/indian-express-gujarati/media/media_files/2026/02/26/t20-world-cup-2026-india-vs-zimbabwe-live-score-2026-02-26-16-58-22.jpg)
India vs Zimbabwe T20 Live Cricket Score in gujarati : ટી 20 વર્લ્ડ કપ 2026, ભારત વિ ઝિમ્બાબ્વે મેચ અપડેટ્સ Photograph: (જનસત્તા)
T20 World Cup 2026, India vs Zimbabwe LIVE Cricket Score Updates : ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલા ભારતે 1 ઓવરમાં વિના વિકેટે 13 રન બનાવી લીધા છે. ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતની ટીમમાં બે ફેરફાર કરાયા છે. રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદરના સ્થાને સંજુ સેમસન અને અક્ષર પટેલનો સમાવેશ કરાયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
ઝિમ્બાબ્વે : બ્રાયન બેનેટ, તદીવાનાશે મારુમાની, રાયન બર્લ, ડિયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), તાશિંગા મુસેકિવા, ટોની મુનયોંગા, બ્રેડ ઇવાન્સ, ટીનોટેન્ડા મપોસા, રિચાર્ડ નગારવા, બ્લેસિંગ મુઝારાબાની.
- Feb 26, 2026 19:06 IST
IND vs ZIM Live : સેમસને બીજા બોલે સિક્સર ફટકારી
ભારત તરફથી ઓપનિંગમાં સંજુ સેમસન અને અભિષેક શર્મા ઉતર્યા. બીજા જ બોલે સિક્સર ફટકારી સંજુ સેમસને ખાતું ખોલાવ્યું છે.
- Feb 26, 2026 18:44 IST
IND vs ZIM Live : ઝિમ્બાબ્વે પ્લેઇંગ ઇલેવન
બ્રાયન બેનેટ, તદીવાનાશે મારુમાની, રાયન બર્લ, ડિયોન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), તાશિંગા મુસેકિવા, ટોની મુનયોંગા, બ્રેડ ઇવાન્સ, ટીનોટેન્ડા મપોસા, રિચાર્ડ નગારવા, બ્લેસિંગ મુઝારાબાની.
- Feb 26, 2026 18:44 IST
IND vs ZIM Live : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
- Feb 26, 2026 18:37 IST
IND vs ZIM Live : ઝિમ્બાબ્વેએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલા ભારત સામે ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
- Feb 26, 2026 17:03 IST
IND vs ZIM Live : ભારતની પ્લેઇંગ ઇલેવનમાં થઇ શકે છે બે ફેરફાર
ભારત ઝિમ્બાબ્વે સામે પ્લેઇંગ ઇલેવનમાં સંજુ સેમસનનો સમાવેશ કરી શકે છે, રિંકુ સિંહના બદલે આ સ્થાન મળી શકે છે. વોશિંગ્ટન સુંદરની જગ્યાએ અક્ષર પટેલ પ્લેઇંગ ઇલેવનમાં પરત ફરી શકે છે. સંજુની વાપસી સાથે એવી શક્યતા છે કે તે અને અભિષેક ઇનિંગની શરૂઆત કરશે, જ્યારે ઇશાન કિશન ત્રીજા નંબર પર રમી શકે છે.
- Feb 26, 2026 17:03 IST
IND vs ZIM Live : બન્ને ટીમ માટે જીત જરુરી
સુપર 8 માં ભારત અને ઝિમ્બાબ્વે બંને પોતાની શરૂઆતની મેચ હારી ગયા હતા. પહેલી મેચમાં ભારત દક્ષિણ આફ્રિકા સામે હારી ગયું હતું, જ્યારે ઝિમ્બાબ્વેનો વેસ્ટ ઈન્ડિઝ સામે ભારે પરાજય થયો હતો. જેથી બન્ને માટે જીત જરુરી છે. ચેન્નાઈમાં ભારતે ફક્ત ઝિમ્બાબ્વેને હરાવવું જ નહીં પરંતુ પોતાના રન રેટને પણ ધ્યાનમાં રાખવું પડશે.
- Feb 26, 2026 17:02 IST
IND vs ZIM Live : આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ
ટી20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 ના મુકાબલા ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us