India Squads : ભારતીય ક્રિકેટ બોર્ડની સીનિયર સિલેક્શન કમિટીએ શુક્રવારે (25 ઓક્ટોબર) દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર 4 મેચોની ટી20 સીરીઝ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 મેચોની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. કમિટીએ માહિતી આપી છે કે મયંક યાદવ, ઓલરાઉન્ડર શિવમ દુબે, સ્પિનર કુલદીપ યાદવ અને રિયાન પરાગ અનફિટ છે. ફાસ્ટ બોલર મોહમ્મદની પસંદગી કરવામાં આવી નથી અને તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ બાદ ભારતીય ટીમ 4 મેચોની ટી20 સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે. ટી-20 શ્રેણી 8 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી રમાશે. આ પછી તરત જ ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ટેસ્ટ શ્રેણી 22 નવેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રમાશે.
અભિમન્યુ ઇશ્વરન અને નીતીશ રેડ્ડીને તક
ઓસ્ટ્રેલિયા પ્રવાસની વાત કરીએ તો અભિમન્યુ ઇશ્વરનને રિઝર્વ ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બાકીના બેટિંગ યુનિટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીની પસંદગી કરવામાં આવી છે. જસપ્રીત બુમરાહની આગેવાની હેઠળના પેસ આક્રમણમાં મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા અને હર્ષિત રાણાનો સમાવેશ કરાયો છે. સ્પીનરમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની પસંદગી કરવામાં આવી છે. અક્ષર પટેલને પડતા મુકવામાં આવ્યા છે. મુકેશ કુમાર, નવદીપ સૈની અને ખલીલ અહમદ રિઝર્વ ખેલાડી છે.
કુલદીપ યાદવ ઇજાગ્રસ્ત
કુલદીપ યાદવને લઇને જાણકારી આપવામાં આવી છે કે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી માટે ઉપલબ્ધ નથી, કારણ કે ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણી બાદ તેને કમરની સમસ્યાના ઉકેલ માટે બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલન્સમાં રિફર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ‘સ્પિનનો કિંગ’ વિરાટ કોહલી 2021થી એશિયામાં 21 વખત સ્પિનરોનો શિકાર બન્યો
વિજયકુમાર વૈશ્ય અને રમનદીપ સિંહ નવા ચહેરા
દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સિરીઝની વાત કરીએ તો બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝનો ભાગ રહેલા રિયાન પરાગ, મયંક યાદવ અને નીતિશ કુમાર રેડ્ડીની પસંદગી કરવામાં આવી નથી. વિજયકુમાર વૈશ્ય અને રમનદીપ સિંહ નવા ચહેરા છે. આ ટીમમાં અક્ષર પટેલની પસંદગી કરવામાં આવી છે. તિલક વર્મા પરત ફર્યો છે. પસંદગી સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મયંક યાદવ અને શિવમ દુબે ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નથી. રિયાન પરાગ જમણા ખભાની ઈજાના નિરાકરણ માટે બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સમાં છે અને તે પસંદગી માટે ઉપલબ્ધ ન હતો.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
રિઝર્વ: મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ.
દક્ષિણ આફ્રિકા સામે ટી 20 શ્રેણી માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, તિલક વર્મા, જીતેશ શર્મા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રમનદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશ્યક, આવેશ ખાન, યશ દયાલ.