Team IND Squad Announcement: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ત્રણ ODI અને પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ટેસ્ટ પછી શુભમન ગિલને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ પસંદગી અંગે ચર્ચા કરવા માટે અમદાવાદમાં પસંદગીકારોની એક બેઠક યોજાઈ હતી.
શુભમન ગિલને રોહિત શર્માના સ્થાને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ODI શ્રેણી માટે પસંદગીકારોએ શ્રેયસ ઐયરને વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને વન-ડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, સૂર્યકુમાર યાદવ ટી-20 ટીમના કેપ્ટન રહેશે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા ટી 20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. તેથી બંને ફક્ત વન-ડે ફોર્મેટમાં જ રમે છે. રોહિત અને વિરાટ છેલ્લે ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યા હતા.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની વન-ડે ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની ટી 20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.
આ પણ વાંચો – પ્રથમ ટેસ્ટમાં ભારતનો ઇનિંગ્સ અને 140 રને ભવ્ય વિજય, રવિન્દ્ર જાડેજાનો તરખાટ
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો કાર્યક્રમ
- 19 ઓક્ટોબર: પ્રથમ વનડે, પર્થ
- 23 ઓક્ટોબર: બીજી વનડે, એડિલેડ
- 25 ઓક્ટોબર: ત્રીજી વનડે, સિડની
- 29 ઓક્ટોબર: પ્રથમ ટી20, કેનબેરા
- 31 ઓક્ટોબર: બીજી ટી20, મેલબોર્ન
- 2 નવેમ્બર: ત્રીજી ટી20, હોબાર્ટ
- 6 નવેમ્બર: ચોથી ટી20, ગોલ્ડ કોસ્ટ
- 8 નવેમ્બર: પાંચમી ટી20, બ્રિસ્બેન