India vs Pakistan : ભારત vs પાકિસ્તાન એશિયા કપ 2023 : વિરાટ કોહલી સદી સાથે બન્યા અનેક રેકોર્ડ

Virat Kohli Record : ભારત પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે એશિયા કપ 2023 (Asia Cup 2023) ની સુપર 4 (Super 4) મેચમાં વિરાટ કોહલીએ સદી (century) ફટકારવાની સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તો જોઈએ આ મેચમાં કયા કયા રેકોર્ડ બન્યા.

Virat Kohli Record : ભારત પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે એશિયા કપ 2023 (Asia Cup 2023) ની સુપર 4 (Super 4) મેચમાં વિરાટ કોહલીએ સદી (century) ફટકારવાની સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તો જોઈએ આ મેચમાં કયા કયા રેકોર્ડ બન્યા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
India vs Pakistan New Records

ભારત પાકિસ્તાન - એશિયા કપ 2023 - રેકોર્ડ (ફોટો ક્રેડિટ - વેંકેટેશ પ્રસાદ ટ્વીટર)

India vs Pakistan : ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે વિરાટ કોહલી (Virat Kohli) અને કેએલ રાહુલ (KL Rahul) ની સદી સાથે 50 ઓવરમાં 02 વિકેટના નુકશાને શાનદાર 356 રન બનાવ્યા છે. હવે પાકિસ્તાને જીતવા માટે 357 રન બનાવવા પડશે, ત્યારે આ રોમાંચક મેચમાં અનેક રેકોર્ડ (Record) નોંધાયા છે. વિરાટ કોહલીના રેકોર્ડમાં પણ વધારો થયો છે. તો જોઈએ ભારત પાકિસ્તાન એશિયા કપ 2023 સુપર 4 મેચમાં કયા કયા રેકોર્ડ બન્યા.

Advertisment

વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર 5 મો ખેલાડી

પાકિસ્તાન સામે ધુંઆધાર ઇનિંગ રમી વિરાટ કોહલીએ ભારતીયોના દિલ જીત્યા સાથોસાથ રેકોર્ડસ લિસ્ટમાં પણ ડંકો વગાડ્યો છે. 122 રનની ઇનિંગ સાથે વિરાટે વન ડે ક્રિકેટમાં 13 હજાર રન પૂર્ણ કર્યા છે. આ સાથે વિરાટ 13 હજાર કરતાં વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી બન્યો છે. વિરાટ કોહલીએ વન ડે મેચમાં કુલ 13024 રન બનાવ્યા છે. સચિન તેંદુલકર 18426 રન સાથે આ લિસ્ટમાં ટોપ પર છે. કુમાર સંગાકારા 14234 રન સાથે બીજા ક્રમે, રિકી પોન્ટિંગ 13704 રન સાથે ત્રીજા ક્રમે, સનથ જયસૂર્યા 13430 રન સાથે ચોથા ક્રમે છે.

પાકિસ્તાન સામે હાઇએસ્ટ પાર્ટનરશિપ

વિરાટ કોહલી અને કેએલ રાહુલ વચ્ચે આજે કોલંબોમાં નોંધાયેલી પાર્ટનરશિપે એક નવો કિર્તિમાન કર્યો છે. ભારત પાકિસ્તાન વચ્ચેની વન ડે મેચમાં 200 રન કરતાં વધુ રનની ચાર પાર્ટનરશિપ નોંધાઇ છે. 1996 માં નવજોતસિંહ સિધ્ધુ અને સચિન તેંદુલકર વચ્ચે 231 રનની પાર્ટનરશિપ નોંધાઇ હતી. જે સૌથી મોટી હતી.

વિરાટ કોહલી રેકોર્ડ

17 વર્ષ બાદ આજે વિરાટ કોહલી અને કેએલ રાહુલે આ રેકોર્ડ પોતાને નામ કર્યો છે. વિરાટ અને રાહુલ વચ્ચે 233 રનની પાર્ટનરશિપ નોંધાઇ જે અત્યાર સુધીની સૌથી મોટી છે. વર્ષ 2018 માં શિખર ધવન અને રોહિત શર્મા વચ્ચે 210 રનની ભાગીદારી નોંધાઇ હતી. વર્ષ 2005માં રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સહેવાગ વચ્ચે 201 રનની પાર્ટનરશિપ થઇ હતી.

Advertisment
ભારત ક્રિકેટ ટીમ Asia Cup 2023 પાકિસ્તાન ક્રિકેટ ટીમ ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન india ક્રિકેટ Virat Kohli