ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી-20 : સ્પિનર્સ ફરી કરી શકે કમાલ, જાણો ફ્લોરિડામાં કેવી છે પિચ અને મોસમની સ્થિતિ?

Ind vs Wi T-20 Match : અમેરિકાના ફ્લોરિડામાં 12 ઓગસ્ટે ચોથી ટી-20 મેચ રમાશે. આ મેદાન પર ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ટી-20 મેચ રમાઇ છે. જેમાં 4 મેચમાં ભારતનો અને 1 મેચમાં વેસ્ટ ઇન્ડીઝનો વિજય થયો છે. એક મેચનું કોઇ રિઝલ્ટ આવ્યું ન હતું

Written by Ashish Goyal
August 11, 2023 14:57 IST
ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ ચોથી ટી-20 : સ્પિનર્સ ફરી કરી શકે કમાલ, જાણો ફ્લોરિડામાં કેવી છે પિચ અને મોસમની સ્થિતિ?
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની ચોથી મેચ શનિવારે 12 ઓગસ્ટે અમેરિકાના ફ્લોરિડામાં રમાશે (Pics - BCCI)

Ind vs Wi 4th T-20 Match : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણીની ચોથી મેચ શનિવારે 12 ઓગસ્ટે અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. શ્રેણીની બાકી બે મેચ હવે ફ્લોરિડાના લોડરહિલમાં સેન્ટ્રલ બ્રોવાર્ડ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન પર ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે 6 ટી-20 મેચ રમાઇ છે. જેમાં 4 મેચમાં ભારતનો અને 1 મેચમાં વેસ્ટ ઇન્ડીઝનો વિજય થયો છે. એક મેચનું કોઇ રિઝલ્ટ આવ્યું ન હતું. હાલ પાંચ મેચની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝ 2-1થી આગળ છે.

આ પિચ પર થશે ઘણા રન

લોડરહિલના સેન્ટ્રલ બ્રોવાર્ડ પાર્ક સ્ટેડિયમમાં એક હાઇ સ્કોરિંગ મુકાબલો જોવા મળી શકે છે. કારણ કે મેદાનની બાઉન્ડ્રી નાની છે જેથી અહીં ફોર અને સિક્સરોનો વરસાદ જોવા મળી શકે છે. આ મેદાન પર ભારત અંતિમ ટી-20 મેચ વેસ્ટ ઇન્ડીઝ સામે ઓગસ્ટ 2022માં રમ્યું હતું. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 188 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ 100 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.

આ પણ વાંચો – વર્લ્ડ કપમાં પસંદગીના સવાલ પર સૂર્યકુમાર યાદવનો જવાબ, કહ્યું – મારો રોલ નક્કી કરી ચુક્યા છે રોહિત અને રાહુલ સર

પ્રથમ બેટિંગ કરનાર ટીમને મળે છે જીત

આ પિચની એક ખાસિયત છે કે અહીં સ્પિનર્સને મદદ મળે છે. અંતિમ મેચમાં ભારતીય સ્પિનર્સે અહીં 10 વિકેટ ઝડપી હતી. આ સિવાય પિચ પર પ્રથમ બેટિંગ કરનાર ટીમ વધારે વખત જીતે છે. આ ગ્રાઉન્ડ પર કુલ 14 મેચ રમાઇ છે. જેમાં બીજી બેટિંગ કરનાર ટીમ ફક્ત 2 વખત જીત મેળવી શકી છે. આ પિચનો એવરેજ સ્કોર 164 છે. જ્યારે બીજી ઇનિંગ્સનો સ્કોર 123 રન છે.

ફ્લોરિડામાં કેવું રહેશે મોસમ?

મોસમની વાત કરવામાં આવે તો ફ્લોરિડામાં મોસમ ગમે ત્યારે બદલી જાય છે. જોકે 11 ઓગસ્ટથી શહેરમાં વરસાદની સંભાવના છે. શનિવાર અને રવિવારે મેચના દિવસે પણ ફ્લોરિડામાં વરસાદની સંભાવના છે. જોકે આ વરસાદ વધારે નહીં હોય, થોડો-થોડો વરસાદ મેચમાં વિધ્ન રૂપ બની શકે છે. જોકે દર્શકોને પુરી મેચ જોવા મળી શકે છે. ફ્લોરિડામાં રવિવારે 1 મિલિમીટર વરસાદની સંભાવના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ