ટીમ ઇન્ડિયાએ 5 મેચોની ટી 20 સિરિઝમાં પેહલી બે મેચ ગુમાવી બાદ શાનદાર વાપસી કરી હતી. ત્રીજી અને ચોથી ટી20 મેચ જીત્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી ટીમ ઇન્ડિયાએ 5મી ટી 20 મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરીને ટીમ ઇન્ડિયાએ 9 વિકેટ ઉપર 165 રન બનાવ્યા હતા. 166 રનના ટાર્ગેટની ટીમે વેસ્ટઇન્ડિઝની ટીમે આ લક્ષ્યાંકને ખૂબ જ સરળતાથી હાંસલ કરી દીધો હતો. ભારતીય ટીમ 5 મી મેચ હારવાની સાથે જ વેસ્ટઇન્ડિઝની ટીમે 3-2 થી સિરિઝ ઉપર કબ્જો કરી લીધો હતો.
વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ છેલ્લી ટી20માં હાર્યા બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ ઉપર પ્રશ્ન ઊભો થયો છે. બોલિંગ દરમિયાન તેમણે કેટલાક એવા નિર્ણય લીધા જેના કારણે વેસ્ટિઇન્ડિઝ વિરુધ હાર માટે માત્ર ને માત્ર તેમને જવાબદાર માની શકાય.
ટીમ ઇન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ બોલિંગની શરુઆતની પહેલી ઓવરમાં જ 11 રન આપી દીધા હતા. અર્શદીપ સિંહે આગામી ઓવરમાં કાઇલ મેયર્સને પેવેલિયન મોકલી દીધો હતો. ત્યારબાદ માત્ર દાર્દિક પંડ્યા ત્રીજી ઓવરમાં બોલિંગ કરવા આવ્યા. તેમણે 13 રન આપીને પ્રેસર રિલિઝ કરી દીધું. વેસ્ટઇન્ડિઝનો સ્કોર 3 ઓવર બાદ 1 વિકેટ ઉપર 31 રન બનાવ્યા હતા. ત્યારબાદ અર્શદીપ સિંહના ઓવરમાં 13 રન બન્યા. કુલદીપ યાદવે પોતાની પહેલી ઓવરમાં સારી બોલિંગ કરી હતી પંરતુ યુઝવેન્દ્ર ચહલે પોતાની પહેલી ઓવરમાં 14 રન આપ્યા હતા.
ચહલે બોલિંગથી હટાવીને હાર્દિક પંડ્યાએ પોતે બોલિંગ કરી હતી
કુલદીપે આગામી ઓવરમાં 10 રન આપ્યા હતા. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ યુજવેન્દ્ર ચહલની બોલિંગ અટેકથી હટાવીને પોતે બોલિંગ કરવા માટે આવ્યા હતા. તેમની ઓવરમાં 10 રન ગયા હતા. વેસ્ટઇન્ડિઝનો સ્કોર 8 ઓવરમાં 1 વિકેટ પર 81 રન થયો હતો. અહીં જ ટીમ ઇન્ડિયાના હાથમાં મેચ જતી દેખાઈ હતી. જ્યારે દરે બોલરની ઓવરમાં રન જતા હતા તો ચહલને એક ઓવરમાં હટાવવાનો મતલબ શું હતો. ચહલને હટાવ્યા બાદ હાર્દિકે પોતે બોલિંગ નાંખવાની શું જરૂર હતી?
અક્ષર પટેલનો ઉપયોગ કેમ ન કર્યો?
એવું ન્હોતું કે ટીમ ઇન્ડિયા પાસે બોલરનો કોઈ વિકલ્પ ન્હોતો. અક્ષર પટેલ અને મુકેશ કુમાર વિકલ્પ હતો. અક્ષર પટેલથી હાર્દિક પંડ્યાએ ચોથી ટી 20માં બોલિંગની શરુઆત કરાવી હતી. હાર્દિક પંડ્યાએ 5મી ટી20માં તેમણે પહેલા 10 ઓવરમાં બોલિંગ જ ન કરાવી. એવું પહેલીવાર નથી થયું કે સિરિઝમાં હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલની સાથે આવું કર્યું હોય પહેલી બે ટી 20માં પણ હાલત આવી જ હતી. ત્યારબાદ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ટીમમાં આખરે અક્ષર પટેલનો શું રોલ છે?
ચહલ મોંઘો પડ્યો
અક્ષર પટેલ અને મુકેશ કુમારને માત્ર 1-1 ઓવર આપી. હાર્દિક પટેલને તિલક વર્માને 14મી ઓવરમાં બોલિંગ આપી. તિલકે બીજી જ બોલમાં નોલસ પુરનને પેવેલિયન મોકલી દીધો હતો. ત્યારબાદ તેમને બીજી ઓવર આપી જ નહીં. 3 ઓવરમાં 35 રન લૂટાવી ચૂકેલા યુજવેન્દ્ર ચહલને બોલિંગ આપી હતી. તેમણે આ ઓવરમાં 16 રન આપ્યા હતા. ચહલે 4 ઓવરમાં 51 રન આપ્યા હતા. જોકે કુલદીપ યાદવે સારી બોલિંગ કરી પરંતુ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.