વર્લ્ડ કપમાં વર્તમાન ટીમ કરતા અલગ હશે ટીમ ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડીઝ સામે પરાજય પછી રાહુલ દ્રવિડનું નિવેદન

IND vs WI : રાહુલ દ્રવિડે કબૂલ્યું હતુ કે ટી-20 શ્રેણીમાં અમે કેટલીક ભૂલો કરી હતી, જેના કારણે અમે શ્રેણી હારી ગયા હતા અને આ ભૂલોને સુધારવી પડશે

Written by Ashish Goyal
August 14, 2023 15:07 IST
વર્લ્ડ કપમાં વર્તમાન ટીમ કરતા અલગ હશે ટીમ ઇન્ડિયા, વેસ્ટ ઇન્ડીઝ સામે પરાજય પછી રાહુલ દ્રવિડનું નિવેદન
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડ (તસવીર - બીસીસીઆઈ)

World Cup 2023 : વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી-20 શ્રેણીમાં પરાજય બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે ટીમની કેટલીક ભૂલો વિશે વાત કરી હતી. પાંચમી અને નિર્ણાયક ટી-20 મેચમાં 8 વિકેટે થયેલા પરાજય પછી રાહુલ દ્રવિડ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સામે આવ્યા હતા. દ્રવિડે કબૂલ્યું હતુ કે ટી-20 શ્રેણીમાં અમે કેટલીક ભૂલો કરી હતી, જેના કારણે અમે શ્રેણી હારી ગયા હતા અને આ ભૂલોને સુધારવી પડશે. દ્રવિડે એમ પણ કહ્યું હતુ કે અમે આ પ્રવાસમાં કેટલાક પ્રયોગો કરવા માંગતા હતા.

હેડ કોચ દ્રવિડે બેટ્સમેનોને નિશાન બનાવ્યા

    રાહુલ દ્રવિડે શ્રેણી ગુમાવ્યા પછી પ્રતિક્રિયા આપતા કહ્યું ક અમે અહીં ટેસ્ટ અને વનડે શ્રેણી જીતી લીધી છે અને અમે તેનાથી ખુશ છીએ. પરંતુ ટી -20 માં અમે પાછળ રહ્યા પછી પણ સારી વાપસી કરી હતી પરંતુ કમનસીબે અમે શ્રેણી જીતી શક્યા નહીં. દ્રવિડે વધુમાં કહ્યું કે અમે કેટલીક ભૂલોને કારણે આ શ્રેણી હારી ગયા હતા. આ દરમિયાન મુખ્ય કોચે બેટ્સમેનોને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે અમારા યુવા ખેલાડીઓ સારી બેટિંગ કરી શક્યા હતા પરંતુ એવું થયું નહીં.

    ‘વર્લ્ડ કપ માટે ટીમ અલગ હશે’

    રાહુલ દ્રવિડે કબૂલ્યું હતુ કે અમે આ પ્રવાસમાં કેટલાક યુવા ખેલાડીઓને અજમાવવા માંગતા હતા. અમે કેટલાક કોમ્બિનેશન પર પણ કામ કર્યું હતુ અને તેમાંથી કેટલુંક પોઝિટિવ પણ બહાર આવ્યું છે. જોકે દ્રવિડે આ સમય દરમિયાન વર્લ્ડ કપ વિશે વાત કરતા સ્પષ્ટ કર્યું હતું કે આ બે મોટી ટૂર્નામેન્ટ્સ પહેલા ટીમને સુધારાની જરુર હતી અને તે નિશ્ચિત છે કે વર્લ્ડ કપની ટીમ હાલની ટીમથી થોડી અલગ હશે.

    આ પણ વાંચો – પાંચમી ટી-20માં ટીમ ઇન્ડિયાનો 8 વિકેટે પરાજય, વેસ્ટ ઇન્ડીઝે 3-2થી શ્રેણી જીતી

    બેટિંગ પર ખાસ ધ્યાન આપવું પડશે – રાહુલ દ્રવિડ

    દ્રવિડે કહ્યું કે અમે વર્લ્ડ કપ માટે એક અલગ ટીમ બનીશું. અમારે કેટલીક જગ્યાઓ પર ખાસ ધ્યાન આપવું પડશે. વેસ્ટ ઇન્ડિઝમાં અમે જે કોમ્બિનેશન અને પ્રયોગો કર્યા છે તેનાથી અમને ફ્લેક્સિબિલિટી મળી નથી. તેથી અમારે કંઈક વધુ સારું કરવા માટે કેટલાક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. દ્રવિડે આ દરમિયાન કહ્યું કે ખાસ કરીને અમારે બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, પરંતુ અમારે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે બેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને બોલિંગ આક્રમણને કમજોર કરી શકીએ નહીં.

    દ્રવિડે ડેબ્યૂ કરનાર ખેલાડીઓની રમતની પ્રશંસા કરી

    આ વાતચીત દરમિયાન કોચ રાહુલ દ્રવિડે વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર ડેબ્યૂ કરનારા યુવા ખેલાડીઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે યશસ્વીએ ચોથી ટી-20માં પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો, જ્યારે તિલક વર્માએ શાનદાર રમત બતાવી હતી. તેણે બતાવ્યું કે તે બેટિંગની સાથે સાથે ફિલ્ડિંગ પણ કરી શકે છે અને શાનદાર બોલિંગ પણ કરી શકે છે. મુકેશે પણ તમામ ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું અને ડેથ ઓવર્સમાં સ્પેશિયાલિસ્ટ બન્યો. આ શ્રેણીમાંથી આવી બાબતો નીકળીને સામે આવી.

    Read More
    આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
    Loading...
    ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ