Norway Chess Tournament 2024 Praggnanandhaa : બુધવારે મોડી રાત્રે નોર્વે ચેસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડની મેચમાં ભારતના 18 વર્ષીય પ્રજ્ઞાનંધા વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને તેના જ દેશમાં ક્લાસિકલ રમતમાં પ્રથમ વખત હરાવવામાં સફળ રહ્યો હતો.
દિવસને વધુ ખાસ બનાવનાર બાબત એ હતી કે, પ્રજ્ઞાનંધાએ નોર્વે ચેસમાં ઓપન સ્ટેન્ડિંગમાં ટોચ પર રહીને દિવસ પૂરો કર્યો, જ્યારે તેની બહેન વૈશાલીએ આર્માગેડનમાં અન્ના મુઝીચુકને હરાવીને ટોચ પર રહીને ત્રીજો રાઉન્ડ પૂરો કર્યો.
પ્રજ્ઞાનંદ રેપિડ ફોર્મેટમાં કાર્લસનને હરાવી દીધા છે, આ પ્રથમ વખત છે જ્યારે તેણે આ અનુભવી ખેલાડીને ક્લાસિકલ ફોર્મેટમાં હરાવ્યો છે. પ્રજ્ઞાનંધા ચોથો ભારતીય ખેલાડી છે જેણે ક્લાસિકલ ફોર્મેટમાં કાર્લસનને હરાવ્યો છે. કાર્લસનને તેના જ ઘરઆંગણે હરાવીને ભારતીય ખેલાડીએ ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાન મેળવીને લીડ મેળવી લીધી છે. કાર્લસન છ ખેલાડીઓની ટૂર્નામેન્ટમાં પાંચમા સ્થાને સરકી ગયો છે.
પ્રજ્ઞાનંધા સફેદ પીસ સાથે રમ્યો
ભારતીય ગ્રાન્ડમાસ્ટર આ મેચમાં સફેદ કુકડી સાથે રમ્યો હતો. ત્રીજા રાઉન્ડના અંતે તેણે 9 માંથી 5.5 પોઈન્ટ મેળવ્યા છે. આ બંને ખેલાડીઓ ગયા વર્ષે FIDE વર્લ્ડ કપમાં સમાન ફોર્મેટમાં સામ-સામે હતા, જ્યાં કાર્લસને ભારતીય ખેલાડીને હરાવ્યો હતો.
આ પણ વાંચો – ટી 20 વર્લ્ડ કપ 2024 વોર્મ અપ મેચોનું પ્રસારણ કઇ ચેનલ પર થશે? જાણો કાર્યક્રમ અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ
નોર્વે ટુર્નામેન્ટમાં ભાઈ અને બહેનનું અદ્ભુત પ્રદર્શન
નોર્વે ચેસ ટુર્નામેન્ટ આ રમતની સૌથી મોટી ટુર્નામેન્ટ પૈકીની એક છે. અહીં મહિલા અને પુરુષોની કેટેગરીમાં માત્ર છ ખેલાડીઓ જ ભાગ લે છે. આ ટૂર્નામેન્ટના વિજેતાને 1 કરોડ 33 લાખ રૂપિયા આપવામાં આવે છે. ત્રીજા રાઉન્ડ પછી, પ્રજ્ઞાનંધા પુરૂષ વર્ગમાં પ્રથમ સ્થાને છે અને તેની બહેન અને મહિલા ગ્રાન્ડમાસ્ટર વૈશાલી મહિલા વર્ગમાં પ્રથમ સ્થાને છે. તેણે દેશબંધુ કોનેરુ હમ્પીને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ પછી તેણે ગ્રાન્ડમાસ્ટર અન્ના મુઝાચુક સાથે ડ્રો રમીને પોતાની લીડ જાળવી રાખી હતી.





