India Squad Announced For Zimbabwe Tour : ટી 20 વર્લ્ડ કપ 2024 બાદ ભારતીય ટીમે ટી20 શ્રેણી રમવા માટે ઝિમ્બાબ્વે પ્રવાસ પર જશે. આ પ્રવાસનો કાર્યક્રમ અને ટીમ જાહેર કરવામાં આવી છે. ભારતીય ટીમ આ શ્રેણીમાં શુભમન ગિલની કેપ્ટન્સીમાં રમશે. અભિષેક શર્મા, ધ્રુવ જુરેલ અને તુષાર દેશપાંડે જેવા નવા ચહેરાઓને તક મળી છે. આ પ્રવાસમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ જેવા સ્ટાર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
રિયાન પરાગે આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું
રિયાન પરાગને આઈપીએલ 2024માં સારું પ્રદર્શન કરવાની ભેટ મળી છે. આઇપીએલની સિઝનમાં રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગે 573 રન ફટકાર્યા હતા. નીતિશ રેડ્ડીની પણ પસંદગી કરી છે. ટી 20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ભાગ રહેલા યશસ્વી જયસ્વાલ અને સંજૂ સેમસનની પણ પસંદગી કરવામાં આવી છે. આ સિવાય રિઝર્વ ખેલાડી રિંકુ સિંહ અને આવેશ ખાનની પણ પસંદગી કરવામાં આવી છે.
રિઝર્વ રહેલા શુભમન ગિલ અને અવેશ ખાનની ભારત વાપસી થઇ છે, જ્યારે રિંકુ ટીમની સાથે છે. રુતુરાજ ગાયકવાડ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, ખલીલ અહમદ અને મુકેશ કુમારની પણ પસંદગી કરવામાં આવી છે. ટી 20 વર્લ્ડ કપ 2024 પહેલા આ 5 માંથી મોટાભાગના ખેલાડીઓને તક મળી રહી છે.
અભિષેક શર્માને પહેલીવાર તક મળી
ભારતીય ટીમમાં 23 વર્ષના અભિષેક શર્માની પસંદગી પહેલીવાર કરવામાં આવી છે. પંજાબના આ બેટ્સમેને 484 રન બનાવ્યા હતા અને ટ્રેવિસ હેડ સાથે મળીને સનરાઇઝર્સ હૈદરાબાદને આઈપીએલમાં ધમાકેદાર શરૂઆત અપાવી હતી.
આ પણ વાંચો – મુકેશ અંબાણીના એન્ટિલિયાથી પણ મોંઘું છે આ ભારતીય ક્રિકેટરનું ઘર
ભારત ઝિમ્બાબ્વે પ્રવાસનો કાર્યક્રમ
- 6 જુલાઇ – પ્રથમ ટી 20
- 7 જુલાઇ – બીજી ટી 20
- 10 જુલાઇ – ત્રીજી ટી 20
- 13 જુલાઇ – ચોથી ટી 20
- 14 જુલાઇ – પાંચમી ટી 20
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઇ, આવેશ ખાન, ખલીલ અહમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.





