/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/IPL-Trophy.jpg)
આઈપીએલ ટ્રોફી (તસવીર : X/@IPL)
IPL 2025 Suspend News : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સૈન્ય ટકરાવને કારણે આઈપીએલ 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ અંગે સત્તાવાર માહિતી આપી છે. બીસીસીઆઇએ કહ્યું કે ખેલાડીઓની ચિંતા, ચાહકોની લાગણીને ધ્યાનમાં રાખીને તેણે આ નિર્ણય લીધો છે. આઈપીએલનું અપડેટેડ શેડ્યૂલ ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
પડોશી શહેરો જમ્મુ અને પઠાણકોટમાં એર સ્ટ્રાઇકની ચેતવણીને પગલે ગુરુવારે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ અધવચ્ચેથી રદ કરવામાં આવી હતી.
બીસીસીઆઈએ શું કહ્યું
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા તમામ મુખ્ય હિસ્સેદારો સાથે યોગ્ય પરામર્શ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓએ તેમના ખેલાડીઓ માટે ચિંતાઓ અને લાગણીઓ તેમજ બ્રોડકાસ્ટર્સ, પ્રાયોજકો અને ચાહકોના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. બીસીસીઆઇ દેશના સશસ્ત્ર દળોની તાકાત અને સજ્જતામાં દ્રઢ વિશ્વાસ ધરાવે છે. બોર્ડે તમામ હિતધારકોના સામૂહિક હિતમાં આમ કરવું યોગ્ય માન્યું હતું.
🚨 News 🚨
The remainder of ongoing #TATAIPL 2025 suspended with immediate effect for one week.— IndianPremierLeague (@IPL) May 9, 2025
નિવેદનમાં આગળ કહ્યું કે બીસીસીઆઈ આ નિર્ણાયક તબક્કે દેશ સાથે એકતામાં ઉભું છે. અમે ભારત સરકાર, સશસ્ત્ર દળો અને લોકો સાથે એકતા વ્યક્ત કરીએ છીએ. બોર્ડ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી, સાહસ અને નિ:સ્વાર્થ સેવાને સલામ કરે છે, જેમના વીર પ્રયત્નોએ દેશની સેવા કરી છે.
આ પણ વાંચો - રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો, ઘણા વિદેશી ક્રિકેટરો પાકિસ્તાન છોડવાની તૈયારીમાં
કુલ 58 મેચો રમાઈ છે
આઇપીએલ 2025માં 58 મેચો રમાઇ છે અને હજુ 12 મેચો રમવાની બાકી છે, ત્યારે બીસીસીઆઇ આગળ શું કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે. એક રસ્તો એ છે કે એક સપ્તાહ બાદની પરિસ્થિતિનો તાગ મેળવીને ટૂર્નામેન્ટની શરુઆત 10 દિવસ બાદ ડબલ હેડરથી કરવામાં આવે. જો તે શક્ય નહીં બને તો બીસીસીઆઇએ વિન્ડોની રાહ જોવી પડશે કારણ કે આગામી મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ભરમાર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us