IND vs ZIM 2nd T20I Highlights : અભિષેક શર્માની સદી, બીજી ટી 20 મેચમાં ભારતનો 100 રને વિજય

Ind vs Zim 2nd T20I Highlights : અભિષેક શર્માના 47 બોલમાં 7 ફોર 8 સિક્સર સાથે 100 રન, ઋતુરાજ ગાયકવાડના 47 બોલમાં 11 ફોર 1 સિક્સર સાથે અણનમ 77 રન. પાંચ મેચની શ્રેણી 1-1થી સરભર

Ind vs Zim 2nd T20I Highlights : અભિષેક શર્માના 47 બોલમાં 7 ફોર 8 સિક્સર સાથે 100 રન, ઋતુરાજ ગાયકવાડના 47 બોલમાં 11 ફોર 1 સિક્સર સાથે અણનમ 77 રન. પાંચ મેચની શ્રેણી 1-1થી સરભર

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
India vs Zimbabwe 2024 Live Score, 2nd T20I Match Latest IND vs ZIM Live Updates, India vs Zimbabwe 2024

IND vs ZIM 2nd T20I Highlights : ભારતનો બીજી ટી 20 મેચમાં ઝિમ્બાબ્વે સામે 100 રને વિજય (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)

IND vs ZIM 2nd T20I Match Updates, ભારત વિ. ઝિમ્બાબ્વે બીજી ટી-20 મેચ સ્કોર : અભિષેક શર્માની સદી અને ઋતુરાજ ગાયકવાડના અણનમ 77 અને રિંકુ સિંહના અણનમ 48 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઝિમ્બાબ્વે સામેની બીજી ટી-20 મેચમાં 100 રને ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 234 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 18.4 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે 5 મેચની શ્રેણી 1-1થી સરભર કરી દીધી છે. ત્રીજી ટી-20 મેચ 10 જુલાઇએ રમાશે.

Advertisment

ઝિમ્બાબ્વે ઇનિંગ્સ

-ભારત તરફથી મુકેશ કુમાર અને અવેશ ખાને 3-3 વિકેટ ઝડપી. રવિ બિશ્નોઇને 2 અને વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ મળી.

-ઝિમ્બાબ્વે 18.4 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ.

-લ્યુક જોંગવે 26 બોલમાં 4 ફોર સાથે 33 રન બનાવી મુકેશ કુમારની ઓવરમાં કેચ આઉટ થયો.

-મુઝારબાની 4 બોલમાં 2 રન બનાવી અવેશ ખાનનો શિકાર બન્યો.

-વેસ્લી માધેવેરે 39 બોલમાં 3 ફોર 1 સિક્સર સાથે 43 રન બનાવી રવિ બિશ્નોઇની ઓવરમાં બોલ્ડ.

Advertisment

-ઝિમ્બાબ્વેએ 14.5 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-મસાકદ્ઝા 3 બોલમાં 1 રન બનાવી રન આઉટ થયો.

-ક્લાઇવ મદાન્ડે 4 બોલમાં ખાતું ખોલાયા વિના રવિ બિશ્નોઇની ઓવરમાં એલબી આઉટ.

-જોનાથન કેમ્પબેલ 18 બોલમાં 10 રન બનાવી વોશિંગ્ટન સુંદરની ઓવરમાં કેચ આઉટ થયો.

-ઝિમ્બાબ્વેએ 5 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-સિકંદર રઝા 4 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી અવેશ ખાનનો બીજો શિકાર બન્યો.

-ડીયોન માયર્સ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના અવેશ ખાનની ઓવરમાં કેચ આઉટ.

-બ્રાયન બેનેટ 9 બોલમાં 1 ફોર 3 સિક્સર સાથે 26 રન બનાવી મુકેશ કુમારનો બીજો શિકાર બન્યો.

-ઇનોસેન્ટ કાઇયા 3 બોલમાં 1 ફોર સાથે 4 રન બનાવી મુકેશ કુમારની ઓવરમાં બોલ્ડ થયો.

આ પણ વાંચો - WTC અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા ભારતીય ટીમની કેપ્ટનશિપ કરશે, જય શાહની જાહેરાત

ભારત ઇનિંગ્સ

-ભારતના 20 ઓવરમાં 2 વિકેટે 234 રન. ઝિમ્બાબ્વેને મેચ જીતવા માટે 235 રનનો વિશાળ પડકાર આપ્યો.

-રિંકુ સિંહના 22 બોલમાં 2 ફોર 5 સિક્સર સાથે અણનમ 48 રન.

-ઋતુરાજ ગાયકવાડના 47 બોલમાં 11 ફોર 1 સિક્સર સાથે અણનમ 77 રન.

-ભારતે 18.4 ઓવરમાં 200 રન પુરા કર્યા.

-ઋતુરાજ ગાયકવાડે 38 બોલમાં 7 ફોર સાથે અડધી સદી ફટકારી

-ભારતે 14.3 ઓવરમાં 150 રન પુરા કર્યા.

-અભિષેક શર્મા 47 બોલમાં 7 ફોર 8 સિક્સર સાથે 100 રન બનાવી મસાકદ્ઝાની ઓવરમાં કેચ આઉટ થયો.

-અભિષેક શર્માએ 46 બોલમાં 7 ફોર 8 સિક્સર સાથે સદી ફટકારી

-ભારતે 11 ઓવરમાં 100 રન પુરા કર્યા.

-અભિષેક શર્માએ 33 બોલમાં 4 ફોર 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી

-ભારતે 8.1 ઓવરમાં 50 રન પુરા કર્યા.

-શુભમન ગિલ 4 બોલમાં 2 રન બનાવી મુઝારબાનીની ઓવરમાં કેચ આઉટ થયો.

- ભારતની ટીમમાં એક ફેરફાર કરાયો છે. ખલીલ અહમદના સ્થાને સાઇ સુદર્શનને તક મળી છે. સુદર્શને ટી-20માં ડેબ્યૂ કર્યું છે.

-કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : શુભમન ગિલ (કેપ્ટન), અભિષેક શર્મા, રુતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, રિંકુ સિંહ, સાઇ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.

ઝિમ્બાબ્વે : વેસ્લી માધવેરે, ઇનોસેન્ટ કાઇયા, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઇ મદાન્ડે (વિકેટકીપર), વેલિંગ્ટન મસાકદઝા, લ્યુક જોંગવે, બ્લેસિંગ મુઝારબાની, તેડઇ ચતારા.

ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમ ભારત ક્રિકેટ ટીમ shubman gill Team India સ્પોર્ટ્સ