Live

IND vs ZIM 1st T20I Highlight : ભારત vs ઝિમ્બાબ્વે : ભારતની હાર, ઝિમ્બાબ્વે 13 રને જીત્યું

India vs Zimbabwe 2024 Highlight: ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20માં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત માટે 3 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું. અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રિયાન પરાગે પદાર્પણ કર્યું હતું.

Written by Ankit Patel
Updated : July 06, 2024 21:38 IST
IND vs ZIM 1st T20I Highlight : ભારત vs ઝિમ્બાબ્વે : ભારતની હાર, ઝિમ્બાબ્વે 13 રને જીત્યું
IND vs ZIM T20I Live Streaming: ઇન્ડિયા વિ. ઝિમ્બાવે ટી20 મેચ - Express photo

IND vs ZIM 1st Match Live Telecast Channels: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારે સ્પોર્ટ્સ ક્લબ, હરારે ખાતે પાંચ મેચની T20I શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તો ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 09 વિકેટના નુકશાને 115 રન જ બનાવી શકી હતી. તો સામે ભારતે શરૂઆતમાં જ એક વિકેટ ગુમાવી દીધી હતી, અને પછી ધીમે ધીમે એક પછી એક વિકેટ ફટાફટ પડવા લાગતા હાર તરફ ધકેલાઈ ગઈ, અને 19.5 ઓવરમાં માત્ર 102 રન જ બનાવી શકી. અને 13 રને હારનો સામનો કરવો પડ્યો.

ભીરતીય બોલરોનું સારૂ પ્રદર્શન

તમને જણાવી દઈએ કે, ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ લીધા બાદ ભારતીય બોલરોએ તેમનો દબદબો રાખ્યો હતો અને 20 ઓવરમાં 9 વિકેટના નુકશાને ઝિમ્બાબ્વે માત્ર 115 રન જ બનાવી શકી હતી. ભારતીય બોલરોમાં ખલીલ અહમદે 3 ઓવરમાં 28 રન આપ્યા હતા, વિકેટ લેવામાં સફળતા મળી ન હતી. તો મુકેશ કુમારે 3 ઓવરમાં 17 રપન આપી એક વિકેટ લીધી હતી. સૌથી સારૂ પ્રદર્શન બોલિંગમાં રવિ બિશ્નોઈનું રહ્યું હતું તેણે 4 ઓવરમાં 2 મેડન ઓવર સાથે માત્ર 13 રન જ આપ્યા હતા અને 4 વિકેટ ઝડપી હતી. તો આવેશ ખાન પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો જ્યારે વોશિંગ્ટન સિંદર 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

ભારતીય બેટીંગ લાઈનમાં કોઈ ન ચાલ્યું

તો ભારતીય ટીમ 115 રનના ટાર્ગેટનો પીછો કરવા સાથે મેદાનમાં ઉતરી હતી. પરંતુ પ્રથમ ઓવરમાં જ અભિષેક શર્મા ચાર બોલ રમી 00 રનમાં આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ શુભમન ગિલે થોડો સમય બાજી સંભાળી અને 29 બોલમાં 31 રન બનાવ્યા બાદ તે પણ આઉટ થઈ ગયો. પહેલા ભારતે ચાર અન્ય વિકેટ ગુમાવી જેમાં, રૂતુરાજ ગાયકવાડ 7 રન, રિયાન પરાગ 2 રન, રિંકુ સિંગ એક પણ રન ન બનાવી શક્યો અને ધ્રુવ ઝુરેલ 6 રન બનાવી આઉટ થઈ ગયો. ત્યારબાદ વોશિંગટન સુંદરે એક તરફની બાજી સંભાળી રાખી અને અંત સુધી 34 બોલમાં 27 રન બનાવી ઉભો રહ્યો પરંતુ સામે રવિ બિશ્નોઈ 9 રન, આવેશ ખાન 16 રન, મુકેશ કુમાર 00 અને ખલીલ અહમદ પણ 00 રનમાં જ આઉટ થઈ ગયો અને ભારતીય ટીમ જીત માટેના 116 રનના ટાર્ગેટ સુધી પહોંચી ન શકી.

ભારતે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો

ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20માં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત માટે 3 ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું. અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને રિયાન પરાગે પદાર્પણ કર્યું હતું. જેના પગલે ઝિમ્બાબ્વેની પહેલી બેટિંગ આવી હતી. ઝિમ્બાબ્વે તરફથી ઓપનિંગમાં વેસ્લી માધવેરે અને નિર્દોષ કૈયા ક્રીઝ પર આવ્યા હતા. ભારત તરફથી બોલિંગની શરૂઆત ખલીલ અહેમદે કરી હતી.

ઝિમ્બાબ્વેના બોલરોએ તરખાટ મચાવ્યો

ઝિમ્બાબ્વે તરફથી બોલરોએ શાનદાર બોલિંગ કરી ભારતીય બોલરોને રન બનાવતા રોકી રાખ્યા. ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટે 1 ઓવર નાખી તેમાં એક પણ રન ન આપ્યો. તો વેલિંગ્ટન મસાકાડઝાએ 3 ઓવરમાં માત્ર 15 રન આપી એક વિકેટ ઝડપી. ટેન્ડાઈ ચતારાએ બોલિંગથી તરખાટ મચાવી 3 ઓવર અને પાંચ બોલમાં 3 વિકેટ લીધી અને માત્ર 16 રન જ આપ્યા, તો બ્લેસિંગ મુઝારાબાની એ 04 ઓવરમાં 17 રન આપી એક વિકેટ લીધી, લ્યુક જોંગવેએ 4 ઓવરમાં 1 વિકેટ ખંખેરી 28 રન આપ્યા, તો સિકંદર રઝા (સી) એને પણ 3 વિકેટ લેવામાં સફળતા મળી હતી.

ભારત ટીમ

શુભમન ગિલ (સી), અભિષેક શર્મા, રૂતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિંકુ સિંઘ, ધ્રુવ જુરેલ (ડબલ્યુકે), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર, ખલીલ અહેમદ

ઝિમ્બાબ્વે ટીમ

વેસ્લી માધવેરે, ઈનોસન્ટ કાઈઆ, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (સી), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઈવ મડાન્ડે (ડબ્લ્યુકે), વેલિંગ્ટન મસાકાડઝા, લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારાબાની, ટેન્ડાઈ ચતારા

Live Updates
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ