પણ તે ચોક્કસ તેની ખૂબ જ નજીક પહોંચશે. બ્રેડમેન બાદ ટેસ્ટ કેપ્ટન તરીકે ગિલ પાસે સૌથી ઓછી ઈનિંગમાં 1000 રન પુરા કરવાની મોટી તક છે.