IND A vs SA A unofficial ODI at Rajkot : ભારત-A અને સાઉથ આફ્રિકા-A વચ્ચેની બે મેચની અનઓફિશિયલ્સ ટેસ્ટ શ્રેણી બાદ હવે 13 નવેમ્બરથી ત્રણ મેચની વન ડેની શ્રેણી રમાશે. આ ત્રણેય અનઓફિશિયલ વન ડે રાજકોટમાં રમાશે. તિલક વર્મા ઇન્ડિયા-A નું વન-ડે શ્રેણીમાં નેતૃત્વ કરશે. આ ટીમમાં ઇશાન કિશન પણ જોવા મળશે, જે લાંબા સમય પછી ટીમ ઇન્ડિયામાં જોવા મળશે.
પ્લેઇંગ ઇલેવનની વાત કરવામાં આવે તો ઋતુરાજ ગાયકવાડ ટીમનો વાઈસ કેપ્ટન છે અને તે અભિષેક શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરશે. ટીમના મિડલ ઓર્ડરમાં કેપ્ટન તિલક વર્મા, રિયાન પરાગ, ઈશાન કિશન, આયુષ બદોની અને વિરાજ નિગમ રહેશે. જ્યારે હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ખલીલ અહમદ ફાસ્ટ બોલિંગ આક્રમણ સંભાળતા જોવા મળી શકે છે. સ્પિનર તરીકે નિશાંત સંધુ, વિરાજ અને બડોની જોવા મળી શકે છે.
પ્રભસિમરનને રાહ જોવી પડશે!
પ્રભસિમરન સિંહને પણ વિકેટકીપર તરીકે ટીમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઓપનર પણ છે અને ઋતુરાજ અને અભિષેક પહેલાથી જ ટીમની સાથે છે. ઇશાન કિશન પણ ઓપનિંગ કરે છે તેથી પ્રભસિમરનને પ્લેઇંગ ઇલેવનમાં રાહ જોવી પડી શકે છે.
ઇન્ડિયા-A અને દક્ષિણ આફ્રિકા-A વચ્ચે અનઓફિશિયલ વન-ડે શ્રેણીનો કાર્યક્રમ
- પ્રથમ અનઓફિશિયલ વન-ડે : 13 નવેમ્બર 2025, રાજકોટ
- બીજી અનઓફિશિયલ વન-ડે : 16 નવેમ્બર 2025, રાજકોટ
- ત્રીજી અનઓફિશિયલ વનડે : 19 નવેમ્બર 2025, રાજકોટ
- (તમામ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે)
ઇન્ડિયા A ટીમ
તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, રિયાન પરાગ, ઇશાન કિશન (વિકેટકીપર), આયુષ બદોની, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), નિશાંત સિંધુ, વિરજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ખલીલ અહમદ.





