T20 World Cup 2022, Weather Report: ટી20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમીફાઈનલ ગુરુવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એડિલેડના એડલેડ ઓવરમાં રમાનારી છે. ટૂર્નામેન્ટમાં અનેક મેચો વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ આ જ ગ્રાઉન્ડ પર થઈ હતી. વરસાદના કારણે આ મેચમાં ઓવર્સનાં કાપ મુકાયો હતો. બીજી ઈનિંગ્સ 16 ઓવરની કરવામાં આવી હતી. મેન ઇન બ્લૂને પાંચ રનથી જીત મળી હતી.
ભારત- ઇંગ્લેન્ડ વચ્ચે મેચ દરમિયાન મૌસમની વાત કરીએ તો એડિલેડમાં ગુરુવારે 40 ટકા વરસાદની સંભાવના છે. ઓસ્ટ્રેલિયાના મોસમ વિભાગ અનુસાર સવારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન વાવાઝોડું પણ આવી શકે છે. અહીં ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે.
10-10 ઓવરની રમત જરૂરી
ઉલ્લેખનીય છે કે સુપર – 12 ની મેચો માટે રિઝર્વ ડે ન્હોતો. પરંતુ નોકઆઉટ તબક્કા માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. એવી સ્થિતિમાં વરસાદ થાય તો ગુરુવારની મેચ ન રમાઈ તો શુક્રવારે મેચ રમાશે. મેચ ત્યાં જ શરુ થશે જ્યાંથી બંધ થઈ હતી. ડકવર્થ લુઈસથી મેચનું પરિણામ કાઢવા માટે બંને ઇનિંગ્સમાં ઓછામાં ઓછી 10-10 ઓવર રમાવવી જોઈએ.
રિઝર્વ ડે પર મેચ નહીં થાય તો શું થશે?
આઈસીસીએ તાજેતરમાં જ નિયમોમાં ફેરફાર કર્યો છે. પહેલા 5-5 ઓવર પરિણામ આવતું હતું. જો વરસાદના કારણે રિઝર્વ ડે ઉપર મેચ ન થઈ શકી તો ગ્રુપ સ્ટેજમાં ટોપ ઉપર રહેનારી ટીમે ફાઈનલમાં પહોંચશે. ઇંગ્લેન્ડ કરતા ભારતના પોઈન્ટ વધારે હતા. આવી સ્થિતિમાં ભારત ફાઇનલમાં પહોંચી જશે. જેનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે.
બેટ્સમેન અને ફાસ્ટ બોલર માટે ફાયદાકાર પીચ
ટી 20 ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં એડિલેડમાં સારો સ્કોર થાય છે. અહીં પહેલી ઇનિંગ્સમાં સરેરાશ સ્કોર 155 છે જ્યારે બીજી ઇનિંગ્સનો સ્કોર સરેરાશ 144 છે. સ્ટેડિયમે અત્યાર સુધી 8 ટી-20 મેચોની મેજબાની કરી છે. આ ગ્રાઉન્ડ ઉપર સૌથી વધારે 233/2 સ્કોર થયો છે. અહીની પીચ સપાટ છે અને બેસ્ટમેનો અને ફાસ્ટ બોલરો માટે ફાયદાકારક છે.