India Won Asia Cup 2025: એશિયા કપમાં ભારતનો ‘વિજય તિલક’, પાકિસ્તાનને રગદોળ્યું

India vs Pakistan Asia Cup Final 2025 | India Won by 5 Wickets: ટીમ ઇન્ડિયાએ 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. તિલક વર્માએ એક શાનદાર ઇનિંગ રમી. 53 બોલમાં 69 રનની તેમની ઇનિંગ ભારતને આવનારા વર્ષો સુધી યાદ રહેશે. ટીમ ઇન્ડિયા 9મી વખત એશિયા કપનું ચેમ્પિયન બની છે.

Written by Ajay Saroya
Updated : September 29, 2025 00:28 IST
India Won Asia Cup 2025: એશિયા કપમાં ભારતનો ‘વિજય તિલક’, પાકિસ્તાનને રગદોળ્યું
IND vs PAK T20 Match Asia Cup 2025 Final Today Match Live Score: ભારત પાકિસ્તાન ટી20 મેચ એશિયા કપ 2025 ફાઇનલ મેચ લાઇવ સ્કોર. (Photo: Social Media)

India Won Asia Cup 2025 Final against Pakistan: એશિયા કપ 2025 ના ફાઇનલમાં ટીમ ઇન્ડિયા પાકિસ્તાનનો સામનો કરી રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું. કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપીને જોરદાર તબાહી મચાવી. પાકિસ્તાને પોતાની છેલ્લી નવ વિકેટ માત્ર 33 રનમાં ગુમાવી દીધી. ટીમ ઇન્ડિયાએ 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. તિલક વર્માએ એક શાનદાર ઇનિંગ રમી. 53 બોલમાં 69 રનની તેમની ઇનિંગ ભારતને આવનારા વર્ષો સુધી યાદ રહેશે. ટીમ ઇન્ડિયા 9મી વખત એશિયા કપનું ચેમ્પિયન બની છે.

41 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ભારત અને પાકિસ્તાન આ ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં આમને-સામને છે. ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

ફાઈનલમાં પાકિસ્તાનનો રેકોર્ડ વધુ સારો છે. તેણે 12માંથી 8 વખત જીત મેળવી છે. 4 વખત જીત્યો. છેલ્લે ફાઈનલમાં બંને આમને-સામને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યા હતા. પાકિસ્તાન જીતી ગયું હતું. ટી 20માં બંને ટીમો ફાઈનલમાં એક વખત ટકરાઈ ચુકી છે. ભારતે 2007ના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં જીત મેળવી હતી.

Asia Cup, 2025Dubai International Stadium, Dubai

Match Ended

India 150/5 (19.4)

vs

Pakistan 146 (19.1)

Match Ended ( Final )

India beat Pakistan by 5 wickets

Live Updates

IND vs PAK Final Live Score: ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની

ટીમ ઇન્ડિયાએ 9મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. તિલક વર્માએ એક શાનદાર ઇનિંગ રમી. 53 બોલમાં 69 રનની તેમની ઇનિંગ ભારતને આવનારા વર્ષો સુધી યાદ રહેશે. ટીમ ઇન્ડિયા 9મી વખત એશિયા કપનું ચેમ્પિયન બની છે.

IND vs PAK Final Live Score: એશિયા કપ પર ભારતનો કબજો

દૂબઈમાં ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 પર કબજો કરી લીધો છે. ભારતીય ટીમે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું છે. આજની મેચમાં તિલક વર્માએ શાનદાન ઇનિંગ રમી અને 53 બોલમાં 69 ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 4 સિક્સર અને 3 ફોર ફટકારી હતી.

IND vs PAK Final Live Score: શિવમ દૂબે આઉટ

19મી ઓવરના છેલ્લા બોલ પર મોટો શોટ મારતા શિવમ દૂબે કેચ આઉટ થયો છે. ભારતને હવે 6 બોલમાં 10 રનની જરૂર છે. શિવમ દૂબે 22 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો છે.

IND vs PAK Final Live Score: બોલર ફહીમ અશરફ મુશ્કેલીમાં

ફહીમ અશરફ મુશ્કેલીમાં હોય તેવું લાગે છે અને બોલિંગ કરી શકતો નથી. પાકિસ્તાન માટે આ ખરાબ સમાચાર છે. રમત ખૂબ જ ખરાબ રીતે અટકી ગઈ છે. ગૌતમ ગંભીર પાકિસ્તાની બોલરના વર્તનથી ખુશ નથી.

IND vs PAK Final Live Score: ભારત જીતથી 17 રન દૂર

ટીમ ઈન્ડિયાને જીતવા માટે 12 બોલમાં 17 રનની જરૂર છે. હાલમાં તિલક વર્મા 58 રન અને શિવમ દૂબે 28 રન સાથે ક્રિઝ પર છે.

IND vs PAK Final Live Score: તિલક વર્માની અડધી સદી પૂર્ણ

તિલક વર્માએ 41 બોલમાં એક અદ્ભુત અડધી સદી પૂર્ણ કરી લીધી છે. દબાણ હેઠળ રમાયેલી તિલકની ઇનિંગ ખરેખર યાદગાર છે. હવે આગામી ચાર ઓવરમાં જીતવા માટે ફક્ત 36 રનની જરૂર છે.

IND vs PAK Final Live Score: સંજુ સેમસન આઉટ

ભારતની ચોથી વિકેટ પડી ગઈ છે. સંજુ સેમસન 24 રન બનાવીને આઉટ થયો છે. તેણે બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો છે. ભારતનો લાઈવ સ્કોર 77/4.

IND vs PAK Final Live Score: ભારતનો સ્કોર 50 રન

ભારતનો સ્કોર હવે 50 રન સુધી પહોંચી ગયો છે. એક પછી એક ત્રણ વિકેટ પડી ગઈ પરંતુ સંજુ સેમસન અને તિલક વર્માએ હવે ઇનિંગ્સને સ્થિર કરી છે. હાલમાં સંજુ 11 અને તિલક 20 રન પર રમી રહ્યા છે.

IND vs PAK Final Live Score: સંજુ સેમસનને જીવનદાન મળ્યું

સંજુ સેમસનને જીવનદાન મળ્યું છે. મોટો શોટ રમવાના પ્રયાસમાં સંજુએ બોલ સીધો હુસૈન તલતના હાથમાં ફટકાર્યો પરંતુ તલતે એક સરળ કેચ છોડી દીધો.

IND vs PAK Final Live Score: 8 ઓવર પછી ટીમ ઈન્ડિયા 49/3

8 ઓવર પછી ટીમ ઈન્ડિયાના સ્કોર બોર્ડ પર 49 રન છે. તિલક વર્મા સારા ફોર્મમાં છે. સંજુ સેમસનને તેને સાથ આપવો પડશે.

IND vs PAK Final Live Score: શુભમન ગિલ પણ આઉટ

શુભમન ગિલ ફક્ત 12 રન બનાવીને આઉટ થયો છે. પાકિસ્તાન માટે આ એક મોટી વિકેટ છે, અને ભારતીય ટીમ હવે ભારે દબાણ હેઠળ છે.

IND vs PAK Final Live Score: સૂર્યકુમાર પણ આઉટ

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ પેવેલિયનમાં પરત ફર્યો છે. સૂર્યકુમાર માત્ર એક રન બનાવીને આઉટ થયો છે. ટીમ ઈન્ડિયાએ માત્ર 10 રન પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી છે.

IND vs PAK Final Live Score: ટીમ ઈન્ડિયા 2 ઓવર પછી 10/1

ટીમ ઈન્ડિયાના 2 ઓવર પછી સ્કોરબોર્ડ પર 10 રન છે. સૂર્યકુમાર અને શુભમન ગિલને હવે અહીંથી ભાગીદારી કરવાની જરૂર છે.

IND vs PAK Final Live Score: અભિષેક શર્મા સસ્તામાં આઉટ

અભિષેક શર્માને ફહીમ અશરફ દ્વારા માત્ર 5 રનમાં સસ્તામાં આઉટ કરવામાં આવ્યો. ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ફટકો હતો.

IND vs PAK Final Live Score: ટીમ ઈન્ડિયા સામે 147 રનનો ટાર્ગેટ

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાન 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. બુમરાહની બોલિંગ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કરતા મોહમ્મદ નવાઝ બોલ સીધો ફિલ્ડરના હાથમાં ગયો. ટીમ ઈન્ડિયા સામે જીત માટે 147 રનનો લક્ષ્યાંક છે. કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી.

IND vs PAK Final Live Score: ફહીમ અશરફ ખાતું ખોલાવ્યા વિના આઉટ

પાકિસ્તાને 134 રનના સ્કોર પર પોતાની આઠમી વિકેટ ગુમાવી દીધી છે. ફહીમ અશરફ પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો.

IND vs PAK Final Live Score: કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી

પાકિસ્તાનના બેટ્સમેન અચાનક તૂટી રહ્યા છે. સાત વિકેટ પડી ગઈ છે. કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી છે. 17 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 135 રન છે.

IND vs PAK Final Live Score: આફ્રિદી ઝીરો રન પર આઉટ

પાકિસ્તાનની ઇનિંગ્સ ખરાબ રીતે પડી ભાંગી છે. શાહીન આફ્રિદી એક પણ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો છે. પાકિસ્તાન હવે 134 રન પર સાત વિકેટ.

IND vs PAK Final Live Score: પાકિસ્તાનના હાલ બેહાલ

પાકિસ્તાનની સ્થિતિ હવે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ શાનદાર કમબેક કર્યું છે. કેપ્ટન સલમાન આગા પણ માત્ર 8 રનમાં કુલદીપ યાદવનો શિકાર થયો છે. 113/1 થી હવે પાકિસ્તાન 133/6 છે.

IND vs PAK Final Live Score: પાકિસ્તાનની અડધી ટીમ પેવેલિયન ભેગી

અક્ષર પટેલે હુસૈન તલતને પેવેલિયન પાછો મોકલી દીધો છે. તલતે ફક્ત એક રન બનાવ્યો છે. પાકિસ્તાનની અડધી ટીમ હવે પેવેલિયનમાં પાછી ફરી છે. સંજુ સેમસને શાનદાર કેચ પકડ્યો છે.

IND vs PAK Final Live Score: વરુણે ફખરને પેવેલિયન મોકલ્યો

વરુણ ચક્રવર્તીએ ફખર ઝમાનની 46 રનની ઇનિંગનો અંત લાવ્યો. પાકિસ્તાને ફક્ત ત્રણ ઓવરમાં જ પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી છે. આ ભારતીય ટીમ માટે મોટી વિકેટ છે.

IND vs PAK Final Live Score: 14 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 118/3

14 ઓવર રમાઈ ચૂકી છે અને પાકિસ્તાનના સ્કોરબોર્ડ પર 118 રન છે. આ મેચમાં સંપૂર્ણ વાપસી કરવા માટે ટીમ ઈન્ડિયાને ફખરની વિકેટની જરૂર છે.

IND vs PAK Final Live Score: 10 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 87/1

10 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 87 રન છે. સેમ અયુબ નવો બેટ્સમેન છે. ફખર ઝમાન 25 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.

IND vs PAK Final Live Score: ફરહાનની ઇનિંગ્સનો અંત

પાકિસ્તાન માટે મજબૂત શરૂઆત કરી રહેલા ફરહાનને વરુણ ચક્રવર્તીએ આઉટ કર્યો. ફરહાન 38 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો. પાકિસ્તાનને 84 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો.

IND vs PAK Final Live Score: પાકિસ્તાનના નામે રહ્યો પાવર પ્લે

છ ઓવર પછી ફરહાને પાવરપ્લેના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. પાકિસ્તાનના સ્કોરબોર્ડ પર 45 રન છે. સૌથી મહત્વની વાત એ છે કે પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવી નથી.

IND vs PAK Final Live Score: 4 ઓવર પછી પાકિસ્તાન 32/0

4 ઓવર પછી પાકિસ્તાનના સ્કોર બોર્ડ પર 32 રન છે. ફરહાન અને ફખર ઝમાનની જોડી ક્રીઝ પર સ્થિર લાગે છે. પાકિસ્તાન માટે સારા સમાચાર એ છે કે તેમણે એક પણ વિકેટ ગુમાવી નથી.

IND vs PAK Final Live Score: 3 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 19/0

ફખર ઝમાને ત્રીજી ઓવર પૂરી કરી અને ચોગ્ગો માર્યો. શિવમ દુબેએ બીજી ઓવર સારી ફેંકી. ત્રણ ઓવર પછી સ્કોરબોર્ડ પર 19 રન છે. ફરહાન 12 અને ફખર ઝમાન 6 રન બનાવીને રમતમાં છે.

IND vs PAK Final Live Score: 2 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 11/0

ફરહાને બીજી ઓવરમાં પોતાનું ખાતું ખોલાવ્યું, જેનાથી પાકિસ્તાનના સ્કોર બોર્ડમાં 11 રન થઈ ગયા છે.

IND vs PAK Final Live Score: પ્રથમ ઓવર પછી પાકિસ્તાન 4/0

ફરહાને પાકિસ્તાન માટે બાઉન્ડ્રી ખાતું ખોલ્યું છે. પ્રથમ ઓવર પછી પાકિસ્તાનના સ્કોરબોર્ડ પર 4 રન છે. ભારત માટે શિવમ દુબેએ પ્રથમ ઓવર સારી ફેંકી છે.

IND vs PAK Final Live Score: ભારતીય ટીમની પ્લેઈંગ XI

અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

IND vs PAK Final Live Score: ટીમ ઈન્ડિયા હાર્દિક પંડ્યા વિના મેદાનમાં ઉતરી

ભારતીય ટીમે આજે હાર્દિક પંડ્યા વિના મેદાનમાં ઉતરી છે. હાર્દિક સંપૂર્ણપણે ફિટ નથી, અને આ ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો છે.

IND vs PAK Final Live Score: ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યો

ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાની ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફેરફાર કર્યા છે.

IND vs PAK Final Live Score: ફેન્સને કાબુમાં રાખવા દુબઈએ બનાવ્યા નવા નિયમ

દૂબાઈમાં આયોજકોએ ભારત-પાકિસ્તાનના ચાહકોને સમયસર સ્ટેડિયમ પહોંચવા અને સુરક્ષા તપાસમાં સહયોગ આપવા વિનંતી કરી છે. ટિકિટ લેનારાઓ માટે ખાસ અને કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. આ નિયમોમાં મુખ્યત્વે મેચ શરૂ થવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં સ્ટેડિયમ પહોંચવું, સ્ટાફના નિર્દેશોનું પાલન કરવું અને માત્ર નિર્ધારિત જગ્યાએ જ પાર્કિંગ કરવું સામેલ છે. એક માન્ય ટિકિટ પર માત્ર એક જ વાર પ્રવેશ મળશે.

Ind vs Pak Match: આ નબળાઈને કારણે પાકિસ્તાન ફાઈનલ મેચમાં ભારત સામે હારી જશે, સૂર્યકુમારની નજર જીતની હેટ્રિક પર

Asia Cup 2025 India vs Pakistan Final Match : ભારત પાકિસ્તાન એશિયા કપ ફાઇનલ મેચ જીતવા મેદાનમાં ટકરાશે. પાકિસ્તાન ભારત સામે જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે, પરંતુ આ ટીમની એક મોટી ખામી તેને ભારત કરતાં નબળી બનાવી રહી છે. …વધુ વાંચો

IND vs PAK Final Live Cricket Score : ભારત પાકિસ્તાન મેચ રેકોર્ડ

ફાઈનલમાં પાકિસ્તાનનો રેકોર્ડ વધુ સારો છે. તેણે 12માંથી 8 વખત જીત મેળવી છે. 4 વખત જીત્યો. છેલ્લે ફાઈનલમાં બંને આમને-સામને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યા હતા. પાકિસ્તાન જીતી ગયું હતું. ટી 20માં બંને ટીમો ફાઈનલમાં એક વખત ટકરાઈ ચુકી છે. ભારતે 2007ના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં જીત મેળવી હતી.

IND vs PAK Final Live Cricket Score : ભારત પાકિસ્તાન વચ્ચે આજે એશિયા કપ ફાઇનલ મેચ

એશિયા કપ 2025ની ફાઇનલ મેચ રવિવારે (28 સપ્ટેમ્બર) દુબઈના દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ભારત અને પાકિસ્તાન સામ સામે ટકરાશે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બંને ટીમો બે વખત ટકરાઈ ચુકી છે અને બંને વખત ભારત જીત્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ