IND vs ZIM 5th T20I Match Updates, ભારત વિ. ઝિમ્બાબ્વે પાંચમી ટી-20 મેચ સ્કોર : સંજુ સેમસનની અડધી સદી (58) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે ઝિમ્બાબ્વેની સામેની પાંચમી અને અંતિમ ટી-20માં 42 રને વિજય મેળવ્યો છે. ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 4-1થી વિજય મેળવ્યો છે.
ઝિમ્બાબ્વે ઇનિંગ્સ
-ભારત તરફથી મુકેશ કુમારે સૌથી વધારે 4 વિકેટ ઝડપી. શિવમ દુબેને 2, જ્યારે દેશપાંડે, વોશિંગ્ટન સુંદર અભિષેક શર્માને 1-1 વિકેટ મળી.
-ઝિમ્બાબ્વે 18.3 ઓવરમાં 125 રનમાં ઓલઆઉટ.
-રિચાર્ડ નગરવા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના મુકેશ કુમારની ઓવરમાં બોલ્ડ.
-ફરાઝ અક્રમ 13 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 27 રન બનાવી મુકેશ કુમારનો શિકાર બન્યો.
-બ્રેન્ડન મવુટા 7 બોલમાં 4 રન બનાવી દેશપાંડેની ઓવરમાં કેચ આઉટ થયો.
-ઝિમ્બાબ્વેએ 16.2 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ક્લાઇવ મદાન્ડે 4 બોલમાં 1 રન બનાવી અભિષેક શર્માનો શિકાર બન્યો.
-કેમ્પબેલ 7 બોલમાં 4 રન બનાવી શિવમ દુબેની ઓવરમાં કેચ આઉટ થયો.
-સિકંદર રઝા 12 બોલમાં 8 રન બનાવી રન આઉટ.
-ડિયોન માયર્સ 32 બોલમાં 4 ફોર 1 સિક્સર સાથે 34 રન બનાવી શિવમ દુબેની ઓવરમાં કેચ આઉટ થયો.
-મારુમની 24 બોલમાં 5 ફોર સાથે 27 રન બનાવી વોશિંગ્ટન સુંદરની ઓવરમાં એલબી થયો.
-ઝિમ્બાબ્વેએ 6.4 ઓવરમાં 50 રન પુરા કર્યા.
-બ્રાયન બેનેટે 8 બોલમાં 2 ફોર સાથે 10 રન બનાવી મુકેશ કુમારનો બીજો શિકાર બન્યો.
-વેસ્લી માધેવેરે 3 બોલમાં ખાતું ખોલાયા વિના મુકેશ કુમારની ઓવરમાં બોલ્ડ થયો.
આ પણ વાંચો – IND vs SL: ભારતનો શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ જાહેર, ટી-20 અને વન-ડે સિરીઝની સંપૂર્ણ જાણકારી
ભારત ઇનિંગ્સ
-રિંકુ સિંહ 9 બોલમાં 1 સિક્સર સાથે 11 રને અણનમ. વોશિંગ્ટન સુંદર 1 રને અણનમ.
-શિવમ દુબે 12 બોલમાં 2 ફોર 2 સિક્સર સાથે 26 રન બનાવી રન આઉટ થયો.
-ભારતે 19 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-સંજુ સેમસન 45 બોલમાં 1 ફોર 4 સિક્સર સાથે 58 રન બનાવી મુઝારબાનીની ઓવરમાં કેચ આઉટ થયો.
-સંજુ સેમસને 39 બોલમાં 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-રિયાન પરાગ 24 બોલમાં 1 સિક્સર સાથે 22 રન બનાવી માવુટાની ઓવરમાં કેચ આઉટ થયો.
-ભારતે 12.4 ઓવરમાં 100 રન પુરા કર્યા.
-ભારતે 7.1 ઓવરમાં 50 રન પુરા કર્યા
-શુભમન ગિલ 14 બોલમાં 2 ફોર સાથે 13 રન બનાવી નગરાવાનો શિકાર બન્યો.
-અભિષેક શર્મા 11 બોલમાં 1 ફોર 1 સિક્સર સાથે મુઝારબાનીની ઓવરમાં કેચ આઉટ થયો.
-યશસ્વી જયસ્વાલ 5 બોલમાં 2 સિક્સર સાથે 12 રન બનાવી સિકંદર રઝાની ઓવરમાં બોલ્ડ થયો.
– ઋતુરાજ ગાયકવાડ અને ખલીલ અહમદના સ્થાને રિયાન પરાગ અને મુકેશ કુમારનો સમાવેશ કરાયો છે.
-ભારત સામેની પાંચમી ટી 20 મેચમાં ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, રિયાન પરાગ, સંજુ સેમસન (વિકેટકિપર), શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે, મુકેશ કુમાર.
ઝિમ્બાબ્વે : વેસ્લી માધવેરે, તાદીવાનશે મારુમની, બ્રાયન બેનેટ, સિકંદર રઝા (કેપ્ટન), ડીયોન માયર્સ, જોનાથન કેમ્પબેલ, ક્લાઇ મદાન્ડે (વિકેટકીપર), ફરાઝ અક્રમ, રિચાર્ડ નગરાવા, બ્લેસિંગ મુઝારબાની, બ્રેન્ડન માવુટા.