સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની રેકોર્ડ તોડ બેટિંગ, 90 વર્ષમાં જે નથી થયું તે કરી બતાવ્યું

IND Women vs SA Women Test : પ્રથમ દિવસે ભારતે 98 ઓવરમાં 4 વિકેટે 525 રન બનાવ્યા. શેફાલી વર્માના 197 બોલમાં 205 રન, સ્મૃતિ મંધાનાના 161 બોલમાં 149 રન

IND Women vs SA Women Test : પ્રથમ દિવસે ભારતે 98 ઓવરમાં 4 વિકેટે 525 રન બનાવ્યા. શેફાલી વર્માના 197 બોલમાં 205 રન, સ્મૃતિ મંધાનાના 161 બોલમાં 149 રન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Smriti mandhana, Shafali Verma

સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા વચ્ચે પ્રથમ વિકેટ માટે 292 રનની ભાગીદારી નોંધાઇ (તસવીર - બીસીસીઆઈ વુમન ટ્વિટર)

IND Women vs SA Women Test : ભારતીય મહિલા ટીમે સાઉથ આફ્રિકા સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં મજબુત શરુઆત કરી છે. ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ સદી અને ઓપનર શેફાલી વર્માએ બેવડી સદી ફટકારી છે. ચેન્નાઇમાં રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

Advertisment

શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ કેપ્ટનને નિરાશ કર્યા ન હતા અને સદી ફટકારી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 292 રનની ભાગીદારી કરી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. પ્રથમ દિવસે ભારતે 98 ઓવરમાં 4 વિકેટે 525 રન બનાવી લીધા છે. જે એક જ દિવસમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન છે. શેફાલી વર્માએ 197 બોલમાં 205 રન બનાવ્યા હતા. તેણે 23 ફોર અને 8 સિક્સર ફટકારી હતી.

શેફાલી વર્માએ ફોર સાથે સદી પૂરી કરી

39મી ઓવરના છેલ્લા બોલ પર શેફાલી વર્માએ ફાઇન લેગ પર ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. તેણે 113 બોલમાં 100 રન પુરા કર્યા હતા. ટેસ્ટ ફોર્મેટમાં આ તેની પ્રથમ સદી હતી.

આ પણ વાંચો - ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ અને રિઝર્વ ડે ના દિવસે પણ વરસાદનો ખતરો, જાણો તો કોણ બનશે ચેમ્પિયન

Advertisment

સ્મૃતિ મંધાનાનું શાનદાર ફોર્મ યથાવત

40મી ઓવરના પહેલા જ બોલ પર સ્મૃતિ મંધાનાએ પણ એક રન લઈને પોતાની સદી પુરી કરી હતી. મંધાનાએ સદી માટે 122 બોલનો સામનો કર્યો હતો. છેલ્લી પાંચ મેચમાં સ્મૃતિની આ ચોથી સદી છે. તેણે સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં બે સદી ફટકારી હતી. મંધાનાએ 161 બોલમાં 27 ફોર 1 સિક્સર સાથે 149 રન બનાવ્યા હતા.

,

90 વર્ષમાં પ્રથમ વખત મેળવી આવી સિદ્ધિ

બંને ખેલાડીઓ વચ્ચે પ્રથમ વિકેટ માટે 292 રનની ભાગીદારી નોંધાઇ હતી. મહિલા ટેસ્ટ ક્રિકેટના 90 વર્ષના ઈતિહાસમાં આ પહેલી વખત છે જ્યારે ઓપનિંગ જોડીએ 250થી વધુ રનની ભાગીદારી કરી હોય. સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ વિકેટ માટે ભારત તરફથી આ સૌથી મોટી ભાગીદારી છે. અગાઉ 2014માં થિરુસ કામિની અને પૂનમ રાઉતે સાઉથ આફ્રિકા સામે 275 રનની ભાગીદારી કરી હતી.

ભારત ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ ક્રિકેટ સ્પોર્ટ્સ