/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/ie-virat-kohli-2-3.jpg)
વિરાટ કોહલી ભારતીય સ્ટાર બેટ્સમેન
VIRAT KOHLI: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ મેચના બીજા દિવસની રમતના અંત સુધી 36 રન બનાવી વધુ એક સિધ્ધિ પોતાને નામ કરી છે. વિરાટ કોહલી 36 રન બનાવી યશસ્વી જયસ્વાલ સાથે રમતમાં ચાલુ છે. યશસ્વી જયસ્વાલે પણ પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં સદી નોંધાવી રેકોર્ડ બનાવ્યો છે અને 143 રન બનાવી હજુ રમતમાં છે. બીજા દિવસના અંત સુધી ભારતનો સ્કોર 2 વિકેટ પર 312 રન નોંધાયો છે.
વિરાટ કોહલી એ વિરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલી હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવામાં વિરેન્દ્ર સહેવાગ કરતાં આગળ નીકળી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝ સામે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી 36 રન સાથે મેચમાં ચાલુ છે. આ સાથે જ વિરાટ કોહલીના ટેસ્ટ મેચમાં કુલ 8515 રન થયા છે અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ક્રિકેટરોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયો છે. વિરેન્દ્ર સહેવાગના કુલ રન 8503 હતા જે રેકોર્ડ વિરાટ કોહલીએ તોડ્યો છે અને વિરાટ સહેવાગથી આગળ નીકળી ગયો છે. વિરેન્દ્ર સહેવાગ હવે છઠ્ઠા ક્રમે છે.
સચિન તેંડુલકર આજે પણ ટોપ પર
ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવામાં ટોપ પર આજે પણ સચિન તેંડુલકર છે. સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 15921 રન બનાવ્યા છે. જ્યારે બીજા ક્રમે રાહુલ દ્રવિડ છે. રાહુલ દ્રવિડના નામે 13265 રન છે. ત્રીજા ક્રમે સુનીલ ગાવસ્કર છે. ભારત તરફથી રમતાં સુનિલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 10122 રન બનાવ્યા છે. ચોથા સ્થાને વીવીએસ લક્ષ્મણ છે. વીવીએસ લક્ષ્મણે 8781 રન બનાવ્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓના રન
સચિન તેંડુલકર - 15921 રન
રાહુલ દ્રવિડ - 13265 રન
સુનીલ ગાવસ્કર - 10122 રન
વીવીએસ લક્ષ્મણ - 8781 રન


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us