/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/indian-athletes-in-olympics-2024.jpg)
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતના 112 ખેલાડીઓએ ભાગ લીધો હતો (તસવીર - સોશિયલ મીડિયા)
Olympics 2036, ઓલિમ્પિક 2036 : ભારત સરકાર 2036ના ઓલિમ્પિકની યજમાની માટે કટિબદ્ધ છે. ભારતીય વડાપ્રધાન સતત એવું કહેતા આવ્યા છે કે ઓ પોતાના દેશમાં જ ઓલિમ્પિકની યજમાની કરવા માગે છે. હવે આ માટે નક્કર પગલું લેવામાં આવ્યું છે. આ વર્ષે પેરિસમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
2028નોઓલિમ્પિક લોસ એન્જલસમાં યોજાશે. જ્યારે 2032નો ઓલિમ્પિક ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં યોજાવાનો છે. વર્ષ 2036ના ઓલિમ્પિકની યજમાની નક્કી થઈ શકી નથી અને ભારત આ યજમાની મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જો ભારતને 2036ના ઓલિમ્પિક્સની યજમાની મળી જાય તો આ ગેમ્સમાં અમદાવાદમાં રમાય તેવી પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં મોટા પાયે તૈયારી શરુ કરાઇ છે.
ભારતે ભર્યું મહત્વનું પગલું
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય ઓલિમ્પિક સંઘે તારીખ 1 ઓક્ટોબર, 2024ના રોજ ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘને લેટર ઓફ ઇન્ટેન્ટ મોકલી દીધો છે.
પીએમ મોદીએ ઘણી વખત ઇચ્છા વ્યક્ત કરી છે
ગત વર્ષે મુંબઈએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 141માં સેશનની યજમાની કરી હતી. આ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2036 ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો - શિખર ધવનના જીવનમાં ‘મિસ્ટ્રી વુમન’ની એન્ટ્રી, એરપોર્ટ પર સાથે જોવા મળી
આ ઉપરાંત 78માં સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કહ્યું હતું કે 2036માં ભારતમાં ઓલિમ્પિક રમતોનું આયોજન થાય તે દરેક ભારતીયનું સપનું છે અને તે દિશામાં પણ પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ 2023માં ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા આ જ વાત કહી હતી.
ભારતે અત્યાર સુધીમાં 3 મલ્ટી-સ્પોર્ટસ ગેમ્સનું આયોજન કર્યું છે. દેશમાં છેલ્લે 2010માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઇ હતી. આ પહેલાં આપણા દેશમાં 1951 અને 1982માં એશિયન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us