IND vs ZIM 4th T20I Match Updates: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 શ્રેણીની ચોથી મેચ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે શનિવારે સાંજે રમાઇ હતી. ભારતે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, અને ઝિમ્બાબ્વેને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 04 વિકેટ પર 152 રન બનાવ્યા હતા. ભારતે ટાર્ગેટનો પીછો કરી યશસ્વી જયસ્વાલના 93 રન અને શુભમન ગિલના 58 રનની મદદથી માત્ર 15.2 ઓવરમાં એક પણ વિકેટના નુકશાન વગર 156 રન બનાવી 10 વિકેટે શાનદાર જીત મેળવી છે. આ સાથે ભારતે પાંચ મેચની સિરીઝમાં 3-1 કબ્જો જમાવી લીધો છે.
તમને જણાવી દઈએ કે, આ શ્રેણીમાં ભારત 2-1થી આગળ હતુ. આજે પણ ભારતે 10 વિકેટે મેચ જીતી જીતી લેતા શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ભારત શ્રેણીની પ્રથમ મેચ હારી ગયું હતું પરંતુ ત્યાર બાદ ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડીઓએ પોતાનો દમ બતાવતાં સળંગ ત્રણ મેચ જીતી છે. આ શ્રેણીમાં શુભમન ગિલ ટીમની કપ્તાની કરી રહ્યો છે. શ્રેણીમાં ઘણા યુવા ચહેરાઓને ડેબ્યૂ કરવાની તક મળી.
બીજી તરફ ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ ટી20 મેચ જીત્યા બાદ પોતાની લય ગુમાવી દીધી હતી. ટીમના બેટ્સમેન કે બોલરો ચાલતા નથી. તેમના પર શ્રેણી ગુમાવવાનો ખતરો મંડરાતો હતો, જે હવે હકીકત બની ગયો અને સિરીઝ ગુમાવી દીધી છે.