શ્રીલંકા સામે ભારતીય ટીમની જાહેરાત, ટી-20માં હાર્દિક પંડ્યા અને વન-ડેમાં રોહિત શર્મા કેપ્ટન, ઋષભ પંત બહાર

India squad announced for Sri Lanka series : શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી ત્રણ ટી-20 મેચ અને ત્રણ વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી

Written by Ashish Goyal
Updated : December 27, 2022 23:04 IST
શ્રીલંકા સામે ભારતીય ટીમની જાહેરાત, ટી-20માં હાર્દિક પંડ્યા અને વન-ડેમાં રોહિત શર્મા કેપ્ટન, ઋષભ પંત બહાર
શ્રીલંકા સામે ભારતીય ટીમની જાહેરાત (તસવીર - ટ્વિટર)

IND vs SL : શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી ત્રણ ટી-20 મેચ અને ત્રણ વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી-20માં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. વન-ડેમાં રોહિત શર્મા વાપસી કરશે અને કેપ્ટનશિપ કરશે. ઋષભ પંતને બન્ને શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલીને ટી-20માં આરામ આપવામાં આવ્યો છે. વન-ડેમાં રમશે. ઓપનર શિખર ધવનની વન-ડેમાંથી હકાલપટ્ટી થઇ છે. વન-ડેમાં સંજૂ સેમસનને ફરી એક વખત નજરઅંદાજ કરવામાં આવ્યો છે. આઈપીએલ 2023ની હરાજીમાં 6 કરોડમાં વેચાયેલા શિવમ માવીની પસંદગી થઇ છે.

આ પણ વાંચો – આ વર્ષે ઇશાન કિશનથી લઇને ઋતુરાજ ગાયકવાડ છવાયા, જુઓ 2022માં ક્રિકેટના કેટલાક યાદગાર રેકોર્ડ્સ

વન-ડે માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઇશાન કિશન, વોશિંગ્ટન સુંદર, ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

ટી-20 માટે ભારતીય ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દિપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ