IND vs SL : શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલી ત્રણ ટી-20 મેચ અને ત્રણ વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી-20માં રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. વન-ડેમાં રોહિત શર્મા વાપસી કરશે અને કેપ્ટનશિપ કરશે. ઋષભ પંતને બન્ને શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલીને ટી-20માં આરામ આપવામાં આવ્યો છે. વન-ડેમાં રમશે. ઓપનર શિખર ધવનની વન-ડેમાંથી હકાલપટ્ટી થઇ છે. વન-ડેમાં સંજૂ સેમસનને ફરી એક વખત નજરઅંદાજ કરવામાં આવ્યો છે. આઈપીએલ 2023ની હરાજીમાં 6 કરોડમાં વેચાયેલા શિવમ માવીની પસંદગી થઇ છે.
આ પણ વાંચો – આ વર્ષે ઇશાન કિશનથી લઇને ઋતુરાજ ગાયકવાડ છવાયા, જુઓ 2022માં ક્રિકેટના કેટલાક યાદગાર રેકોર્ડ્સ
વન-ડે માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઇશાન કિશન, વોશિંગ્ટન સુંદર, ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.
ટી-20 માટે ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દિપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર.