India Announce Squad For Afghanistan Series : દક્ષિણ આફ્રિકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી પુરી થયા બાદ હવે ભારતીય અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે. આ સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી-20 વર્લ્ડકપ 2022 બાદ આ ફોર્મેટમાં ભારત માટે કોઇ મેચ ન રમનાર ટી-20 ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઇ છે. રોહિત શર્મા આ સિરીઝમાં ટી-20 ટીમની કેપ્ટનશિપ કરશે. આ બંને ખેલાડીઓ લગભગ 14 મહિના બાદ ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા છે.
કેએલ રાહુલ ટીમમાંથી બહાર
કેએલ રાહુલ અને શ્રેયસ ઐયરને અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. રિંકુ સિંહ ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. સાથે જ સંજુ સેમસનને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે ટીમમાં વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા નિભાવશે. જ્યારે જીતેશ શર્મા આ ટીમમાં બીજા વિકેટકીપર છે, જે લોઅર ઓર્ડર પર ખૂબ જ ઉપયોગી બેટિંગ કરે છે. રવિન્દ્ર જાડેજાને પણ આ સિરીઝ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી, જ્યારે રવિ બિશ્નોઈની ટીમમાં વાપસી થઈ છે.
આ પણ વાંચો – ચેતેશ્વર પૂજારાએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ફટકારી બેવડી સદી, મુશ્કેલીમાં પડી શકે છે શુભમન ગિલ
ઈજાના કારણે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા નહીં રમે
ઈજાના કારણે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા અને રુતુરાજ ગાયકવાડને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. આ શ્રેણીમાં રોહિત શર્માની કેપ્ટન તરીકેની નિયુક્તિથી સંકેત મળે છે કે તે કદાચ ટી-20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરશે, જ્યારે વિરાટ કોહલી પર પણ આ વર્લ્ડ કપમાં રમવા માટે લગભગ મહોર લાગી ચૂકી છે. આ સિરીઝ માટે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને પણ આરામ આપવામાં આવ્યો છે. મોહમ્મદ શમી અને યુઝવેન્દ્ર ચહલ પણ ટીમ ઇન્ડિયાનો ભાગ નથી.
અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી-20 મેચની શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર.
ભારત-અફઘાનિસ્તાન ટી-20 શ્રેણીનો કાર્યક્રમ
પ્રથમ ટી-20 – 11 જાન્યુઆરી, મોહાલી ,સાંજે 7 વાગ્યેબીજી ટી-20 – 14 જાન્યુઆરી, ઇન્દોર, સાંજે 7 વાગ્યેત્રીજી ટી-20 – 17 જાન્યુઆરી, બેંગલુરું, સાંજે 7 વાગ્યે





