/indian-express-gujarati/media/media_files/2026/01/03/india-odi-squad-2026-01-03-17-10-15.jpg)
IND vs NZ ODI Series : ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી Photograph: (@ShubmanGill)
IND vs NZ ODI Series : ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 11 જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની વન ડે શ્રેણી રમાશે. 3 વન ડે ઉપરાંત 5 મેચની ટી 20 શ્રેણી પણ રમાશે. વન ડે ટીમમાં શ્રેયસ ઐયર અને મોહમ્મદ સિરાજની વાપસી થઇ છે.
શુભમન ગિલ કેપ્ટન
શુભમન ગિલ વન ડે શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે. શુભમન ઈજાને કારણે દક્ષિણ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં ભાગ લઈ શક્યો ન હતો, તેથી કેએલ રાહુલે કેપ્ટનશીપ સંભાળી હતી. ભારતે તે શ્રેણી 2-1થી જીતી હતી. શુભમનની સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને વાઇસ-કેપ્ટન શ્રેયસ ઐયરનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે શ્રેયસ ફિટ જાહેર થાય તો જ શ્રેણીમાં ભાગ લઈ શકશે. શ્રેયસને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી.
મોહમ્મદ શમીને ફરી તક ના મળી
મોહમ્મદ સિરાજ પણ પરત ફર્યો છે. જોકે અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. શમીનો ટીમમાં સમાવેશ કરાયો નથી. શમી છેલ્લે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમતા જોવા મળ્યો હતો, જ્યાં ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું હતું. દેવદત્ત પડિકકલ અને ઇશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી, કારણ કે તેઓ સ્થાનિક ટીમ માટે રમી રહ્યા છે. ઋષભ પંતે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
આ પણ વાંચો - ભારતીય ક્રિકેટ ટીમનો 2026નો કાર્યક્રમ
ભારતની વન ડે ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન)*, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ.
🚨 News 🚨
— BCCI (@BCCI) January 3, 2026
India’s squad for @IDFCFIRSTBank ODI series against New Zealand announced.
Details ▶️ https://t.co/Qpn22XBAPq#TeamIndia | #INDvNZpic.twitter.com/8Qp2WXPS5P
ભારત vs ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણી કાર્યક્રમ
- પહેલી વનડે: 11 જાન્યુઆરી (વડોદરા)
- બીજી વનડે: 14 જાન્યુઆરી (રાજકોટ)
- ત્રીજી વનડે: 18 જાન્યુઆરી (ઈન્દોર)
વનડે શ્રેણી પૂરી થયા બાદ ભારત અને કીવી ટીમ વચ્ચે નાગપુર, રાયપુર, ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમમાં T20 મેચો રમાશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us