/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/India-vs-England-Test-Series.jpg)
India England Tour for Test Series 2025: ભારત ઇંગ્લેન્ડ પ્રવાસ 2025 જાહેર કરાયો છે. (ફોટો ક્રેડિટ BCCI/X)
India vs England Test Series: ભારતે વર્ષ 2007 બાદ ઇંગ્લેન્ડમાં કોઇ ટેસ્ટ મેચ શ્રેણી જીતી નથી. આ સંજોગોમાં ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ 2025 કેવો રહેશે? એ પર સૌની નજર છે. આ પ્રવાસમાં ભારત વિ ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ ગુરુવારના રોજ ભારત વિ ઇંગ્લેન્ડનો જૂન 2025થી શરુ થનાર પાંચ-ટેસ્ટ મેચની શ્રેણીનો શેડ્યૂલ જાહેર કર્યો છે. બે વખતની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલિસ્ટ્સ ઇંગ્લેન્ડ સામે 2025/27 ચક્રની શરૂઆત હેડિંગલી, એજબેસ્ટન, લોર્ડ્સ, ઓલ્ડ ટ્રેફોર્ડ અને ધ ઓવલ ખાતેની પાંચ ટેસ્ટ સાથે કરશે, જેમાં પ્રથમ મેચ 20 જૂનથી શરૂ થવાની છે.
શ્રેણીની શરૂઆત 2023/25 ચક્ર WTC ફાઇનલ પછી થશે, જે જૂનની શરૂઆતમાં લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાવાની સંભાવના છે. 31 જુલાઈથી શરૂ થતી છેલ્લી મેચ સાથે આ પ્રવાસ ઓગસ્ટની શરૂઆત સુધી લંબાશે.
Announced! 🥁
A look at #TeamIndia's fixtures for the 5⃣-match Test series against England in 2025 🙌#ENGvINDpic.twitter.com/wS9ZCVbKAt— BCCI (@BCCI) August 22, 2024
ઈંગ્લેન્ડમાં આ બંને ટીમો વચ્ચેની આ સતત ચોથી શ્રેણી હશે જેમાં ભારત અને ઇંગ્લેન્ડ પાંચ ટેસ્ટ મેચ રમશે. છેલ્લી વખત ભારતે 2021માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો, ત્યારે અંતિમ ટેસ્ટ મેચ 2022 સુધી મુલતવી રાખ્યા બાદ આ શ્રેણી (2-2) ડ્રો થઇ હતી.
2007થી ભારતે હજુ સુધી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી નથી. રાહુલ દ્રવિડની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાઓ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી જીત મેળવી હતી. ઘરઆંગણે 2024ની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ભારતે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં 4-1ના માર્જિનથી વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો- આઈપીએલ 2025 મેગા હરાજી કેવી હશે?
રોહિત શર્મા એન્ડ કંપની પાસે આ વર્ષના અંત સુધીમાં રેડ બોલનું અન્ય કેલેન્ડર છે. જેમાં બાંગ્લાદેશ સામેની બે મેચ અને ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચ ઘરઆંગણે છે અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે ડાઉન અંડર પાંચ ટેસ્ટની શ્રેણી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us