ક્રિકેટર યશ દયાલ ફરી મુશ્કેલીમાં મુકાયો, હવે સગીરાએ બળાત્કારનો આરોપ લગાવ્યો, જયપુરમાં FIR

Yash Dayal : જયપુર પોલીસે આરસીબીના ફાસ્ટ બોલર યશ દયાલ વિરુદ્ધ એક સગીરા પર બળાત્કાર કરવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરી છે. આ પહેલા ગાઝિયાબાદની એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો

Written by Ashish Goyal
Updated : July 25, 2025 17:11 IST
ક્રિકેટર યશ દયાલ ફરી મુશ્કેલીમાં મુકાયો, હવે સગીરાએ બળાત્કારનો આરોપ લગાવ્યો, જયપુરમાં FIR
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ભારતનો ફાસ્ટ બોલર યશ દયાલ મુશ્કેલીમાં મુકાયો છે (તસવીર - સોશિયલ મીડિયા)

Yash Dayal : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) ના ફાસ્ટ બોલર યશ દયાલની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. જયપુર પોલીસે યશ દયાલ વિરુદ્ધ એક સગીરા પર બળાત્કાર કરવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરી છે.

આ પહેલા ઉત્તર પ્રદેશના 27 વર્ષીય ક્રિકેટર પર ગાઝિયાબાદની એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે યશ દયાલે તેની સાથે લગ્ન કરવાનું વચન આપીને તેની સાથેના પાંચ વર્ષના સંબંધો દરમિયાન તેનું જાતીય શોષણ કર્યું હતું.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર જયપુરના સાંગાનેર સદર પોલીસ સ્ટેશનના એસએચઓ અનિલ જયમને જણાવ્યું હતું કે તાજેતરની એફઆઈઆર બુધવારે (23 જુલાઈ) નોંધવામાં આવી હતી.

જાતીય સતામણીના આરોપમાં એફઆઈઆર દાખલ

અનિલ જયમને કહ્યું કે યશ દયાલ સામે જાતીય સતામણીના આરોપસર પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) એક્ટ અને બીએનએસ (ઈન્ડિયન પીનલ કોડ)ની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. જયમનના જણાવ્યા અનુસાર પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ખેલાડીએ પહેલી વખત તેની સાથે 2023 યૌન ઉત્પીડન કર્યું હતું, જ્યારે તે 17 વર્ષની હતી. આ વર્ષે એપ્રિલમાં પણ સીતાપુરા વિસ્તારની એક હોટલમાં ઉત્પીડન થયું હતું.

કારકિર્દી બનાવવામાં મદદ અને સહયોગના વાયદો

એસએચઓએ કહ્યું કે યુવતીએ આરોપ લગાવ્યો હતો કે ક્રિકેટરે તેની કારકિર્દી બનાવવા માટે તેની મદદ અને સહયોગ કરવાનું વચન આપ્યું હતું. આ વર્ષે એપ્રિલમાં જ્યારે તે આઈપીએલ માટે જયપુરમાં હતો ત્યારે તેણે તેનો સંપર્ક કર્યો હતો અને તેને એક હોટલમાં બોલાવી હતી, જ્યાં તેણે તેના પર કથિત રીતે ફરીથી દુષ્કર્મ કર્યું હતું.

આ પણ વાંચો – ઋષભ પંત ઇજા છતા ટીમ માટે મેદાનમાં ઉતર્યો, સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું, જુઓ વીડિયો

યશ દયાલનું નિવેદન સામે આવ્યું નથી

યશ દયાલે હજી સુધી આ બંનેમાંથી કોઈ પણ કેસ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. મીડિયમ પેસ બોલર દયાલ ભારતીય ડોમેસ્ટિક સર્કિટનો જાણીતો બોલર છે. તેણે 2018માં ઉત્તર પ્રદેશ તરફથી ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તે 27 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે. તેણે 84 વિકેટ ઝડપી છે. તેણે 71 ટી-20 મેચમાં 66 વિકેટ ઝડપી છે.

આરસીબીને ચેમ્પિયન બનવામાં મદદ કરી

યશ દયાલે 2022માં ગુજરાત ટાઇટન્સ સાથે આઇપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તે આરસીબી સાથે જોડાયો હતો. આરસીબીએ 2024ના ખેલાડીઓની હરાજીમાં તેને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વર્ષની સિઝન માટે તેને બેંગલુરુની ટીમે રિટેન કર્યો હતો અને રજત પાટીદારની આગેવાની હેઠળની ટ્રોફી જીતનારી ટીમનો તે મહત્વનો સભ્ય હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ